Corona Updates: સતત વધી રહ્યો છે કોરોના કહેર, મહારાષ્ટ્ર બાદ હવે દિલ્હીમાં પણ ડરામણા આંકડા

કોરોના વાયરસે (Corona Virus) ફરી એકવાર કેંદ્ર સરકારની ચિંતા વધારી દીધી છે. મહારાષ્ટ્ર (maharashtra) માં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના નવા કેસ સતત મળી આવ્યા બાદ હવે દિલ્હી (Delhi) માં પણ કોરોના (Corona Virus) ના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે.

Corona Updates: સતત વધી રહ્યો છે કોરોના કહેર, મહારાષ્ટ્ર બાદ હવે દિલ્હીમાં પણ ડરામણા આંકડા

નવી દિલ્હી: Coronavirus India Latest Updates: કોરોના વાયરસે (Corona Virus) ફરી એકવાર કેંદ્ર સરકારની ચિંતા વધારી દીધી છે. મહારાષ્ટ્ર (maharashtra) માં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના નવા કેસ સતત મળી આવ્યા બાદ હવે દિલ્હી (Delhi) માં પણ કોરોના (Corona Virus) ના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશના જે 10 જિલ્લામાં સૌથી વધુ કોરોના (Corona Virus) નો પ્રકોપ છે, તેમાં મહારાષ્ટ્રના 8 જિલ્લા સામેલ છે. ગત એક મહિનામાં મહારાષ્ટ્રમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા બમણી થઇ ગઇ છે. 

દેશમાં કેટલાક રાજ્યોમાં કોવિડ (covid) ના નવા કેસમાં દરરોજ મોટી સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં દૈનિક ધોરણે કોવિડના કેસની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા કુલ નવા કેસમાંથી 85.6% કેસ આ રાજ્યોમાં છે.

છેલ્લા 24 કલાકમાં નવા 23,285 પોઝિટીવ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ 14,317 (કુલ દૈનિક કેસમાંથી 61.48%) લોકો સંક્રમિત થયા છે. ત્યારબાદ સર્વાધિક નવા કેસ નોંધાયેલા રાજ્યોમાં કેરળ અને પંજાબ છે જ્યાં એક દિવસમાં અનુક્રમે 2,133 અને 1,305 નવા કેસ નોંધાયા છે. આઠ રાજ્યો એવા છે જ્યાં દૈનિક ધોરણે નવા કેસની સંખ્યામાં સતત વૃદ્ધિનું વલણ નોંધાયું છે.

ભારત (india) માં કુલ સક્રિય કેસની સંખ્યા આજે 1,97,237 નોંધાઇ છે. ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી હાલમાં સક્રિય કેસની ટકાવારી 1.74% છે. દેશમાં કુલ સક્રિય કેસમાંથી 82.96% દર્દીઓ માત્ર પાંચ રાજ્યોમાં જ હોવાનું નોંધાયું છે. તેમજ, ભારતના કુલ સક્રિય કેસમાંથી 71.69% દર્દી મહારાષ્ટ્ર અને કેરળમાં છે.

મહારાષ્ટ્ર (maharashtra) ની સાથે સાથે હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) માં પણ કોરોના વધતા જતા કેસ કેંદ્ર સરકારની ચિંતા વધારી રહ્યા છે. દિલ્હીમાં બે મહિના બાદ કોરોનાના 409 કેસ સામે આવ્યા જ્યારે ત્રણ લોકોના મોત થયા છે. દિલ્હીમાં આ પહેલાં નવ જાન્યુઆરીના રોજ કોરોનાના 519 કેસ સામે આવ્યા હતા. હાલ દિલ્હીમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને ફરીથી બે હજારથી વધુ થઇ ગઇ છે. 

કોવિડના નિયંત્રણ માટે કેન્દ્ર સતત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંપર્કમાં છે ખાસ કરીને જ્યાં દૈનિક ધોરણે મોટી સંખ્યામાં નવા કેસ નોંધાતા હોય તેમજ સક્રિય કેસનું ભારણ ઘણું વધારે હોય તેમની સાથે વધુ નીકટતાથી કામ કરે છે. કેન્દ્ર સરકાર નિયમિત ધોરણે તેમની સાથે કોવિડના નિયંત્રણ અને જાહેર આરોગ્યના માપદંડો અંગેની સ્થિતિની સમીક્ષા કરી રહી છે.  તાજેતરમાં, કેન્દ્ર દ્વારા મહારાષ્ટ્ર અને પંજાબમાં કોવિડ-19ના નિયંત્રણ અને કન્ટેઇન્મેન્ટના પગલાંમાં મદદરૂપ થવા માટે ઉચ્ચ સ્તરીય ટીમો મોકલવામાં આવી હતી. 

કારણ કે, આ રાજ્યોમાં તાજેતરમાં નવા કેસની સંખ્યામાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ તેમજ જન્મુ અને કાશ્મીરમાં ઉચ્ચ સ્તરીય ટીમો મોકલવામાં આવી હતી જેથી કોવિડ-19ના કેસમાં અહીં તાજેતરમાં થયેલી વૃદ્ધિને નિયંત્રણમા રાખવા માટે મહામારી સામેની તેમની લડતમાં મદદરૂપ થઇ શકાય. કેન્દ્રની ટીમોએ આગામી પગલાં વિશેના અહેવાલો રાજ્યોને સોંપ્યા હતા. રાજ્ય દ્વારા ફોલોઅપ અને અનુપાલન પર સતત કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.

આજે સવારે 7 વાગ્યા સુધીના પ્રાપ્ત હંગામી અહેવાલ અનુસાર, દેશમાં 4,87,919 સત્રોનું આયોજન કરીને કોવિડ-19 વિરોધી રસીના કુલ 2.61 કરોડથી વધારે (2,61,64,920) ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 72,23,071 HCWs (પ્રથમ ડોઝ), 40,56,285 HCWs (બીજો ડોઝ), 71,21,124 FLWs (પથમ ડોઝ) અને 6,72,794 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના સહબીમારી ધરાવતા હોય તેવા 10,30,612 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 60,61,034 લાભાર્થી સામેલ છે.

દેશભરમાં રસીકરણ કવાયતના 55મા દિવસે (11 માર્ચ 2021) રસીના 4,80,740 ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 9,751 સત્રોનું આયોજન કરીને 4,02,138 ને પ્રથમ ડોઝ (HCWs અને FLWs) તેમજ 78,602 HCWs અને FLWsને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. મોટાભાગના રાજ્યોમાં ગઇકાલે શિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે રાજપત્રિત રજા હોવા ઉપરાંત, ANM, ASHA કામદારો અને રસી આપનારી મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉપવાસ કર્યો હતો. આથી, કોવિડ રસીકરણનું કવરેજ ઓછું નોંધાયું હતું.

દેશમાં કુલ 1.09 કરોડથી વધારે (1,09,53,303) દર્દી સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 15,157 દર્દી સાજા થઇ ગયા હોવાથી તેમને રજા આપવામાં આવી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 117 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે. નવા મૃત્યુઆંકમાં 82.91% દર્દીઓ માત્ર છ રાજ્યોમાંથી જ હતા. મહારાષ્ટ્રમાં સતત સર્વાધિક મૃત્યુઆંક નોંધાઇ રહ્યો છે જ્યાં વધુ 57 દર્દી મૃત્યુ પામ્યા છે. તે પછીના ક્રમે, છેલ્લા 24 કલાકમાં પંજાબમાં 18 જ્યારે કેરળમાં 13 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

દેશમાં ઓગણીસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં ગુજરાત, રાજસ્થાન, ચંદીગઢ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, બિહાર, પુડુચેરી, લક્ષદ્વીપ, મણીપુર, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, મિઝોરમ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), આંદામાન અને નિકોબારના ટાપુઓ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news