કેમ જાહેર કરવા પડ્યા યલો, ઓરેન્જ અને રેડ અલર્ટ? જાણો ગુજરાતના કયા જિલ્લાઓ પર છે આકાશી આફત

Gujarat Weather Updates: ગુજરાતના 78 તાલુકામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ...નવસારીના જલાલપોરમાં સૌથી વધુ સવા 4 ઈંચ વરસાદ પડ્યો. આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી.

કેમ જાહેર કરવા પડ્યા યલો, ઓરેન્જ અને રેડ અલર્ટ? જાણો ગુજરાતના કયા જિલ્લાઓ પર છે આકાશી આફત

Gujarat Weather Updates: આજથી ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આજે વહેલી સવારથી જ ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધુઆંધાર બેટિંગ શરૂ કરી દીધી છે. હવામાન વિભાગે પણ આજ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે ત્રણ દ્વારા જિલ્લાવાર યલો, ઓરેન્જ અને રેડ અલર્ટ જાહેર કરવાની ફરજ પડી છે. આજે મોડી રાતથી અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે.

વરસાદને પગલે જિલ્લાવાર અલર્ટની સ્થિતિઃ
7 જુલાઈએ અમરેલી, ભાવનગર અને આણંદમાં રેડ અલર્ટ
સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરતમાં ઓરેન્જ અલર્ટ
નવસારી, વલસાડ અને દમણમાં વરસાદનુ ઓરેન્જ અલર્ટ
રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદનું યલો અલર્ટ
અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ યલો અલર્ટ
નર્મદા, તાપી અને ડાંગમાં પણ વરસાદનું યલો અલર્ટ
8 જુલાઈએ કચ્છ અને જામનગરમાં વરસાદનું રેડ અલર્ટ
નવસારી, વલસાડ અને દમણમાં વરસાદનું યલો અલર્ટ

કઈ તારીખે ક્યાં વરસાદ પડશે?
હવામાન વિભાગની આગાહીની પગલે આજે જામનગર, ગીર સોમનાથ, અમરેલી સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આજે વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ અને દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને 7 અને 8 જુલાઈએ પણ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 8 જુલાઈએ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. દ્વારકા અને પાટણ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 9 જુલાઈએ કચ્છ, દ્વારકા, જામનગર, નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news