નવું જીવનદાન! સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયના દાનની આડત્રીસમી અને ફેફસાના દાનની બારમી ઘટના

સુરતની યુનિટી હોસ્પિટલથી અમદાવાદનું ૨૭૬ કિ.મીનું અંતર ૧૧૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ભુજની રહેવાસી ૨૯ વર્ષીય યુવતીમાં કરવામાં આવ્યું. આ ઓપરેશન અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું. ચેન્નઈનું ૧૬૧૦ કિ.મી.નું અંતર ૨૧૦ મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ સુદાનની નાગરિકતા ધરાવતા ૨૩ વર્ષીય યુવકમાં ચેન્નાઈની MGM હોસ્પિટલમાં કરવામાં આવ્યું. 

નવું જીવનદાન! સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયના દાનની આડત્રીસમી અને ફેફસાના દાનની બારમી ઘટના

ચેતન પટેલ, સુરતઃ દર્શન રોહાઉસ, કરડવા ગામ, ડીંડોલી મુકામે રહેતો અને ઓનલાઈન સાડી વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલો પ્રયાગ તા. ૭ નવેમ્બરના રોજ મુંબઈથી પોતાના મિત્રો સાથે મોટરકારમાં સુરત આવી રહ્યો હતો ત્યારે ચારોટી પાસે ટાયર ફાટતા મોટરકાર ડીવાઈડર સાથે અથડાતા પ્રયાગને માથામાં અને કરોડરજ્જુમાં ઈજાઓ થવાથી કાસામાં આવેલ સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વાપીની હરિયા હોસ્પીટલમાં દાખલ કરી વધુ સારવાર માટે સુરતની યુનિટી હોસ્પીટલમાં ન્યુરોસર્જન ડૉ.ધવલ પટેલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં સોજો અને લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ કરોડરજ્જુના મણકામાં ફ્રેકચર થયું હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ પ્રયાગની તબિયત વધુ ગંભીર થતા MRI કરાવતા મગજમાં લકવાની અસર જણાતા તા. ૧૪ નવેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ.ધવલ પટેલે ક્રેનીયોટોમી કરી મગજનો સોજો દુર કર્યો હતો.

No description available.

સોમવાર, તા.૧૫ નવેમ્બરના રોજ યુનિટી હોસ્પીટલના ડોકટરોએ પ્રયાગને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પ્રયાગના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. દેશની વિવિધ ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલોમાં B+ve બ્લડગ્રૂપનું કોઈ ભારતીય દર્દી ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયાર ના હોવાને કારણે NOTTO દ્વારા ફેફસાંની ફાળવણી ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ સુદાનની નાગરિકતા ધરાવતા ૨૩ વર્ષીય યુવકને કરવામાં આવી હતી.

No description available.

દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી ૩૫ વર્ષીય મહિલામાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરની રહેવાસી ૩૦ વર્ષીય મહિલામાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ જુનાગઢના રહેવાસી ૩૬ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC માં, હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ભુજની રહેવાસી ૨૯ વર્ષીય યુવતીમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ યુવતીને જન્મજાત હૃદયની તકલીફ હતી. ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ સુદાનની નાગરિકતા ધરાવતા ૨૩ વર્ષીય યુવકમાં ચેન્નાઈની MGM હોસ્પિટલમાં આવ્યું છે. 

ગુજરાતમાંથી હૃદયદાનની બાવનમી અને ફેફસાંના દાનની પંદરમી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા આડત્રીસ હૃદય દાન અને ૧૨ જોડ ફેફસા દાન કરાવવામાં આવ્યા છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૪૧૨ કિડની, ૧૭૫ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૮ હૃદય, ૨૪ ફેફસાં અને ૩૧૬ ચક્ષુઓ સહીત કુલ ૯૭૩ અંગો અને ટીસ્યુઓ તેમજ બે હાથનું દાન મેળવીને ૮૯૧ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news