હવામાન વિભાગની આગાહી વરસાદનું જોર ઘટશે, પણ અંબાલાલ પટેલની આગાહીથી મચ્યો ફફડાટ
Gujarat Weather Forecast: અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 'હવે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, પરંતુ રાજ્યમાં વરસાદી ઝાપટા યથાવત રહેશે.'અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ બનશે જે દેશના પૂર્વિય ભાગોમાં ભારે વરસાદ લાવશે.
Trending Photos
Ambalal Patel: લાંબા વિરામ બાદ ગુજરાતમાં મેઘરાજાએ ફરી પોતાની ઈનિંગ શરૂ કરી દીધી છે. ત્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિતના વિસ્તારોમાં બે દિવસથી છૂટાછવાયા ઝાપટા પડે છે. બીજી બાજુ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાંક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છેકે, આગામી 12 કલાક બાદ ગુજરાતમાં સારા પ્રમાણમાં વરસાદ થઈ શકે છે. ખાસ કરીને હવામાન વિભાગે આગાહી કરી છે કે, કચ્છ-સૌરાષ્ટ્રમાં આજે વરસાદ વરસી શકે છે તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, કચ્છ-સૌરાષ્ટ્રમાં આજે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છેકે, હાલ પુરતી ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના સાવ નહીંવત છે. ગુજરાતમાં વરસાદનું જોર પહેલાં કરતા ઘટી ગયું છે. તેથી જ અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ, ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની વરસી શકે છે. સૌથી વધુ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં નોંધાયો છે. વધુમાં હવામાન વિભાગે જણાવ્યું છેકે, ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 100 ટકા વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યના મોટાભાગના જળાશયો હાલ વરસાદી નીરથી છલકાઈ રહ્યાં છે. રાજ્યમાં ભારે વરસાદીની શક્યતા નહિવત છે તેમજ 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી જશે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 'હવે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, પરંતુ રાજ્યમાં વરસાદી ઝાપટા યથાવત રહેશે.'અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ બનશે જે દેશના પૂર્વિય ભાગોમાં ભારે વરસાદ લાવશે. ઓક્ટોબરમાં ગુજરાતમાં વિનાશક વાવાઝોડુ આવી શકે છે. હાલ એ દિશામાં પણ સિસ્ટમ સક્રિય થઈ રહી છે.
ક્યા-ક્યા વરસી શકે છે વરસાદ?
નવી વરસાદી સિસ્ટમના કારણે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે 27-28 સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. સાથે પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે. તો ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે, તેની અસર રાજસ્થાન સુધી થઈ શકે છે. ઓક્ટોબર માસમાં બંગાળમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. 4થી 12 ઓક્ટોબોર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું થઈ શકે છે.
કઈ તારીખોમાં થઈ શકે છે વરસાદ?
આગામી 22 સપ્ટેમ્બર બાદ રાજ્યનું વાતાવરણ ખુલ્લુ થઈ શકે છે તેમજ 22થી 30 સપ્ટેમ્બર સુધી મોટા ભાગે વરસાદની શક્યતા નથી. ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં એક રાઉન્ડ વરસાદનું જોવા મળી શકે છે. 27 અને 28 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને કચ્છમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે. 9 અને 10 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લે તેવી સંભાવના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે