Toys Collection: આગ ગાડીથી મેટ્રો ટ્રેન સુધી છેલ્લાં 100 વર્ષમાં આવેલાં તમામ પ્રકારના રમકડાંનો ખજાનો
Toys Collection: રમકડાની શરૂઆત જર્મનીમાં 1850માં થઈ હતી. ત્યારબાદ આ ઉદ્યોગમાં જાપાન પણ ઉતર્યું હતું. તેમની પાસે એરોપ્લેન જુની ટ્રેન અને એક પ્રકારની કાર અને રિમોટ થી ચાલનાર જૂની આંતરિકના સંસાધનો પણ છે. અગાઉ પ્લાસ્ટિકના નહીં પરંતુ પતરા થી તૈયાર થનાર રમકડાની ડિમાન્ડ હતી. આ તમામ પ્રકારના રમકડા હાલ તેમની પાસે છે.
Trending Photos
Toys Collection/ચેતન પટેલ, સુરતઃ આજના આધુનિક યુગમાં રમકડાથી રમવાની એક ઉંમર પુરી થઈ જતા બાળકો મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કરતા હોય છે. પરંતુ સુરતના એક યુવાનની ઉંમર અને તેની પાસે રમકડાની સંખ્યા સાંભળીને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો. સુરતના 40 વર્ષીય ધવલ ભંડારી પાસે વર્ષ 1920 થી લઈ આજ દિન સુધી એટલે 100 વર્ષ દરમિયાન આવેલા તમામ પ્રકારના 500 રમકડા જોવા મળશે. ધવલભાઇ ખાસ કલેક્શન કર્યું છે જેમાં દેશ-વિદેશના રમકડાઓ જોઈ કોઈને પણ પોતાના બાળપણની યાદો તાજા થઈ જશે.
સુરત શહેરના ઉધના વિસ્તારમાં રહેતા ધવલ ભંડારી ની ઉંમર ભલે 40 વર્ષ હોય પરંતુ તેમની પાસે મોટરકાર, આગગાડી, એરોપ્લેન, કાર, પ્રાણીઓ, ટ્રક જેવા અનેક રમકડા છે. સામાન્ય રીતે રમકડા નાના બાળકો પાસે જોવા મળે છે. પરંતુ સુરતના યુવાન પાસે રમકડાનું આવું કલેક્શન છે જે ભાગ્યે જે કંઈ ક્યાંક જોવા મળે. તેમના દાદા અને પિતા ના રમકડા સહિત અન્ય શહેરોના રમકડાનો તેઓએ સંગ્રહ કર્યો છે. ખાસ કરીને ધવલ પાસે સુરતના જ નહીં પરંતુ જાપાન જર્મની સહિત અન્ય દેશોના રમકડા સંગ્રહમાં સામેલ છે.
રમકડાની શરૂઆત જર્મનીમાં 1850માં થઈ હતી. ત્યારબાદ આ ઉદ્યોગમાં જાપાન પણ ઉતર્યું હતું. તેમની પાસે એરોપ્લેન જુની ટ્રેન અને એક પ્રકારની કાર અને રિમોટ થી ચાલનાર જૂની આંતરિકના સંસાધનો પણ છે. અગાઉ પ્લાસ્ટિકના નહીં પરંતુ પતરા થી તૈયાર થનાર રમકડાની ડિમાન્ડ હતી. આ તમામ પ્રકારના રમકડા હાલ તેમની પાસે છે. પતરાના રમકડા ભાગ્યે જ હાલ ક્યાંક જોવા મળે છે. કારણ કે પ્લાસ્ટિકના રમકડા બજારમાં આવ્યા લાગ્યા હતા. જેથી લોકોએ પતરાના રમકડા ખરીદવાનું બંધ કરી દીધુ છે.
આ કલેક્શનમાં તેમના પરિવાર અને મિત્ર વર્તુળનો પણ એટલો જ મહત્વનો રોલ રહ્યો છે. તેમને પહેલાથી જ જાણ હતી કે જુના રમકડા સંગ્રહ કરવાનો ધવલને શોખ છે એટલે તેઓ ક્યાંક પણ જાય ત્યાંથી તેમની માટે જુના રમકડા લઈ આવે છે એટલું જ નહીં એમનું એક વોટ્સએપ ગ્રુપ પણ છે જેમાં જુના રમકડા અને કંઈક એન્ટીક જોવા મળે તેવા રમકડા અંગેની માહિતી પણ મિત્રો આપતા હોય છે. મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત, ઉત્તર ભારત સહિત અનેક વિસ્તારોથી તેઓ એ આ રમકડાનું કલેક્શન કર્યું છે. આ રમકડાનું કલેક્શન રાખવા પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી ઉઠસો. હાલ સોશિયલ મીડિયાનો જમાનો છે લોકો જૂની વસ્તુઓમાં રુચિ રાખે અને તેની મહત્તા સમજી શકે તે માટે આ કલેક્શન શરૂ કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે