ગુજરાત વિદ્યાપીઠમાં વિવાદ વકર્યો, નવા કુલપતિની નિમણૂકના વિરોધમાં 8 ટ્રસ્ટીઓના રાજીનામાં
ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓમાંથી સુદર્શન આયંગર, મંદા પરીખ, કપિલ શાહ, માઈકલ મઝગાવકર, ઉત્તમ પરમાર, ચૈતન્ય ભટ્ટ, અનામીક શાહ અને નીતા હારડીકર નામના 8 ટ્રસ્ટીઓએ રાજીનામાં આપ્યા છે.
Trending Photos
અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠમાં કુલપતિ તરીકેનો વિવાદ વધુ વકરી રહ્યો છે. ગૂજરાત વિદ્યાપીઠના ઈતિહાસમાં 100 વર્ષ બાદ કુલપતિ તરીકે ગવર્નર આચાર્ય દેવવ્રતની નિમણૂંકના વિરોધમાં ગુજરાત વિદ્યાપીઠના 9 ટ્રસ્ટીઓએ રાજીનામું આપ્યું છે. આજે વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ પૈકી 8 ટ્રસ્ટીઓએ રાજીનામાં આપ્યા છે, જોકે હજુ રાજીનામાં સ્વીકારવામાં આવ્યા નથી. અન્ય ટ્રસ્ટીઓ દ્વારા રાજીનામાં આપનાર ટ્રસ્ટીઓ સાથે સંવાદ કરશે, જે બાદ નિર્ણય કરવામાં આવશે.
કોણ છે 9 ટ્રસ્ટીઓ જેમણે રાજીનામું આપ્યું?
ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓમાંથી સુદર્શન આયંગર, મંદા પરીખ, કપિલ શાહ, માઈકલ મઝગાવકર, ઉત્તમ પરમાર, ચૈતન્ય ભટ્ટ, અનામીક શાહ અને નીતા હારડીકર નામના 8 ટ્રસ્ટીઓએ રાજીનામાં આપ્યા છે. કુલપતિની નિમણૂકથી નારાજગી હોવાને કારણે રાજીનામાં આપ્યા છે તથા કુલપતિની નિમણૂકને લઈને રોષ પણ ઠાલવ્યો છે.
ગૂજરાત વિદ્યાપીઠના ઇન્ચાર્જ કુલસચિવ નિખિલ ભટ્ટે ખુલાસો કરી જણાવ્યું કે, 8 ટ્રસ્ટીઓના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. વિદ્યાપીઠની મંડળની બેઠક મળી હતી, જેમાં 9 ટ્રસ્ટીઓએ નિવેદન આપીને 8એ રાજીનામાં આપ્યા છે. રાજીનામાં આપનાર 8 ટ્રસ્ટીઓએ સાથે અન્ય 8 ટ્રસ્ટીઓ સંવાદ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે