Shani Vakri: ભલે શનિ વક્રી થાય પરંતુ આ 4 રાશિવાળા પર નહીં થાય અસર, તેમને શનિદેવ રાખશે ખુશખુશાલ

17 જૂનના રોજ શનિ વક્રી થઈ રહ્યો છે. આ દરમિયાન અનેક રાશિઓ પર શનિનો પ્રભાવ પડશે. કેટલીક રાશિઓ માટે સારું તો કેટલાકે ખરાબ પ્રભાવ ઝેલવો પડી શકે છે. પરંતુ 4 રાશિઓ એવી છે જેના પર શનિની અસર બહુ ઓછી જોવા મળે છે. શનિ વક્રી થાય તો તેમના ઉપર પણ અસર નહિવત જોવા મળશે. તેમણે તેનો વધુ પ્રભાવ ઝેલવો પડશે નહીં.

Shani Vakri: ભલે શનિ વક્રી થાય પરંતુ આ 4 રાશિવાળા પર નહીં થાય અસર, તેમને શનિદેવ રાખશે ખુશખુશાલ

17 જૂનના રોજ શનિ વક્રી થઈ રહ્યો છે. આ દરમિયાન અનેક રાશિઓ પર શનિનો પ્રભાવ પડશે. કેટલીક રાશિઓ માટે સારું તો કેટલાકે ખરાબ પ્રભાવ ઝેલવો પડી શકે છે. પરંતુ 4 રાશિઓ એવી છે જેના પર શનિની અસર બહુ ઓછી જોવા મળે છે. શનિ વક્રી થાય તો તેમના ઉપર પણ અસર નહિવત જોવા મળશે. તેમણે તેનો વધુ પ્રભાવ ઝેલવો પડશે નહીં. શનિદેવ કુંભ અને મકર રાશિના સ્વામી છે. શનિની મહાદશા હોય કે પછી શનિની સાડાસાતી અને ઢૈયા આ રાશિના જાતકો પર શનિદેવનો કોપ પડતો નથી. આમ તો શનિદેવ ન્યાયના દેવતા ગણાય છે. તેઓ જાતકોને પોતાના કર્મો પ્રમાણે  ફળ આપે છે. જાણો એવી કઈ રાશિ છે જેના પર શનિદેવ કૃપા વરસાવતા રહે છે. 

તુલા રાશિ
એવું કહેવાય છે કે શનિ તુલા રાશિમાં ઉચ્ચનો હોય છે, આથી આ રાશિના લોકોને શનિ ક્યારેય પરેશાન કરતા નથી. આ ઉપરાંત તુલા રાશિના જાતકો વિશે વાત કરીએ તો આ રાશિના લોકો ખુબ ઈમાનદાર,  કર્મઠ અને તમામનું હિત કરનારા હોય છે. આથી શનિ આવા જાતકોને પરેશાન કરતા નથી. 

વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા પર શનિદેવનો પ્રભાવ ઓછો હોય છે. જો ખુબ જ વિપરિત સ્થિતિ હોય તો પણ તેમને ઓછામાં ઓછું નુકસાન થાય છે. હકીકતમાં તેનું કારણ વૃષભ  રાશિના લોકોનો સ્વભાવ કહી શકાય. હકીકતમાં વૃષભ રાશિના લોકો સ્વભાવે ખુબ જ શાંત અને કોમળ હોય છે. કોઈનું પણ અહિત કરવાનું તેમના સ્વભાવમાં નથી હોતું. 

ધનુ રાશિ
ધનુ રાશિના લોકોને પણ શનિની સાડાસાતી કે ઢૈયામાં કોઈ ખાસ ફરક પડતો નથી. આ રાશિનો સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે. શનિદેવ અને ગુરુની મિત્રતાના કારણે ધનુ રાશિના લોકો ઉપર પણ શનિ કોઈ ખાસ પ્રભાવ નાખતા નથી. 

મકર રાશિ
મકર રાશિની વાત કરીએ તો આ રાશિના સ્વામી ખુદ શનિદેવ છે. એવું કહેવાય છે કે શનિદેવ આ રાશિના લોકોને ખુબ ઓછો પ્રતિકૂળ પ્રભાવ આપે છે કારણ કે આ રાશિના લોકો મહેનતથી ચીજો મેળવવા પર વિશ્વાસ ધરાવે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news