ગુજરાતની જેલો પણ કરે છે કરોડોની આવક, આ પ્રકારે કરાવે છે કદીઓ પાસે કામ

રાજ્યભરની વિવિધ જેલોમાં સજા કાપી રહેલા કેદીઓ દ્વારા કરવામાં આવતી પ્રવૃતિના કારણે જેલ વિભાગને વર્ષે કરોડોની આવક થઇ રહી છે. જેલમાં કેદીઓને સ્કીલ ડેવલપમેન્ટ હેઠળ વિવિધ પ્રવૃતિઓ શીખવવામાં આવે છે.

ગુજરાતની જેલો પણ કરે છે કરોડોની આવક, આ પ્રકારે કરાવે છે કદીઓ પાસે કામ

મૌલિક ધામેચા, અમદાવાદ: રાજ્યભરની વિવિધ જેલોમાં સજા કાપી રહેલા કેદીઓ દ્વારા કરવામાં આવતી પ્રવૃતિના કારણે જેલ વિભાગને વર્ષે કરોડોની આવક થઇ રહી છે. જેલમાં કેદીઓને સ્કીલ ડેવલપમેન્ટ હેઠળ વિવિધ પ્રવૃતિઓ શીખવવામાં આવે છે અને તેના આધારે થતા ઉત્પાદનથી વર્ષે કરોડો રૂપિયાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં જેલમાં રહેલા કેદીઓ માટે અન્ય પ્રવૃતિઓ પણ શરૂ કરવામાં આવી રહી છે. જેનાથી જેલ ઉદ્યોગ માલામાલ છે.

ગુનાની સજા કાપી રહેલા કેદીઓ દ્વારા જેલમાં વિવિધ પ્રકારની પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જેમાં વણાટકામ, દરજી કામ, સુથારી કામ, કેમિકલ, બેકરી ઉત્પાદન, ભજીયા હાઉસ વગેરે પ્રવૃતિઓ હાલ ચાલુ છે. જેલમાં સજા કાપી રહેલા અનેક કેદીઓ દ્વારા પોતાની સ્કીલ મુજબ કામગીરી કરવામાં આવે છે. જેના વેચાણના કારણે વર્ષે જેલને કરોડોની આવક થયા છે. મહત્વનું છે કે દર વર્ષે આ ઉત્પાદન દ્વારા થતી આવકનો ગ્રાફ ઉંચો જઇ રહ્યો છે અને જેલની આવક સતત વધતી રહી છે.

રાજ્યની તમામ જેલની આવકના આંકડા

વર્ષ આવક
2013-14 9 કરોડ 99 લાખ 98 હજાર 161 રૂપિયા
2014-15 8 કરોડ 93 લાખ 32 હજાર 370 રૂપિયા
2015-16 9 કરોડ 35 લાખ 37 હજાર 120 રૂપિયા
2016-17 8 કરોડ 93 લાખ 36 હજાર 716 રૂપિયા
2017-18 7 કરોડ 96 લાખ 01 હજાર 448 રૂપિયા

જેલમાં ચાલતી કામગીરીથી કેદીઓમાં એક નવી આવડત ઉભી થાય છે. તો બીજી તરફ તેની આવકથી નવી નવી અન્ય પ્રવૃતિઓ પણ ચાલુ કરવામાં આવી રહી છે. જેમાં ઉદ્યોગો ચાલુ કરવામાં આવી રહ્યાં છે. જેલમાં રહેલી મહિલા આરોપીઓ માટે પણ ખાસ હાલમાં સેન્ટરી પેડ બનાવવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રવૃતિના આધારે સજા કાપી બહાર આવતા કેદીઓને પોતાના જીવન નીર્વાહ માટે જરૂરી બની શકે તે માટે આ પ્રકારની ખાસ તાલીમ પણ જેલમાં જ આપવામાં આવે છે.

સાથે સાથે જેલમાં તાલીમ દરમિયાન મળેલા યુનિવર્સીટીની ડીગ્રીઓ નોકરી મેળવવા માટે પણ ઉપયોગી થાય છે. ઉપરાંત જેલમાંથી સજા કાપી છુટ્યા બાદ ધંધો શરૂ કરવા લોન મેળવવા માટે પણ આ ડીગ્રી અને જેલમાંથી મળેલા પ્રમાણપત્રો ઉપયોગી થયા છે. હાલમાં અમદાવાદની વાત કરીએ તો 276 જેટલા બંદીભાઇઓ આ અલગ અલગ કામોમાં જોડાયેલા છે અને તેનાથી અમદાવાદની મધ્યસ્થ જેલને કેટલો નફો થયા છે તે આ પ્રમાણે છે.

સેન્ટ્રલ જેલમાં ચાલતા ઉદ્યોગોનો ચાલુ વર્ષે નફો

વિભાગ આવક
વણાટ 13 લાખ 26 હજાર 085 રૂપિયા
દરજી 07 લાખ 77 હજાર 994 રૂપિયા
સુથારી 03 લાખ 55 હજાર 465 રૂપિયા
બેકરી 06 લાખ 52 હજાર 959 રૂપિયા
ભજીયા 09 લાખ 57 હજાર 376 રૂપિયા
બુક બાઈન્ડીંગ 01 લાખ 08 હજાર 697 રૂપિયા
ધોબી 64 હજાર 893 રૂપિયા

એક તરફ જેલમાં રહેલા કેદીઓ દ્વારા કરોડોની આવક ઉભી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ તે જ આવકમાંથી જેલમાં નવા ઉદ્યોગો ચાલુ કરી અન્ય કેદીઓને પણ તેનો લાભ મળે અને તેમની સ્કીલ ડેવલપ થયા તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. મહત્વની વાત તો એ છે કે, જેલની આવક વધે કે ન વધે પરંતુ કેદીઓને જેલમાં મળતી તમામ ટ્રેનીંગ જેલમાંથી છુટ્યા બાદ તેમના જીવન નીર્વાહ માટે ઉપયોગી નીવડેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news