ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સોમવારે મોડી રાત્રે તબિયત લથડી હતી. જેથી તેઓને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા છે. રાજેન્દ્ર ત્રિવેદી (rajendra trivedi) ને હાર્ટની તકલીફ થતા પહેલા ગાંધીનગર સિવિલ લઈ જવાયા હતા. બાદમા અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલમા લઈ જવાયા હતા. 
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સોમવારે મોડી રાત્રે તબિયત લથડી હતી. જેથી તેઓને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા છે. રાજેન્દ્ર ત્રિવેદી (rajendra trivedi) ને હાર્ટની તકલીફ થતા પહેલા ગાંધીનગર સિવિલ લઈ જવાયા હતા. બાદમા અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલમા લઈ જવાયા હતા. 

સત્ર દરમિયાન 12 ધારાસભ્યો કોરોના પોઝિટિવ નીકળ્યા 
કોરોનાના કહેર વચ્ચે ગુજરાત વિધાનસભા (gujarat vidhansabha) નું બજેટ સત્ર યોજાયું હતું. આ દરમિયાન અનેક ધારાસભ્યો અને સરકારી અધિકારીઓમાં કોરોના સંક્રમણ ફેલાયું હતું. એક પછી એક ધારાસભ્યોને કોરોના હોવાના અહેવાલ સામે આ્વયા હતા. જોકે, આ પહેલા મહેસૂલ મંત્રી કૌશિક પટેલની પણ ગૃહમા તબિયત બગડી હતી. જેઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. અત્યાર સુધી ગુજરાત વિધાનસભામાં એક મંત્રી સહિત કુલ 180 માંથી 12 ધારાસભ્યો કોરોના પોઝિટિવ થયા છે. 

આ પણ વાંચો : લક્ષણો વગરનો કોરોના 13 વર્ષના સુરતી બાળકને ભરખી ગયો, માત્ર 5 કલાકમાં ગયો જીવ

વિધાનસભા ગૃહમાં રાજેન્દ્ર ત્રિવેદી વારંવાર માસ્ક પહેરવાની અપીલ કરતા 
રાજેન્દ્ર ત્રિવેદી મૂળ વડોદરાના રાવપુરા વિસ્તારના ધારાસભ્ય છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાના ધારાસભ્ય બાબુભાઈ જમના પટેલ કોરોના પોઝીટીવ આવતા આજે વિધાનસભાગૃહમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા દરેક ધારાસભ્યને માસ્ક પહેરવાની ટકોર પણ કરી હતી. કૉંગ્રેસનાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને અધ્યક્ષએ કહ્યુ હતું કે, તમે છીંક ખાઇ રહ્યાં છો તો માસ્ક પહેરી રાખો. ભાજપના ધારાસભ્ય શભુજી ઠાકોરને પણ માસ્ક પહેરવાની ટકોર અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી. આમ, વિધાનસભા ગૃહ દરમિયાન તેઓ અનેકવાર માસ્ક મુદ્દે ટકોર કરતા રહ્યા હતા. 

કોણ કોણ પોઝિટિવ આવ્યા
ઈશ્વરસિહ પટેલ (મંત્રી), બાબુભાઈ પટેલ, શૈલેશ મહેતા, મોહનસિંહ ઢોડિયા, પુંજાભાઈ વંશ, નૌશાદ સોલંકી, ભીખાભાઈ બારૈયા, વિજય પટેલ, ભરતજી ઠાકોર

ગુજરાતમાં રસીકરણે વેગ પકડ્યો, 75 લાખ લોકોએ વેક્સીન લીધી 
એક તરફ રાજ્યમાં રોકેટ ગતિએ કોરોનાના કેસ વધી રહ્યા છે. તો બીજી તરફ હવે રસીકરણ અભિયાને પણ વેગ પકડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 75 લાખથી વધુ લોકોએ રસી લીધી છે. સોમવારે એક જ દિવસમાં રાજ્યમાં 3 લાખથી વધુ લોકોએ રસી લીધી છે. કુલ 75 લાખથી વધુ લોકોમાં પહેલો ડોઝ લેનારા લોકોની સંખ્યા 67 લાખથી વધારે છે. જ્યારે બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા 8 લાખથી વધારે છે. જેમાં 4 મહાનગરમાં જ 20 ટકા જેટલું રસીકરણ થયું છે. અમદાવાદમાં 5.94 લાખ લોકોએ રસી લીધી છે. જ્યારે સુરતમાં 4.64 લાખ લોકોએ રસી લીધી. તો વડોદરામાં 2.22 લાખ લોકોએ રસી લીધી. રાજકોટમાં 1.87 લાખ લોકોએ રસી લીધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news