Mangal Gochar 2022: દિવાળી બાદ આ 5 રાશિના જાતકો થઈ જાય સાવધાન, 30 ઓક્ટોબરથી શરૂ થશે ભારે સમય

Mangal Gochar 2022: મંગળ ગોચર ઘણી રાશિ માટે કષ્ટદાયક સાબિત થઈ શકે છે. તેવામાં કેટલાક રાશિના જાતકોને દિવાળી બાદ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે. 

Mangal Gochar 2022: દિવાળી બાદ આ 5 રાશિના જાતકો થઈ જાય સાવધાન, 30 ઓક્ટોબરથી શરૂ થશે ભારે સમય

નવી દિલ્હીઃ Mangal Rashi Parivartan October 2022: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે તો તેનો પ્રભાવ દરેક 12 રાશિઓ પર પડે છે. કેટલીક રાશિઓ માટે આ રાશિ પરિવર્તન શુભ હોય છે અને કેટલીક રાશિના લોકોએ કષ્ટનો સામનો કરવો પડે છે. જ્યોતિષ ગણના અનુસાર મંગળ ગ્રહ 30 ઓક્ટોબરે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મંગળ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિની મુશ્કેલી વધી શકે છે. 

મેષ રાશિ
મંગળના મિથુન રાશિમાં પ્રવેશ કરવાથી મેષ રાશિના જાતકોની મુશ્કેલી વધી શકે છે. આ દરમિયાન તમે વાદવિવાદથી દૂર રહો. મંગળ ગોચરને કારણે તમારા સંબંધમાં તણાવ વધી શકે છે.

વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે મંગળ ગોચર કષ્ટકારી સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારે લવ લાઇફમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આર્થિક મુશ્કેલી વધી શકે છે. પારિવારિક વિવાદ વધવાની સંભાવના છે. 

કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે મંગળ ગોચરનો સમય શુભ માનવામાં આવી રહ્યો નથી. આ દરમિયાન તમારા ખર્ચમાં વૃદ્ધિ થઈ શકે છે. જેના કારણે તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. 

મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે મંગળ ગોચર અશુભ સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. રોકાણ માટે આ સમય અનુકૂળ નથી. 

મીન રાશિ
મીન રાશિના જાતકો મંગળ ગોચરના સમયમાં કોઈ નવા કામની શરૂઆત કરવાથી બચો. આ દરમિયાન તમારી સુખ-સુવિધામાં કમી થઈ શકે છે. માતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. કાર્યસ્ળથ પર ફેરફાર સંભવ છે. 

(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓના આધારે છે. ઝી 24 કલાક તેની પુષ્ટી કરતું નથી. તમે કોઈ જ્યોતિષની સલાહ લઈ શકો છો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news