વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : પોરબંદરથી દૂર ખસ્યું, હવે ગુજરાતના આ વિસ્તારમાં સીધું ત્રાટકશે

Gujarat Weather Forecast :  કચ્છના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે બિપરજોય વાવાઝોડું... હાલ જખૌ બંદરથી 280 કિલોમીટર દૂર છે બિપરજોય...પોરબંદર અને દ્વારકાથી થોડું દૂર થયું વાવાઝોડું... 

વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : પોરબંદરથી દૂર ખસ્યું, હવે ગુજરાતના આ વિસ્તારમાં સીધું ત્રાટકશે

Ambalal Patel Prediction : ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાનો ખતરો  મંડરાઈ રહ્યો છે. આવતી કાલે સાંજે ગુજરાતના દરિયાકિનારે બિપરજોય વાવાઝોડું ટકરાશે. ત્યારે હવામાન વિભાગના આજના લેટેસ્ટ અપડેટ આવી ગયા છે. સવારે 5.30 કલાકની સ્થિતિમુજબ, હાલ બિપરજોય વાવાઝોડું દ્વારકાથી 290 કિમી દૂર છે. તો જખૌ બંદરથી 280 કિમી દૂર  છે. વાવાઝોડું પોરબંદરથી 350 કિમી દૂર  છે..તો બિપરજોય વાવાઝોડું નલિયાથી 310 કિમી દૂર છે. હાલ બિપરજોય વાવાઝોડું વેરી સિવિયર સાયક્લોનના સ્વરૂપમાં છે. 15 જૂને સાંજે ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડું ટકરાશે. હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

કચ્છના માંડવીથી લઈને પાકિસ્તાનના કરાંચી વચ્ચે જખૌ બંદર નજીક વાવાઝોડું ટકરાશે. હાલના આંકડાને જોતા વાવાઝોડું પોરબંદર અને દ્વારકાના દરિયા કિનારારથી દૂર જઈ રહ્યું છે. જ્યારે કચ્છના જખૌ અને નલિયા તરફ આગળ વધી રહ્યું છે. જખૌથી વાવાઝોડું પસાર થશે ત્યારે 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદની પડી શકે છે. 16 તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી.

ક્યાં પહોંચ્યું વાવોઝોડું?

  • જખૌ બંદરથી 280 કિમી દૂર
  • દેવભૂમિ દ્વારકાથી 290 કિમી દૂર
  • નલિયાથી 310 કિમી દૂર
  • પોરબંદરથી 350 કિમી દૂર
  • જખૌ બંદર પર ટકરાઈ શકે વાવાઝોડું
  • માંડવી અને પાકિસ્તાન વચ્ચે ટકરાવાની શક્યતા

8 જિલ્લામાંથી 37,794 લોકોનું સલામત સ્થળે સ્થળાતંર કરાયું
બિપરજોય વાવાઝોડાના સંકટ અંગે CM ભુપેન્દ્ર પટેલે સમીક્ષા કરી હતી. તેઓએ હાલની પરિસ્થિતિ અંગે કલેક્ટરો પાસેથી વિગતો મેળવી. જેમાં માહિતી મળી કે, 8 જિલ્લામાંથી 37,794 લોકોનું સલામત સ્થળે સ્થળાતંર કરાયું છે. 6,229 અગરિયાઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરાયા છે. 8 જિલ્લામાં NDRFની 15 તથા SDRFની 12 ટીમો તૈનાત છે. માર્ગ-મકાન વિભાગની 115, ઊર્જા વિભાગની 597 ટીમ સજ્જ છે. આર્મી, નેવી અને કોસ્ટગાર્ડ પણ મદદ માટે તૈયાર છે. પૂર સંભવિત વિસ્તારોમાં 239 એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કાવાઈ છે. દરિયાઈ વિસ્તારોમાંથી ભયજનક એવા 4,050 હોર્ડિંગ્સ દૂર કરાયા છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) June 14, 2023

ક્યાં ભારે વરસાદની આગાહી?

  • કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે
  • દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
  • પોરબંદર, રાજકોટમાં ભારે વરસાદ પડી શકે
  • મોરબી અને જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતા
  • સૌરાષ્ટ્રના બાકી વિસ્તારમાં આવી શકે છે વરસાદ
  • ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના

સેનાની ત્રણેય પાંખ સંકટ સમયે મદદે આવી 
જામનગરમાં સેનાના જવાનો બચાવ રાહત કાર્ય માટે દ્વારકા જવા રવાના થયા. બિપરજોય વાવાઝોડાને ધ્યાને લેતા જામનગર મિલિટરી સ્ટેશનથી રવાના કરાયા છે. આર્મીના 78 જેટલા જવાનો 17 વાહનો મારફતે જામનગરના આર્મી કેમ્પથી દ્વારકા તરફ રવાના થયા છે. જામનગરમાં સેનાની ત્રણે પાંખો આર્મી, નેવી અને એરફોર્સ પણ સંકટ સમયે મદદે આવી ગી છે. કલેક્ટર કચેરી જામનગર ખાતે સિવિલ એડમિનિસ્ટ્રેશન અને આર્મી, નેવી અને એરફોર્સના પ્રતિનિધિઓ વચ્ચે પણ બેઠક યોજાઈ હતી.

— Zee 24 Kalak (@Zee24Kalak) June 14, 2023

વડોદરાથી MGVCL ટીમ દ્વારકા મોકલાઈ
બિપરજોય વાવાઝોડાના પગલે MGVCL તંત્ર સતર્ક થઈ છે. શહેરમાંથી MGVCL ની 20 ટીમો દ્વારકા મોકલાઈ છે. 1 હજાર થાંભલા, કેબલો સહિતની વસ્તુઓ પણ દ્વારકા મોકલાઈ છે. જેથી તાત્કાલિક મદદમાં કામમાં આવે. જુનિયર એન્જિનિયર, લાઈન ઇન્સ્પેકટર, લાઈન મેન અને હેલ્પર્સ દ્વારકામાં સંબંધિત કામગીરી કરશે. હજી એક હજાર થાંભલા સહિત અન્ય ચીજવસ્તુઓ જરૂરિયાત મુજબ મોકલાશે. MGVCL દ્વારા વધુ 20 ટીમો સ્ટેન્ડ બાય પણ રખાઈ છે, જેથી નુકસાની બાદ મદદમાં જોતરાઈ શકે. જેટકોના ઉચ્ચ અધિકારીઓ વડોદરાથી કચ્છ પહોંચ્યા છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 13, 2023

24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ 
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં પડ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 5 ઇંચ વરસાદ નોંધાયો. દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને રાજકોટના ઉપલેટામાં 3 ઇંચ જેટલો વરસાદ નોઁધાયો. રાજ્યના 10 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ અને રાજ્યના 31 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news