બગદાદમાં શિયા મસ્જિદ નજીક હથિયાર ડેપોમાં થયેલા વિસ્ફોટમાં 16ના મોત, અનેક ઘાયલ

ઈરાકની રાજધાની બગદાદના સદર સિટી જિલ્લામાં સ્થિત હથિયારોના ડેપોમાં ગુરુવારે  વિસ્ફોટ થવાના કારણે ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. સુરક્ષા અને ચિકિત્સકીય સૂત્રો દ્વારા આ જાણકારી મળી. બગદાદના સુરક્ષા અભિયાન કમાને એક નિવેદનમાં જણાવ્યું કે હથિયારોના ડેપોમાં વિસ્ફોટ થયો છે. સુરક્ષા દળોએ વિસ્ફોટના કારણને જાણવા માટે તપાસ શરૂ કરી દીધી છે.
બગદાદમાં શિયા મસ્જિદ નજીક હથિયાર ડેપોમાં થયેલા વિસ્ફોટમાં 16ના મોત, અનેક ઘાયલ

બગદાદ: ઈરાકની રાજધાની બગદાદના સદર સિટી જિલ્લામાં સ્થિત હથિયારોના ડેપોમાં ગુરુવારે  વિસ્ફોટ થવાના કારણે ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. સુરક્ષા અને ચિકિત્સકીય સૂત્રો દ્વારા આ જાણકારી મળી. બગદાદના સુરક્ષા અભિયાન કમાને એક નિવેદનમાં જણાવ્યું કે હથિયારોના ડેપોમાં વિસ્ફોટ થયો છે. સુરક્ષા દળોએ વિસ્ફોટના કારણને જાણવા માટે તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસના એક વરિષ્ટ અધિકારીએ જણાવ્યું કે એક ઘરમાં રોકેટ ગ્રેનેડ અને ગોળા સહિત ભારે હથિયારો રાખવામાં આવ્યાં હતાં. આ કારણથી વિસ્ફોટ થયો. આ હથિયારો એક સશસ્ત્ર સમૂહના હતાં. તેમણે કહ્યું કે વિસ્ફટોમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને અંદાજે 32 જેટલા લોકો ઘાયલ થયા છે.

ચિકિત્સકીય સૂત્રોએ વધુ માહિતી આપતા કહ્યું કે પીડિતોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ વિસ્ફોટ બગદાદના ઉત્તર પૂર્વ જિલ્લામાં એક શિયા મસ્જિદ નજીક થયો છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે સદર સિટી જિલ્લામાં વિસ્ફોટના કારણે ઘરો અને ઈમારતોને નુકસાન પહોંચ્યું છે. તે લોકપ્રિય શિયા ધર્મગુરુ મુક્તદા સદરનો ગઢ છે.

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news