કોંગ્રેસને ગુજરાતમાં બેઠી કરવા મોટી ઉથલપાથલના એંધાણ, હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી બનશે હુકમનો એક્કો

ગુજરાત કોંગ્રેસની રાજનીતિમાં મોટી હલચલ થવાના એંધાણ છે. યુવા નેતાઓ હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીને દિલ્હીથી તેડુ આવતા ગુજરાત કોંગ્રેસમાં ખૂબ મોટી ઉથલપાથલ થવાની શક્યતા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, યુવા ચહેરાઓને ગુજરાત કોંગ્રેસમાં મોટી જવાબદારી મળી શકે છે. 
કોંગ્રેસને ગુજરાતમાં બેઠી કરવા મોટી ઉથલપાથલના એંધાણ, હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી બનશે હુકમનો એક્કો

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત કોંગ્રેસની રાજનીતિમાં મોટી હલચલ થવાના એંધાણ છે. યુવા નેતાઓ હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીને દિલ્હીથી તેડુ આવતા ગુજરાત કોંગ્રેસમાં ખૂબ મોટી ઉથલપાથલ થવાની શક્યતા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, યુવા ચહેરાઓને ગુજરાત કોંગ્રેસમાં મોટી જવાબદારી મળી શકે છે. 

હાર્દિક અને જિજ્ઞેશ પર 2022 નો જુગાર રમી શકે કોંગ્રેસ 
પ્રભારી રઘુ શર્માએ દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે બેઠક કરી છે. દિલ્હીમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ અંગે પણ અનેક મહત્વના નિર્ણયો લેવાયા છે. જેમાં હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીને દિલ્હી બોલાવવામાં આવ્ય હતા. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કોંગ્રેસ યુવા નેતાઓ હાર્દિક અને જિજ્ઞેશ પર 2022 નો જુગાર રમી શકે. હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસનો પ્રદેશ અધ્યક્ષ બની શકે છે. જિજ્ઞેશ મેવાણીને પણ મોટી જવાબદારી મળી શકે છે. સાથે જ કોંગ્રેસના જૂના જોગીઓને સાથે રાખવાનો પ્રયાસ કરાશે. 

વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારી
ગુજરાતમાં એક વર્ષમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે. ત્યારે હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી કિંગ મેકર બની શકે છે. ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળથી પરિવર્તન થવાના છે. ગુજરાત કોંગ્રેસ લાંબા સમય બાદ પ્રદેશ નેતાઓમાં નવા ચહેરાઓના સ્થાન આપી શકે છે. આ કારણે એવામાં યુવા પ્રદેશ પ્રમુખની પસંદગીથી કાર્યકર્તાઓમાં પણ નવો જોશ આવશે અને કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાઈ શકે.

કોંગ્રેસ ચાલશે ભાજપની ચાલ 
જાણવા મળ્યુ છે કે, ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ અને વિપક્ષના નેતાનું પદ ખાલી છે. ત્યારે આ જગ્યા ભરવા માટે કોંગ્રેસ પણ ભાજપની જેમ ‘નો રિપીટ થીયરી’ અપનાવી શકે છે. ગુજરાત પ્રદેશ માળખામાં ધડમૂળથી પરિવર્તન આવી શકે છે. 

ગુજરાત કોંગ્રેસમાં પ્રશાંત કિશોરની એન્ટ્રી 
આ ચેન્જિસ સાથે જ ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં પ્રશાંત કિશોરની એન્ટ્રીના ભણકારા વાગી રહ્યાં છે. ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે પ્રશાંત કિશોરની ચાણક્ય નીતિનો ફાયદો લેવાઈ શકે છે. ચૂંટણીના જાણીતા રણનીતિકાર પ્રશાંત કિશોરને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની કોંગ્રેસના જવાબદાર સોંપાઈ શકે છે. આ મામલે બેઠકોનો દોર ચાલ્યો હોવાનો પણ આંતરિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news