ગુજરાતના માથે મંડરાઈ રહ્યું છે મારફાડ વાવાઝોડાનું સંકટ! છાપરા ઉડી જાય એટલી ઝડપે આવી રહ્યું છે વાવાઝોડું

Gujarat Weather Updates: આગામી 24 કલાક સુધી ગુજરાતના માથા પર વાવાઝોડાનો ખતરો લટકતો રહેશે. 11 મી જૂન સુધીમાં આ વાવાઝોડું પ્રતિ કલાક 140 કિમીની ઝડપ પકડે તેવો ભય. માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઈ. તંત્રએ જાહેર કર્યું છે અલર્ટ.

ગુજરાતના માથે મંડરાઈ રહ્યું છે મારફાડ વાવાઝોડાનું સંકટ! છાપરા ઉડી જાય એટલી ઝડપે આવી રહ્યું છે વાવાઝોડું

Gujarat Weather/ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વિનાશક વાવાઝોડાનો ખતરો. વાવાઝોડું ગુજરાતમાં લાવી શકે છે તારાજી. શાંત દેખાતી પરિસ્થિતિમાં ઉભું થઈ શકે છે ભયાનક તોફાન. આ તોફાન લાવનાર વાવાઝોડાનું નામ છે બીપોરજોય વાવાઝોડું. ચોમાસાના પ્રારંભે જ ગુજરાત પર વાવાઝોડાનો ભય દેખાઈ રહ્યો છે. 

આગામી 24 કલાક ગુજરાત પર મોટો ખતરોઃ
ઉલ્લેખનીય છેકે, અરબી સમુદ્રમા સર્જાયેલા બીપોરાય' નામનુ વાવાઝોડુ પ્રતિકલાકે ૪ કિ.મી.ની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જે 11મી જૂન સુધીમાં પ્રતિ કલાક ૧૮૦ કિમી.ની સ્પીડ પકડી લે તેવો ભય સેવાય છે. હાલમાં ગુજરાતના પોરબંદરથી આ વાવાઝોડુ ૧,૧૩૦ કિ.મી.ની દુરના અંતર સુધી પહોચ્યું છે. આગામી ૨૪ કલાકમાં આ વાવા ઝોડુ વધુ જોર પકડી ગુજરાત તરફ આગળ વધે તેવા સંકેતો મળ્યાં છે.

માછીમારોને દરિયો ન ખેડવા સુચનાઃ
વાવાઝોડા અને પવનની ગતિને પગલે તંત્ર દ્વારા અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડુ ક્યારે ટકરાશે તેના માટે આગામી ૨૪ કલાક નિર્ણાયક બનશે. વાવાઝોડાના સંકેતોના પગલે ગુજરાતના માછીમારોને દરિયો નહી ખેડવાની સુચના આપવામાં આવી છે.

હાલ ક્યાં પહોંચ્યું છે વાવાઝોડું?
હવામાન ખાતાએ આગાહી કરી છેકે, અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા બીપોર જોય એ ડિપ ડિપ્રેશનના કારણે જોર પકડ્યું છે. છેલ્લા ૬ કલાકની સ્થિતિમાં પ્રતિકલાકે 4 કિ.મી.ની ઝડપે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. હાલની સ્થિતિ મુજબ આ વાવાઝોડુ ગોવાથી ૯૨૦ કિમી. દક્ષિણ- પશ્ચિમ તરફ મુંબઈથી ૧,૦૫૦ કિ.મી. અને પોરબંદરથી ૧,૧૩૦ કિ.મી દુર છે. આગામી ૨૪ કલાકમાં આ વાવાઝોડુ વધુ જોર પકડી ગુજરાતના દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધી શકે છે.

અરબ સાગર પરના ચક્રવાત દક્ષિણ  પૂર્વ અરબી સમુદ્રમાંથી બને છે. ઘણીવાર બંગાળની ખાડીમાંથી ઉદભવતા ચક્રવાતોનો પણ એક ભાગ હોય છે. ભારતમાં અરબ સાગર કરતા બંગાળની ખાડીમાં વાવાઝોડા વધુ સર્જાય છે. મોટાભાગના ચક્રવાતી તોફાનો જમીન વિસ્તાર સાથે ટકરાઈને નબળા પડે છે. 

કયા-કયા રાજ્યોમાં થશે વાવાઝોડાની અસર?
ચક્રવાતની અસરથી કાંઠા વિસ્તારમાં તેજ પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ ઉપરાંત મોજા ઉછળવાથી દરિયાના પાણી જમીન વિસ્તારમાં આવી જતાં હોય છે. દેસના કાંઠા વિસ્તારમાં આવેલા નામિલનાડુ અડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ, કેરલ, ગુજરાત અને કણાટકના લોકોને ચક્રવાતની અસર થાય છે. ગુજરાત તરફ આવતા અનેક વાવાઝોડા અંતિમ સમયે ફંટાઈ જાય છે. 

ગુજરાતમાં કયારે આવ્યું હતું સૌથી વિનાશક વાવાઝોડું?
ગુજરાતમાં અત્યારસુધીમાં આવેલા વાવાઝોડાઓની વાત કરવામાં આવે તો વર્ષ-૧૯૮૨ અને ૧૯૯૮માં આવેલા વાવાઝોડાએ ભારે તબાહી સર્જી હતી. ૪થી ૯ નવેમ્બર ૧૯૮૨માં સૌરાષ્ટ્રના દરિયા પાસે સર્જાયેલા વાવાઝોડાના કારણે ૫૦૭ જેટલા લોકોના મોત નિપજ્યા હતા અને ૧.૫ લાખ જેટલા ઘરને નુકશાન થયુ હતું. તા.૪થી ૧૦ જૂન ૧૯૯૮માં રાજ્યના સૌથી ભયાવહ વાવાઝોડાએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે તબાહી સર્જી હતી,જેમાં ૧.૧૭૩ લોકોના મોત થયા હતા અને ૧,૭૭૪ લોકો લાપતા થયા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news