વાવાઝોડાના ડરથી કચ્છ ખાલી થવા લાગ્યું, 3 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાશે

Gujarat Weather Forecast : ઓખા, પોરબંદર, કંડલા અને નવલખી બંદરે લગાવવામાં આવ્યાં સૌથી ભયજનક 10 નંબરનાં સિગ્નલ....સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કાંઠે ફૂંકાઈ રહ્યો છે તેજ ગતિથી પવન...

વાવાઝોડાના ડરથી કચ્છ ખાલી થવા લાગ્યું, 3 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાશે

Ambalal Patel Prediction : બિપોરજોય વાવાઝોડાની દહેશત વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોનું વાતાવરણ પલટાયું છે. ગીર સોમનાથ, દ્વારકા, જામનગર સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. આવામાં હવે વાવાઝોડું ગુજરાતથી વધુ નજીક આવી રહ્યું છે. દ્વારકા બાદ કચ્છમાં 13થી 15 જૂન સુધી શાળા-કોલેજમાં રજા જાહેર કરવામાં આવી. તો કચ્છના દરિયા કાંઠે 12થી 16 જૂન સુધી કલમ 144 લાગુ કરાઈ છે. કચ્છ-સૌરાષ્ટ્રમાંથી અનેક લોકોનું સ્થળાંતરણ કરાઈ રહ્યું છે. રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે, વાવાઝોડાના ખતરાના એલર્ટ રૂપે ગીર સોમનાથના સુત્રાપાડાના ૧૫૦ લોકોને સ્થળાંતરિત કરાયા છે. તો કચ્છમાં ૩ હજાર લોકોનુ સ્થળાંતર કરાઈ રહ્યું છે. ઓખામાં સ્થળાંતર થયું છે. આવતીકાલ સવારથી મોટા પ્રમાણમાં સ્થળાંતર પ્રક્રિયા હાથ ધરાશે. કોસ્ટલ ૨૫ તાલુકામાં ૨૬૭ ગામો દરિયા કિનારાના છે. જે ૧૦ કિમીની અંદર આવે છે અને અહીં ૧૨.૨૭ લાખ લોકો રહે છે. તેમાં કાચા મકાનોમા રહેતા અને સગર્ભાઓ સિનિયર સિટિઝન બાળકોને સ્થળાંતરિત કરાશે.

કંડલા બંદર ખાલી કરાયું 
કચ્છમાં કોટેશ્વર-નારાયણસરોવર મંદિર બંધ કરાયો છે. તો બિપોરજોય વાવઝોડાંને લઈને કંડલા બંદર વિસ્તાર ખાલી કરાવાયો છે. અંદાજે 700 લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાયું છે. મોટાભાગના માછીમારો બોટ લાંગરીને વતન પરત ફરી ચૂક્યા છે. જ્યારે રહી ગયેલા લોકોને આજ સાંજ સુધીમાં સ્થળાંતરીત કરી લેવાશે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2023

 

અગરિયાઓને સલામત સ્થળે ખસેડવાનો આદેશ 
તો કચ્છનું અન્ય એક જખૌ બંદર પણ ખાલી કરાવાયું છે. બંદરની પાસે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.  20 પરિવારના 100 સભ્યોને જખૌ સ્કુલમા સ્થળાંતર કરાશે. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. માછીમારી કે બોટ સાચવીને અને અગરિયા તરીકે મીઠું પકવી ગુજરાત ચલાવતા પરિવારો ને સલામત સ્થળે ખસેડવા તંત્રનો આદેશ કરાયો છે. 

નલિયામાં પણ સ્થળાંતર શરૂ કરાયું 
બિપોરજોય વાવાઝોડાને પગલે કચ્છના જખૌના કાંઠા વિસ્તારના ગામોને સ્થળાંતરની સૂચના અપાઈ. નલિયા પ્રાંત અધિકારી દ્વારા મિટિંગ બોલાવાઈ. જેમાં કાંઠા વિસ્તારના 2 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોને સ્થળાંતર કરવાની સૂચના અપાઈ. સ્થળાંતર માટે નલિયા પ્રાંત અધિકારીએ અધિકારીઓને સૂચના આપી. 20 જેટલા ગામોને નજીકના સુરક્ષિત સ્થાને ખસેડવા કામગીરી શરૂ કરાશે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2023

 

દ્વારકામાં 144 ની કલમ લાગુ 
તો દેવભૂમિદ્વારકા દરિયાકાંઠાના વિસ્તારમાં કલમ 144 લાગુ કરાઈ છે. વાવાઝોડા બિપોરજોય પગલે પ્રશાસને કલમ 144 જાહેર કરી છે. સાવચેતીના ભાગરૂપે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ગોમતીઘાટ શિવરાજપુર બીચ પ્રવાસન સ્થળ સહિતના દરિયાઈ વિસ્તારમાં કલમ 144 લાગુ કરાઈ છે. આ જિલ્લામાં 12 જૂનથી 16 જૂન સુધી કલમ લાગુ રહેશે. 

જામનગરના તમામ બંદરો પર 10 
ઓખા, પોરબંદર, કંડલા અને નવલખી બંદરે સૌથી ભયજનક 10 નંબરનાં સિગ્નલ લગાવવામાં આવ્યાં છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કાંઠે તેજ ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે. તો જામનગરના તમામ બંદરો પર 10 નંબરનું સિગ્નલ લગાવાયા છે. જામનગર કચ્છ સહિતના દરિયા કિનારાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરાઈ છે. જામનગર જિલ્લાના માછીમારો/ બોટ માલિકો/ આગેવાનો માટે 'બિપરજોય' વાવાઝોડાના પગલે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા. દરિયાકાંઠા વિસ્તાર પર લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવાયો.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2023

 

સરકારી કર્મચારીઓની રજા રદ કરાઈ 
રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે, તમામ વિભાગના સચિવો અને જિલ્લા કક્ષાએ કલેક્ટર સાથે સમીક્ષા થઈ રહી છે. ૧૪ અને ૧૫ જૂને વધારે પવન રહેશે અને ભારેથી અતિભારે વરસાદ રહેશે. માછીમારો પરત આવી ગયા છે. ૨૨-૨૪ હજાર બોટ દરિયા કિનારે પાર્ક થઈ ગઈ છે. 5 થી 10 કિમીની અંદરના ગામો અને નીચાણવાળા ગામો સંદર્ભે તકેદારી લેવાઈ રહી છે. કલેક્ટરોને સૂચના અપાઈ છે, હવે મોટાપાયે સ્થળાંતર કરવામાં આવશે. સરકારી મકાનમાં સ્થાળાંતરિત લોકોને મૂકાશે. એનડીઆરએફની ટીમોનું ડિપ્લોયમેન્ટ વધારવામા આવ્યુ છે. કચ્છ જામનગર અને મોરબી મા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ વધારાઈ છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં પણ ટીમ મોકલાઈ છે. પીજીવીસીએલની ટીમો વધારી છે. સ્થિતિ પૂર્વવત કરવા માટે તૈયારીઓ કરી છે. વૃક્ષોની આસપાસ ટ્રિમિંગ કરવા કહેવાયું છે. તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ્દ કરવામાં આવી છે. રોડ અને મકાનો પૂર્વવત થાય તે માટે માર્ગ મકાન વિભાગને સૂચના અપાઈ છે. રેલવેને અસર ન થાય તે માટે સૂચનાઓ અપાઈ છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2023

 

હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ વધારાયું 
અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની અંદર બિપોરજોય વાવાઝોડાને લઈને દરિયાકાંઠા વિસ્તારની અંદર તંત્ર એલર્ટ થયું છે.  જેને પગલે આ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોની અંદર હેલિકોપ્ટર દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અમરેલી,ગીર સોમનાથ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની શક્યત અને અસરને અનુલક્ષી કૉસ્ટગાર્ડ દ્વારા પણ દરિયા કિનારે ચાંપતો બંદોબસ્ત રખાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news