Weather Update : ગુજરાતમાં ચોમાસાની હજી કેટલી રાહ જોવી પડશે, હવામાન વિભાગે આપ્યા લેટેસ્ટ અપડેટ
Gujarat Weather Forecst : રાજ્યમાં આગામી 5 દિવસ 6 જિલ્લામાં વરસાદ થવાની શક્યતા.... ગુજરાતને સત્તાવાર ચોમાસા માટે હજુ જોવી પડશે રાહ... તો અમદાવાદમાં વરસાદ થવાની શક્યતા નહિવત...
Trending Photos
Ambalal Patel Monsoon Prediction : ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર ચોમાસાના આગમન માટે હજુ રાહ જોવી પડશે. હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું કે, રાજ્યમાં 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસમાં કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના રહેશે. પરંતુ સત્તાવાર ચોમાસાની સીઝન માટે હજી થોડી રાહ જોવી પડશે. એટલે કે, ગુજરાતમાં વરસાદ તો પડશે, પરંતુ તે વરસાદ ચોમાસાનો નહિ હોય. સત્તાવાર સીઝન માટે હજી ગુજરાતીઓને રાહ જોવી પડશે.
પાંચ દિવસ વરસાદ રહેશે
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ ચોમાસાની આગાહી અંગે જણાવ્યું કે, રાજ્યમાં આગામી પાંચ દિવસમાં કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં સામાન્ય વરસાદની સંભાવના છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ બાદ વરસાદ પડે તેવી શક્યતા છે.
ચોમાસા માટે રાહ જોવી પડશે
તેમણે જણાવ્યું કે, આ જે વરસાદ છે, તે ભેજના કારણે છે. ભેજના કારણે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. પરંતુ અમદાવાદમાં ગરમીથી કોઈ રાહત નહિ મળે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, વરસાદની શક્યતા નહિવત છે. ગુજરાતને સત્તાવાર ચોમાસા માટે હજુ પણ પાંચ દિવસ રાહ જોવી પડશે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 18 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.
Gujarat Weather Forecst : રાજ્યમાં આગામી 5 દિવસ 6 જિલ્લામાં વરસાદ થવાની શક્યતા...'#weatherforecast #weatherupdate #rainfall #rain #Gujarat #ZEE24KalakOriginalVideo #monsoon #monsoon2023 pic.twitter.com/F1pLjENR3A
— Zee 24 Kalak (@Zee24Kalak) June 21, 2023
આ આગાહી ખેડૂતો માટે મહત્વની છે. કારણ કે, તેઓ વાવાણી માટે રાહ જોઈને બેસ્યા છે. ભારતમાં મોટાભાગની ખેતી ચોમાસા આધારિત હોય છે. તેથી ખેડૂતો ચોમાસા પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દે છે. તેથી ખેડૂતો હવામાન વિભાગની આગાહી પર સતત નજર રાખી રહ્યાં છે.
આ વિશે શું કહે છે અંબાલાલ
ગુજરાતી સાથે અંબાલાલ પટેલે કરેલી વાતચીતમાં જણાવ્યું છે કે, ચોમાસું આ વર્ષે ગૂંચવણભર્યું રહ્યું છે. સામાન્ય રીતે મુંબઈમાં 10-12 જૂને વરસાદ થઈ જવો જોઈએ તેના બદલે વાવાઝોડાનો વરસાદ આવી ગયો. આંદામાન-નિકોબાર પર જે વરસાદ થવો જોઈએ તેમાં પણ વિલંબ થયો હતો. આ વચ્ચે અંબાલાલ પટેલે 25-30 તારીખમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે