ટીટોડી, મોર, ચકલી પરથી કેવી રીતે કરાય છે વરસાદની આગાહી, અંબાલાલ પટેલ આપી નવી માહિતી

Gujarat Weather Forecast : પક્ષીઓ પરથી જ કેમ વરસાદની આગાહી કરવામાં આવે છે, શુ છે આ પાછળનું વિજ્ઞાન જાણો શુ કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ  
 

ટીટોડી, મોર, ચકલી પરથી કેવી રીતે કરાય છે વરસાદની આગાહી, અંબાલાલ પટેલ આપી નવી માહિતી

Ambalal Patel Prediction : હવામાન વિભાગ દ્વારા વરસાદ, ચોમાસું કે ગરમી-ઠંડીની આગાહી કરવામાં આવે છે, પરંતું ભારતમા વરસાદની આગાહી કરવાની અનેક પારંપરિક રીતો છે, જેને વરસાદનો વરતારો કહેવાય છે. આવા અનેક નિષ્ણાતો છે, જેઓ પવનની દિશા જોઈને વાતાવરણની આગાહી કરે છે. આ કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ નથી, પરંતુ આવી આગાહીઓ કરવાની શૈલી આપણા પૂર્વજોએ વિકસાવેલી છે. જે આજે પણ સચોટ અનુમાન કરે છે. આવામાં એક છે ટીટોડી પક્ષીના ઈંડા મૂકવાની પદ્ધતિ પરથી વરસાદની કરાતી આગાહી. આ વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ શુ કહે છે તે જાણીએ અને કેવી રીતે વરસાદની આગાહી કરીએ છે તે પણ જાણીએ.

નક્ષત્રો, પવનની દિશા, વાતાવરણમાં થતાં ફેરફાર, પક્ષીઓની ચેષ્ટા પરથી ચોમાસાનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. આવામાં એક લોકવાયકા ટીટોડીના ઈંડા મૂકવાની પદ્ધતિ પર છે. જેના પરથી ચોમાસું કેવુ જશે તે અનુમાન કરાતુ હોય છે. આ વિશે અંબાલાલ પટેલે જણાવ્યું કે, ટિટોડીએ ઈંડા મૂક્યા છે તે જગ્યા કેવી છે અને કેટલી ઊંચી  છે, કેટલા ઈંડા મૂક્યા છે, કયા મહિને મૂક્યા છે તેના આધારે વરસાદનો વરતારો કાઢવામાં આવે છે. 

ટીટોડી કેટલા ઈંડા મૂકે છે તેના પર અનુમાન
તેઓ વરતારો કાઢવાની રીત વિશે જણાવે છે કે, ટીટોડી અષાઢ મહિનામં ઈંડા મૂકે તે મહત્વનું છે. સાથે જ ટીટોડી કેટલા ઈંડા મૂકે છે તે પણ મહત્વનુ છે. જો તે ચાર ઈંડા મૂકે તો એવુ કહેવાય છે કે, વરસાદના ચારેય મહિના સારા જશે. જો એક ઈંડુ મૂકે તો અષાઢમાં વરસાદ, બે ઈંડા મૂકે તો શ્રાવણ માસમાં વરસાદ, ત્રણ ઈંડા મૂકે તો ભાદરવા મહિનામાં વરસાદ સારો જાય. 

ટીટોડી કઈ જગ્યા પર ઈંડા મૂકે તેનુ અનુમાન
ટીટોડી કઈ જગ્યા પર ઈંડા મૂકે તે પણ વરસાદનો વરતારો કાઢવામાં મહત્વનો ભાગ ભજવે છે. ટિટોડી ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો ચોમાસું ભરપૂર રહે છે. ઈંડા નીચે મૂકે તો ચોમાસું નબળું રહે છે. સૂકા તળાવ વચ્ચે ઈંડા મૂકે તો ચોમાસું નબળું રહે છે.

ઈંડા કેવી રીતે મૂકાયેલા છે તેનુ અનુમાન
આ ઉપરાંત ઈંડા કેવી રીતે મૂકાયેલા છે તેનુ અનુમાન પણ કરાય છે. ઈંડાની અણીઓ નીચે રહે તો સારો વરસાદ થાય છે. 

કેમ ટીટોડી વરસાદના અનુમાન માટે મહત્વનું પક્ષી ગણાય છે
હવે તમને એવો પ્રશ્ન થશે કે દુનિયામાં ઢગલાબંધ પક્ષી છે, પણ ટીટોડી જ કેમ. ટીટોડીના જ ઈંડા પરથી કેમ વરસાદનું અનુમાન કરાય છે. આ વિશે અંબાલાલ પટેલે જણાવ્યું કે, પક્ષીઓ બહુ જ સંવેદનશીલ હોય છે, તેમને કુદરતી આફતો વિશે પહેલા ખબર પડી જતુ હોય છે. પક્ષીઓની ચેષ્ટા, અવાજ, માળા બાંધવાની ક્રિયા પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જેના પર અભ્યાસ થાય છે. માત્ર ટીટોડી જ નહિ, અન્ય પક્ષીઓની હલચલ પણ વરસાદની આગાહી કરે છે. જેમ કે, ચકલીઓ ઘરમાં માળો બનાવે તો સારો વરસાદ જાય. આ ઉપરાંત ચકલી ધૂળમા ન્હાય તો પણ સારો વરસાદ થાય. આ ઉપરાંત મોરનુ ચોમાસામાં બોલવુ પણ સારા વરસાદના સંકેત છે. 

આ પણ જાણી લેજો 
જો ટિટોડી ઈંડા અષાઢ મહિનામાં મૂકે તેમજ ચાર ઈંડા મૂકે તો વરસાદ સારો થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news