PM Modi માટે નિમ્ન ભાષાનો ઉપયોગ કરતો AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો Video Viral

નારીનું અપમાન, દેશના પ્રધાનમંત્રીનું અપમાન, ગુજરાતના સપૂતનું અપમાન, આવી નિમ્ન સ્તરનું રાજકારણ કરનારને ગુજરાત તથા દેશની જનતા માફ નહી કરે. 

PM Modi માટે નિમ્ન ભાષાનો ઉપયોગ કરતો AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો Video Viral

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં વિવાદીત નિવેદનબાજી શરૂ થઇ ગઇ છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઇને અપશબ્દ કહેવાનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં ગોપાલ ઇટાલિયાએ નિવેદનબાજીમાં તમામ મર્યાદાઓને પન પાર કરી છે. ગોપાલ ઇટાલિયાના વિવાદિત નિવેદન પર ભાજપ આક્રમક થઇ ગઇ છે. ભાજપ તરફથી નિવેદનની નિંદા કરવામાં આવી છે અને આ મામલે એફઆઇઆર દાખલ કરવાની વાત કહેવામાં આવી છે. 

આ સંબંધમાં ભાજપના નેતા અમિત માલવીયએ વીડિયો ટ્વીટ કર્યો છે. તેમાં આપ નેતા ગોપાલ ઇટાલિયાએ પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને નાટક ગણાવ્યો છે. આ સાથે જ તે અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે શું આ પહેલાં ક્યારેય કોઇ પ્રધાનમંત્રીએ આવું કોઇ નાટક કર્યું છે? 

— Amit Malviya (@amitmalviya) October 9, 2022

આ દરેક ગુજરાતીનું અપમાન છે: અમિત માલવીયા
ગોપાલ ઇટાલિયાના વીડિયો પર અમિત માલવીયાએ લખ્યું- કેજરીવાલનો જમણો હાથ અને આપના ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, કેજરીવાલના સ્તર સુધી નીચે ગયા. પ્રધાનમંત્રીને નીમ્ન શબ્દો કહ્યા.  આ પ્રકારના નિમ્ન શબ્દોનો ઉપયોગ કરવો અને ગુજરાતના ગૌરવ અને ધરતીના પુત્રીને ગાળ આપવી તે ગુજરાતીનું અપમાન છે, જેણે 27 વર્ષ સુધી તેમને અને ભાજપને વોટ આપ્યો છે. 

મહિલાઓ પ્રત્યે અપમાનજનક ભાષા
અમિત માલવીયાએ બીજા ટ્વીટમાં લખ્યું કે- પ્રધાનમંત્રીને નિમ્ન શબ્દ કહેવા જેટલા અપમાનજનક છે, તે પ્રકારે ખોટા શબ્દનો ઉપયોગ કરવો પણ અપમાનજનક છે, કારણ કે આ મહિલાઓ પ્રત્યે એકદમ અપમાનજનક છે. આ ભારતની નારી શક્તિનું અપમાન છે. જનતા તેના માટે આપ અને અરવિંદ કેજરીવાલને માફ કરશે નહી. 

દિલ્હી ભાજપ એફઆઇઆર નોંધાવશે
તો બીજી તરફ ભાજપના નેતા હરીશ ખુરાનાએ ટ્વીટ કર્યું અને કહ્યું કે હું ભાજપ તરફથી દિલ્હીમાં ગોપાલ ઇટાલિયા વિરૂદ્ધ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવા જઇ રહ્યો છું. તમે પ્રધાનમંત્રીને અપશબ્દો કહી રહ્યા છે. સાર્વજનિક રૂપથી ખોટી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છો. 

સિંધિયાએ કહ્યું- ગુજરાત અને દેશની જનતા માફ નહી કરે
કેંન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે એવા નિમ્ન અપશબ્દો ઉપયોગ કરનાર વ્યક્તિ દેશના પ્રધાનમંત્રીને અપશબ્દ કહી રહ્યા છે. આ મહાશય ગુજરાતના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ છે. નારીનું અપમાન, દેશના પ્રધાનમંત્રીનું અપમાન, ગુજરાતના સપૂતનું અપમાન, આવી નિમ્ન સ્તરનું રાજકારણ કરનારને ગુજરાત તથા દેશની જનતા માફ નહી કરે. 

શું કેજરીવાલ સસ્પેંડ કરશે
તો બીજી તરફ શહજાદ જય હિંદે કહ્યું કે આપએ તમામ મર્યાદાઓ ઓળંગી છે. ગોપાલ ઇટાલિયાએ પીએમ મોદી વિરૂદ્ધ જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કર્યો. હિંદુ સમુદાયના વિરૂદ્ધ નિમ્ન શબ્દો ઉપયોગ કર્યા છે. આપનો અસલી ચહેરો. હિંદુઓને ગાળો આપો, ગુજરાતને ગાળો આપો. પીએમ પદને ગાળો આપો. ઓબીસી સમાજને ગાળો આપો. શું કેજરીવાલ સસ્પેંડ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news