ગુજરાત પર વાવાઝોડાની અસર શરૂ, આજથી પાંચ દિવસ આ શહેરોમાં છે વરસાદની આગાહી

Gujarat Weather Forecast : ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે બિપરજોય વાવાઝોડું... 11થી 13 જૂન વચ્ચે અત્યંત તીવ્ર ગતિએ પવન ફૂંકાવાની શક્યતા... સંભવિત આફતનો સામનો કરવા તંત્રને કરાયું તૈયાર 
 

ગુજરાત પર વાવાઝોડાની અસર શરૂ, આજથી પાંચ દિવસ આ શહેરોમાં છે વરસાદની આગાહી

Ambalal Patel Prediction : ગુજરાતના દરિયાકાંઠા તરફ બિપોરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે. 11 થી 13 જૂન વચ્ચે અત્યંત તીવ્ર ગતિએ પવન ફૂંકાવાની શક્યતા છે. સંભવિત આફતનો સામનો કરવા તંત્રને સાબદું કરાયું છે. બિપરજોય વાવાઝોડાની અસરના પગલે ગુજરાતનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં ઊંચાં મોજાં ઉછળતાં હોવાથી તંત્રએ લોકોને સમુદ્રથી દૂર રહેવાની સૂચના અપાઈ છે. તો બીજી તરફ, વડોદરામાં બિપરજોય વાવાઝોડાને લીધે તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લામાં બધા તલાટીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કરાયો છે. જિલ્લા કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર 1077 જાહેર કર્યો છે. તમામ 8 તાલુકાઓમાં પણ કંટ્રોલ રૂમ શરૂ કર્યો, લાયઝન ઓફિસરની નિમણુંક કરાઈ છે. 

આવામાં હવામાન વિભાગે કહ્યું કે, વાવાઝોડું પાંચ દિવસ સુધી ગુજરાત પહોંચે તેવી કોઈ શક્યતા નથી. વાવાઝોડું પ્રતિ 6 કિમીની ઝડપથી આગળ વધી રહ્યું છે. તે હાલ પોરબંદરથી 930 કિમી અંતરે પહોંચ્યું છે. આમ, ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ઓછ થઈ રહ્યો છે. આગામી 5 દિવસ વાવાઝોડું ગુજરાત પહોંચે તેવો કોઈ અણસાર નથી. તેમજ વાવાઝોડું ગુજરાત પહોંચે તે પહેલા પાકિસ્તાન તરફ ફંટાઈ જાય તેવી શક્યતા વધુ છે. 

પોરબંદરથી 1130 કિમી દૂર અરબ સાગરમાં મંગળવારના રોજ બિપરજોય વાવાઝોડું આકાર લીધું હતું. જેથી ગુજરાતનું તંત્ર એલર્ટ થયુ હતું. ત્યારે હાલ રાહતના શ્વાસ એટલે એ કે, આ વાવાઝોડું ગુજરાત આવે તેવી શ્કયતા ઓછી છે. તો બીજી તરફ, વાવાઝોડાની અસર રૂપે ગુજરાતમાં વરસાદ જોવા મળશે. ગુજરાતમાં વરસાદની આગાહી કરવામા આવી છે. 

ક્યાં કેટલો વરસાદ પડશે
શુક્રવાર - નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર
શનિવાર - સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ, તાપી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર
રવિવાર - વડોદરા, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, વલસાડ, ભરૂચ, તાપી, રાજકોટ, પોરબંદર
સોમવાર - આણંદ, વડોદરા, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, વલસાડ, ભરૂચ, તાપી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર 

તો બીજી તરફ, ગુજરાતમાં 20થી 25 જૂન વચ્ચે મેઘરાજાનું આગમન થશે. કેરળમાં વરસાદની દસ્તક સાથે દેશમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે. આગામી  5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાની અસરથી હાલ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news