વાહન ચાલકોનું આવી બન્યું સમજો; હવે ટોલ પ્લાઝાના કેમેરાથી પણ ફાટશે મેમો!
ગુજરાતમાં સતત વધી રહી છે વાહનોની સંખ્યા. એવામાં ટ્રાફિકનું નિયમ પણ અઘરું બન્યું છે. આ સ્થિતિની વચ્ચે પોલીસ અને આરટીઓની કામગીરીમાં પણ વધારો થયો છે. ત્યારે તૈયાર થઈ ગયો છે આના માટેનો ફ્યુચર પ્લાન...જાણો વિગતવાર...
Trending Photos
- વાહન ચાલકો માટે સૌથી મોટી ખબર...
- હવે ટોલ પ્લાઝાના કેમેરાથી પણ ફાટશે મેમો!
- વાહનના જરૂરી કાગળિયા નહીં હોય તો થશે દંડ
- પૈસા નહીં ભરો તો રદ થઈ શકે છે લાઈસન્સ
- આરટીઓ દ્વારા લેવામાં આવશે કડક પગલાં
- ગુજરાત હાઈકોર્ટમાં મૂકાયો ફ્યૂચર પ્લાન
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત હાલ રોકેટ ગતિએ આગળ ધપી રહ્યું છે. એવામાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં વાહનોની સંખ્યામાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. જેને પગલે ટ્રાફિક નિયમન એક મોટો યક્ષ પ્રશ્ન બન્યો છે. ત્યારે હવે વાહન ચાલકો માટે એક મોટી ખબર સામે આવી છે. હવે ટોલ પ્લાઝા પર મુકેલા સીસીટીવી કેમેરાથી પણ મેમો ફાડવામાં આવશે. જાણો શું છે સરકારની ભવિષ્યની યોજના...
શું છે આખો કેસ?
અકસ્માતના વળતરનો એક કેસ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. આ કેસની સુનાવણીમાં ટ્રાફિકની સમસ્યા, આરટીઓને પડતી હાલાકી અને નિયમોના પાલન સુધી સુનાવણીનું વિસ્તારણ કરવામાં આવ્યું હતું. ગત સુનાવણીમાં ઓથોરિટીના અધિકારીઓને હાજર રાખીને કોર્ટે ફિલ્ડ ઉપર કામગીરી બતાવવા તેમજ ભવિષ્યના પ્લાનિંગની વાત કરી હતી. ત્યારે વાહન બાબતે પોલીસ અને RTO દ્વારા ફ્યુચર પ્લાન મૂકાયો હતો.
શું છે ફ્યુચર પ્લાન?
ટોલટેક્સ ઉપર જેવી રીતે ફાસ્ટ ટેગથી રોડ ટેક્સ કપાઈ જાય છે. તેવી રીતે ગાડીઓના નંબર સ્કેન થશે અને જો તેમની પાસે થર્ડ પાર્ટી વીમો, પીયુસી વગેરે મંજૂરીઓ કે દસ્તાવેજો નહીં હોય તો તેમને મેમો આવશે. જેનો દંડ નહીં ભરે ત્યાં સુધી RTOની વેબસાઈટ ઉપર ઓનલાઈન સુવિધા તેને લાભ નહીં મળે. 18 સપ્ટેમ્બરે યોજાયેલી સુનાવણીમાં સરકારી વકીલે હાઈકોર્ટ સમક્ષ આપેલા જવાબમાં આ માહિતી આપી હતી.
RTOમાં શરૂ થશે એક ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ:
સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, RTO અને પોલીસ આખા રાજ્યમાં વ્યવસ્થાઓમાં સુધાર કરી રહી છે. ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે. બંને વિભાગે કરેલી કામગીરીની વિગતો હાઇકોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. સાથે જ હાઇકોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, ટોલટેક્સ ઉપર જેવી રીતે ફાસ્ટ ટેગથી રોડ ટેક્સ કપાઈ જાય છે. તેવી રીતે હવે કેમેરા મારફતે ગાડીઓના નંબર સ્કેન થશે અને જો તેમની પાસે થર્ડ પાર્ટી વીમો, પીયુસી વગેરે મંજૂરીઓ કે દસ્તાવેજો નહીં હોય તો તેમને મેમો આવશે.
દંડની ભરો તો શું કાર્યવાહી થશે?
જ્યાં સુધી આ દસ્તાવેજો નહીં હોય અને દંડ ભરવામાં નહીં આવે, ત્યાં સુધી RTOની વેબસાઈટ ઉપર ઓનલાઈન સુવિધા તેવા વ્યક્તિને ઉપલબ્ધ થશે નહીં. વળી RTOમાં એક ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ શરૂ થવાની છે. જેના કેમેરા દ્વારા આવતાં જતાં લોકોને જોઈ શકાશે. જેને લઈને એજન્ટ પ્રથા નાબૂદ થઈ શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે