Gujarat Rain: આજથી 3 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો કયા છે વરસાદનું રેડ એલર્ટ અને ક્યાં અપાયું ઓરેન્જ
Trending Photos
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 4 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ ખાતેના હવામાન વિજ્ઞાન કેન્દ્રએ તારીખ 6થી લઈને 9 જુલાઈ સુધી ગુજરાતમાં કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ, ક્યાં ભારે વરસાદ, ક્યાં હળવો વરસાદ પડશે તે માટે આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી ફરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસવાનો શરૂ થયો છે. આગામી દિવસોમાં ધોધમાર વરસાદ વરસે તેવા સંકેતો હવામાન ખાતા દ્વારા આપવામાં આવ્યા છે. રવિવાર સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. હવામાન ખાતાએ કયારે ક્યાં વરસાદ પડી શકે છે તે માટે આગાહી કરી છે.
6 જુલાઈના રોજ અતિભારે વરસાદની આગાહી
હવામાન ખાતા દ્વારા 6 જુલાઈના ગુરુવારના રોજ જામનગર, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, છોટા ઉદેપુર, સુરત,નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
7 જુલાઈએ ભારે થી પણ અતિભારે વરસાદનું આગાહી
હવામાન ખાતા દ્વારા 7 જુલાઈ શુક્રવારના રોજ અમરેલી,ભાવનગર અને આણંદમાં વરસાદી રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત,નવસારી, દમણ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ,જૂનાગઢ,ગીર સોમનાથ,અમદાવાદ,વડોદરા, છોટા ઉદેપુર,નર્મદા, તાપી, ડાંગ માં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
8 જુલાઈના રોજ આ વિસ્તારો માટે રેડ એલર્ટ
હવામાન ખાતા દ્વારા 8 જુલાઈએ કચ્છ અને જામનગર માં રેડ એલર્ટ અપાયું છે. અત્યંત ભારે થી પણ વધુ ભારે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોરબી,રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ,વડોદરા,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ, દમણ માં યેલો એલર્ટ અપાયું છે.
9 જુલાઈના રોજ આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
9 જુલાઈ માટે કચ્છ, દ્વારકા , જામનગર,મોરબી,નવસારી,વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરાઈ છે.
અંબાલાલની આગાહી શું કહે છે?
અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, ગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર આવી શકે છે. આગામી 7 જુલાઈથી 12 જુલાઈ વરસાદની દ્રષ્ટ્રીએ ગુજરાત પર ભારે રહેશે. આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ભારે વરસાદને પગલે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત પર પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પુર આવવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની કેટલીક નદીઓમાં પણ અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. 7 જુલાઈથી 12 જુલાઈ વચ્ચે બંગાળનું ઉપસાગર અને અરબસાગરના ભેજના કારણે ભારે વરસાદની સંભાવના છે. માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં ભારેથી અતિભારે વરસાદને પગલે સમગ્ર ગુજરાતમાં એની અસર જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે