Ambalal Patel Prediction : અંબાલાલ પટેલે આગાહી કરતા કહી દીધું : જુલાઈ જવા દો, ઓગસ્ટ તો એના કરતા ભારે જશે
Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી.... વરસાદને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર... ગુજરાતમાં મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ ધડબડાટી બોલાવશે
Trending Photos
Gujarat Weather Forecast : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઈમાં ચોમાસાના ત્રીજા રાઉન્ડ માટે ઘાતક આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવે છે. વરસાદને લઈને અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ ધડબડાટી બોલાવશે. 17થી 19 જુલાઈએ ગુજરાતમાં મેઘતાંડવના એંધાણ છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વધુ એક ભયાનક આગાહી આવી છે. તેઓએ જણાવ્યું કે, અરબ સાગરમાં ભેજનું મજબૂત સિસ્ટમ બનતા ગુજરાતમાં આજે વરસાદ રહેશે. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. તો 17-18-19 જુલાઈએ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 20-21 જુલાઈએ ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન બનશે. જેનું લેન્ડફોલ ઓરિસ્સામાં થશે. જેની અસર ગુજરાતમાં પણ વર્તાશે. એક બાદ એક આવતી સિસ્ટમથી 8 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે. 20 મી જુલાઈથી 3 ઓગસ્ટ સુધી સારો વરસાદ પડશે.
આ વરસાદમાં અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી કે, આ દિવસોમાં ખેડૂતોએ વાવેતર કરવા સારુ છે. પરંતું 3 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધીનો વરસાદ નબળો રહેશે. આ સમયે લીલામાં વાવેતર કરવાથી પાક પીળો પડવાની શક્યતા છે. પરંતું 17 ઓગસ્ટથી વરસાદ ખેડૂતો માટે સારો છે.
ઓગસ્ટ પણ ગુજરાત પર ભારે પડશે
વરસાદને લઈ આંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં અતિવૃષ્ટિ થવાની શક્યતા છે. ઓગસ્ટ મહિનામાં ગુજરાત પાણીથી તરબોળ થશે. સાથે જ આંબાલાલ પટેલે કહ્યું છે કે, 17 જુલાઈ બાદ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ આફત રૂપ બની શકે છે. તો હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી 7 દિવસ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
જામનગરમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. પરંતુ હજુ પણ પાણી ભરાવવાની સમસ્યાથી છૂટકારો મળ્યો નથી..દુકાન ચાલકોની બેદરકારીથી કોમ્પ્લેક્ષના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે...વેપારીઓ પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરતા નથી..તો બીજી તરફ મહાનગર પાલિકા નોટિસ પાઠવી સંતોષ માની રહી છે..પરંતુ પાણી ભરાયેલા રહેતા રોગચાળો ફાટી નીકળવાનો લોકોને ભય સતાવી રહ્યો છે...ટાઉનહોલ, ઈન્દ્રપ્રસ્થ, બેડીગેઈટ સહિતના કેટલાક વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ તળાવમાં ફેરવાયેલા જોવા મળે છે..જેથી તાત્કાલિક અસરથી આ અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાંથી પાણીનો નિકાલ કરવાની માગ કરવામાં આવી છે...જો આ પાણીનો નિકાલ ના થાય તો મચ્છરનો ઉપદ્રવ ફાટી નીકળે તેવી શક્યતા છે..જેથી મનપા તંત્રએ કડક કાર્યવાહી કરવાની જરૂર છે.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ મેથળા બંધારો છલકાયો છે. ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે મેથળા બંધારણમાં પુષ્કળ પાણી આવ્યું છે. વરસાદી પાણીની ભારે આવક થતા મેથળા બંઘારો છલકાયો છે. તળાજા અને મહુવા પંથકના 13 ગામના ખેડૂતોએ લાખોના સ્વખર્ચે અને જાત મહેનતથી મેથળા બંધા નું નિર્માણ કર્યું હતું. મેથળા બંધારો છલકાઈ જતાં ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે