દિવાળી પહેલા રાજકોટના પરિવારમાં માતમ, ઋષિકેશમાં નદીમાં આચમન કરતા સમયે 3 ગુજરાતી ડૂબ્યા
ઋષિકેશમાં ગુજરાતથી ફરવા ગયેલા રાજકોટના પરિવારને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. લક્ષ્મણઝુલા પાસેના સંગમ સ્થળ ફુલચટ્ટીમાં રાજકોટથી ફરવા ગયેલા પરિવારના ત્રણ સદસ્યો ગંગા નદીમાં ડૂબી ગયા હતાલાગ્યો નથી.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ઋષિકેશમાં ગુજરાતથી ફરવા ગયેલા રાજકોટના પરિવારને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. લક્ષ્મણઝુલા પાસેના સંગમ સ્થળ ફુલચટ્ટીમાં રાજકોટથી ફરવા ગયેલા પરિવારના ત્રણ સદસ્યો ગંગા નદીમાં ડૂબી ગયા હતા. ગંગામાં આચમન કરતા સમયે આ ઘટના બની હતી. સોમવારે સાંજે ઋષિકેશના ભીમચડ્ડામાં પરિવારની 18 વર્ષીય દોહિત્રી સોનલ ગંગા નદીના પ્રવાહમાં તણાતાં તેને બચાવવા તેનાં નાની તરુલતાબેન નદીમાં કૂદ્યાં હતાં. આ દૃશ્ય જોઈને બંનેને બચાવવા તરુલત્તાબેનના જમાઇ અને સોનલના પિતા અનિલભાઇ પણ નદીમાં પણ કૂદ્યા હતા. એકસાથે એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્ય નદીમાં તણાઇ ગયા હતા, જેમાં તરૂલતાબેનનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે ઘટનાના 36 કલાક પછી પણ અનિલભાઇ અને સોનલનો કોઇ પત્તો લાગ્યો નથી.
દીકરી નદીમાં પડતા પિતા અને નાની તેને બચાવવા કૂદ્યા
દિવાળી પહેલા જ રાજકોટના પરિવારમાં માતમ છવાયો છે. રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતો કારિયા પરિવાર ઋષિકેષ દિવાળીની રજાઓ પર ફરવા ગયો હતો. સોમવારના રોજ ઋષિકેશના ભીમચડ્ડામાં પરિવાર ગંગા નદીમાં આચમન કરવા ગયો હતો. આ સમયે 18 વર્ષીય સોનલ કારિયા અચાનક નદીમાં પડી હતી, તેને બચાવવા માટે તેના નાની તરુલતાબેન અને સોનના પિતા અનિલભાઈ નદીમાં પડ્યા હતા. આમ, જોતજોતામાં એક જ પરિવારના ત્રણ લોકો ગંગા નદીના તેજ પ્રવાહમાં તણાયા હતા.
વિજય રૂપાણીએ પરિવારને સાંત્વના આપી
ઘટના બાદ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલ એસડીઆરએફ, લક્ષ્મણ ઝુલા પોલીસ અને જિલ્લા પોલીસે બચાવ અભિયાન શરૂ કર્યુ હતું, પરંતુ અત્યાર સુધી માત્ર નાનીનો જ મૃતદેહ મળી આવ્યો છે. જોકે, ભારે શોધખોળ બાદ નાની તરુલતાબેનનો મૃતદેહ મળી આવ્યો છે. જોકે, અનિલભાઈ અને સોનલના મૃતદેહનો કોઈ પત્તો નથી લાગ્યો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઋષિકેશમાં રહેલા તરૂલતાબેનના પતિ દિલીપભાઈ કારિયા સાથે વાતચીત કરી સાત્વના પાઠવી હતી. તેમજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને પ્રસાશન સાથે વાત કરી દિલીપભાઈની મદદ કરવા ભલામણ પણ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે