ગુજરાતમાં મહેસૂલના પ્રમોશનના નિર્ણયોમાં સરકારે કર્યો ફેરફાર, હવે કર્મચારીઓને મળશે આ લાભ

ઘણા સમયથી આ પ્રકારના નિર્ણયની માગ હતી. જેમાં સરકાર બદલાતાં જ મળેલી લીલીઝંડીને પગલે મહેસૂલ વિભાગે તલાટી, કારકૂન અને નાયબ મામતદાર જેવી ફિડર કેડરોના કર્મચારીઓને બઢતીના અભાવ કે મર્યાદિત તકોની સ્થિતિમાં નોકરીના ૧૨ અને ૨૪ વર્ષે મળતા ઉચ્ચત્તર પગાર વધારામાં મહત્વનો ફેરફાર કર્યો છે.

ગુજરાતમાં મહેસૂલના પ્રમોશનના નિર્ણયોમાં સરકારે કર્યો ફેરફાર, હવે કર્મચારીઓને મળશે આ લાભ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીઓમાં વિભાગોમાં અંદરો અંદર પણ નિયમો અલગ અલગ હોય તેમ બઢતી અને બદલી મળે છે. ફિડર કેડરોમાંથી ઉપલા સ્તરે પ્રમોશન હવે લાંબો સમય લટકશે. મહેસૂલી કેડરોમાં પણ ૧૨ અને ૨૪ વર્ષને બદલે શિક્ષકોની જેમ ઉચ્ચતર પગારધોરણ અપાશે. નાયબ મામલતદારોને ૨૦ વર્ષથી, તલાટીઓને ૧૨ વર્ષથી બઢતી મળી નથી ! જેને પગલે સરકાર સામે સરકારી કર્મચારીઓની નારાજગી ફેલાયેલી છે.

ઘણા સમયથી આ પ્રકારના નિર્ણયની માગ હતી. જેમાં સરકાર બદલાતાં જ મળેલી લીલીઝંડીને પગલે મહેસૂલ વિભાગે તલાટી, કારકૂન અને નાયબ મામતદાર જેવી ફિડર કેડરોના કર્મચારીઓને બઢતીના અભાવ કે મર્યાદિત તકોની સ્થિતિમાં નોકરીના ૧૨ અને ૨૪ વર્ષે મળતા ઉચ્ચત્તર પગાર વધારામાં મહત્વનો ફેરફાર કર્યો છે. આ કેડરના કર્મચારીઓને પણ શિક્ષકોની જેમ ૧૦-૨૦ અને ૩૦ વર્ષે ઉચ્ચત્તર પગાર આપવા મહેસૂલ વિભાગે નિર્ણય કર્યો છે. રાજ્યના મહેસૂલી તંત્રમાં ફિડર કેડરોમાં રહેલી વિસંગતતા, કોર્ટ કેસ  સહિતના અનેક અડચણોને કારણે ૨૦ વર્ષથી ફરજ બજાવતા નાયબ માલતદારો અને ૧૨ વર્ષ જૂના મહેસૂલી તલાટીઓને પ્રમોશનો મળ્યા નથી. 

કોવિડ મહામારીમાં કલેક્ટર, પ્રાંત કચેરીઓમાં ફરજ બજાવતા અનેક કર્મચારીઓ ચાલુ નોકરીએ મૃત્યુ પણ પામ્યા છે. છતાંયે ફિડર કેડરમાંથી ઉપલા સ્તરે પ્રમોશન મળ્યા નથી. તેવામાં મહેસૂલ વિભાગે પહેલાથી જ જ્યાં ૧૨ અને ૨૪ વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ હેઠળ એક વધારાનો લાભ મેળવી ચૂક્યા છે તેવા ૧૩થી ૨૦ વર્ષની સરકારી નોકરી કરતા કર્મચારીઓને હવે પ્રત્યેક 10 વર્ષે આ લાભ આપવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં મહેસૂલ કર્મચારીઓમાં આ મામલે અનેક વિવાદો થયા છે. જેમાં આ રાહત આપશે.

ગુજરાત સરકારે હાલમાં જ કર્મચારીઓને લાભ કરતો નિર્ણય લીધો છે. મહેસૂલ વિભાગના ડેપ્યુટી સેક્રેટરીએ ગત વર્ષે ઓક્ટોબરમાં નાણા વિભાગે કરેલા ઠરાવને ટાંકીને ૧૦-૨૦ અને ૩૦ વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ આપવા કહેવાયું છે. પરિપત્રમાં રાજ્યની તમામ કલેક્ટર કચેરીઓને જે નાયબ મામલતદારોને મામલતદાર વર્ગ-૨ અને નાયબ કલેક્ટર વર્ગ-૧નું ઉચ્ચત્તર પગાર ધોરણ આપવાનું થાય છે તેમના નામ સાથે મંજૂરીની દરખાસ્તો સરકારને મોકલી આપવા સુચના અપાઈ છે. આમ મહેસૂલી કર્મચારીઓ માટે આ સૌથી મોટો નિર્ણય છે. ઘણા સમયથી આ લાભ મળતો ન હોવાથી સરકારી કર્મચારીઓમાં નારાજગી હતી. બીજા વિભાગના કર્મચારીઓ લાભ લેતા હતા પણ મહેસૂલમાં આ લાભ મળતો ન હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news