ગુજરાત પોલીસનો સર્વે: પૈસા માટે સેક્સ માણી રહ્યા છે વિદ્યાર્થી, 50% વિદ્યાર્થીને દારૂ અને ડ્રગ્સની લત

તાજેતરમાં આણંદ પોલીસે તાજેતરમાં એક સર્વે કર્યો હતો જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આણંદ, વલ્લભ વિદ્યાનગર, કરમસદ સ્થિત લગભગ 100 શૈક્ષણિક સંસ્થાઓની હોસ્પિટલમાં રહેતા 50 ટકા વિદ્યાર્થી પૈસા માટે દેહ વેપાર કરી રહ્યા છે. 

ગુજરાત પોલીસનો સર્વે: પૈસા માટે સેક્સ માણી રહ્યા છે વિદ્યાર્થી, 50% વિદ્યાર્થીને દારૂ અને ડ્રગ્સની લત

અમદાવાદ: તાજેતરમાં આણંદ પોલીસે તાજેતરમાં એક સર્વે કર્યો હતો જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આણંદ, વલ્લભ વિદ્યાનગર, કરમસદ સ્થિત લગભગ 100 શૈક્ષણિક સંસ્થાઓની હોસ્પિટલમાં રહેતા 50 ટકા વિદ્યાર્થી પૈસા માટે દેહ વેપાર કરી રહ્યા છે. આ સર્વેમાં ખુલાસો થયો છે કે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દારૂ અને ડ્રગ્સની પૂર્તિ માટે કરે છે. આણંદના એસપી માર્કંડ ચૌહાણે જણાવ્યું કે પોલીસે બે મહિનામાં સવે કર્યો.

માર્કંડ ચૌહાણના જણાવ્યા અનુસાર આ સર્વેમાં એ વાત સામે આવી છે કે કેટલાક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દેહ વેપાર કરે છે. તેમણે જણાવ્યું કે આમ કરનાર વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓની ચોક્કસ સંખ્યા વિશે જાણકારી મળી નથી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે સર્વેમાં જાણવા મળ્યું કે પચાસ ટકા વિદ્યાર્થીઓ દારૂ, ડ્રગ્સ અને સિગરેટનું સેવન કરવાની ટેવ છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારી મીડિયાને જણાવ્યું કે એજ્યુકેશન હબમાં 65  હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કેટલાક મામલે પોલીસને જાણવા મળ્યું કે ચાની દુકાનો પર દારૂ અને ડ્રગ્સની સપ્લાઇ કરવામાં આવે છે. પરંતુ જે માત્રામાં ચાની દુકાનો પર ડ્રગ્સ સપ્લાઇ કરવામાં આવે છે, તેના આધારે રેડ પાડવાનું વોરંટ ઇશ્યૂ થઇ ન શકે. પોલીસના અનુસાર નવા શૈક્ષણિક વર્ષમાં વધુ એક સર્વે જાહેર કરવામાં આવશે, જે 11 જૂનથી શરૂ થઇ રહ્યું છે. પોલીસ સર્વેમાં નશાની વિભિન્ન શ્રેણીના આધારે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓના આંકડા જાણી શકાયા નથી. 

પોલીસ અધિકારીઓ મુજબ 18-21 વર્ષના એજ ગ્રુપના વિદ્યાર્થીઓનો સર્વે કરવામા આવ્યો હતો. વધુમાં જણાવ્યું કે 25 વર્ષની ઉંમરના કેટલાક વિદ્યાર્થીઓ પણ આવી એક્ટિવિટીમાં સામેલ હતા. આગળ જણાવ્યું કે, “નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે ત્યારે આવી એક્ટિવિટીમાં કેટલા વિદ્યાર્થીઓ સંડોવાયેલા છે તે અંગેના આંકડાઓ જાણવા માટે ફરી સર્વે કરીશું અને આ વખતે રે પણ પાડીશું. ઉપરાંત ડિ-એડિક્શન અને કાઊન્સલિંગ સેન્ટર પણ ઊભાં કરીશું.”

પોલીસે કહ્યું કે એજ્યુકેશનલ ઝોનમાં વાંધાજનક એક્ટિવિટીના ઈનપુટ મળ્યા હોવાથી સર્વે હાથ ધરવામા આવ્યો હતો. ચૌહાણે કહ્યું કે “વિદ્યાર્થીઓની મુવમેન્ટ્સ જાણવા માટે ગોપનિય રીતે અમે કેટલીક હોસ્ટેલના ગૃહપતિ મળ્યા હતા. તેઓ આ અંગે માહિતગાર હોવાથી સારી એવી મદદ પૂરી પાડી. ટી સ્ટોલના માલિકો પાસેથી પણ માહિતી ભેગી કરવામા આવી અને આ સર્વેમાં કેટલાક વિદ્યાર્થીઓએ પણ મદદ કરી હતી.”

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news