મહુવામાં ‘સમાજ’ માટે રમાયું રાજકારણ, ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો આવ્યા આમને-સામને
Congress MLA Anant Patel : સુરતના મહુવામાં સામાજિક કાર્યક્રમમાં હોબાળો....વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનો ભાજપ ધારાસભ્ય મોહન ધોડિયાના સમર્થકોએ કર્યો ઘેરાવો....અનંત પટેલે મોહન ધોડિયા વિશે જાહેર મંચ પરથી કરી હતી ટિપ્પણી...માફીની માગ સાથે સમર્થકોએ અનંત પટેલનો ઘેરાવો કર્યો...
Trending Photos
Surat News : સુરતના મહુવાના વસરાયમાં દિશા ફાઉન્ડેશનના સામાજિક કાર્યક્રમમાં હોબાળો થયો. મહુવા ભાજપના ધારાસભ્ય મોહન ધોડિયા પર કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે જાહેરમાં ટિપ્પણી કરી હતી. જે બાદ મોહન ધોડિયાના સમર્થકોએ અનંત પટેલ માફી માંગે એવી માંગણી કરી. વિવાદ વધતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો.
મોહન ધોડિયાએ તેમના સંબોધનમાં કહ્યું કે, દિશા ફાઉન્ડેશનમાં રાજકારણનો ઉપયોગ ન કરવામાં આવે. જેથી તે દિશા ન ભટકી જાય. સાથે જ કોઈ પણ રાજકારણી આ ફાઉન્ડેશનમાં ન રહે એવી ભાજપના ધારાસભ્ય મોહન ધોડિયાએ અપીલ કરી. તો કોંગ્રેસના ધારાસભ્યએ મંચ પરથી કહ્યું કે, મારે મોહનભાઈને કહેવું છે કે, અમે રાજકારણ નહીં સમાજકારણ કરવા આવ્યા છે. સાથે તેમણે એવું કહ્યું કે, મોહનભાઈ તમને દિશા બતાવવાની જરૂરી છે. અનંત પટેલના આ નિવેદન બાદ મોહન ધોડિયાના સમર્થકોએ હોબાળો કર્યો અને પોલીસની ગાડીમાં અનંત પટેલને સ્થળ પરથી લઈ જવાની ફરજ પડી.
હાલ વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ નો ભાષણ આપતો વીડિયો સામે આવ્યો છે. તે પહેલાં મહુવા ભાજપના ધારાસભ્ય મોહન ધોડિયાનો પણ વીડિયો સામે આવ્યો છે. મોહન ધોડિયા અને અનંત પટેલ પોતાના ભાષણમાં સમાજ નો ઉપયોગ ન કરવા જણાવી રહ્યા છે. રાજકારણમાં સમાજનો ઉપયોગ ન થવો જોઈએ તે પ્રકારે બંને ધારાસભ્ય જાહેર મંચ પરથી રાજકારણ ન કરવા જણાવ્યુ હતું. પરંતુ મોહન ધોડિયાનો મતવિસ્તાર મહુવામાં તેમના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો અને અનંત પટેલ જાહેરમાં માફી માંગી તેવી માંગ કરી હતી. આથી પોલીસ બંદોબસ્ત વચ્ચે ધારાસભ્ય અનંત પટેલને ગાડીમાં બેસાડી લઈ જવાયા હતા. જેથી મામલો થાળે પડે.
ઉલ્લેખનીય છે કે, મહુવાના વસરાય ખાતે સામાજીક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે