લોકસભા ચૂંટણી પહેલાં જ ગુજરાતના એક જિલ્લામાં ઉઠ્યો વિરોધનો સૂર, વિસ્તારમાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનરો

પાટણ જિલ્લામાં લોકોમાં ભારે રોષ. જ્યાં કેટલાંક વિસ્તારમાં જાણી જોઈને મકાનો બીજા જાતિના લોકોને આપીને વયમસ્ય ફેલાવવાનો પ્રયાસ થતો હોવાની લાંબા સમયથી ફરિયાદો થઈ રહી હતી. હવે આ વિસ્તારના લોકોએ અશાંત ધારો લાગૂ નહીં થાય તો મત નહીં આપવામાં આવે, મતદાનના બહિષ્કારના બેનરો પોતાના વિસ્તારમાં લગાવીને પોતાની ઉગ્ર રજૂઆત કરી છે.

લોકસભા ચૂંટણી પહેલાં જ ગુજરાતના એક જિલ્લામાં ઉઠ્યો વિરોધનો સૂર, વિસ્તારમાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનરો

પરિમલ ત્રિવેદી, પાટણઃ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરવામાં આવી ચૂકી છે. ત્યારે હવે મતદારો પણ પોતાનો મિજાજ બતાવી રહ્યાં છે. પોતાના પડતર પ્રશ્નો અને માંગણીઓને સરકાર અને રાજકીય પક્ષો સમક્ષ તેઓ મુકતા હોય છે. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં તેમના પ્રશ્નોનું નિરાકરણ થતું નથી. ત્યારે ચૂંટણીટાણે જ મતદારો પણ વોટના બદલામાં કામ પુરું કરાવવાની માંગ કરતા હોય છે. મતદારોનો કંઈક આવો જ મિજાજ પાટણ જિલ્લામાં જોવા મળ્યો. 

જ્યાં કેટલાંક વિસ્તારમાં જાણી જોઈને મકાનો બીજા જાતિના લોકોને આપીને વયમસ્ય ફેલાવવાનો પ્રયાસ થતો હોવાની લાંબા સમયથી ફરિયાદો થઈ રહી હતી. હવે આ વિસ્તારના લોકોએ અશાંત ધારો લાગૂ નહીં થાય તો મત નહીં આપવામાં આવે, મતદાનના બહિષ્કારના બેનરો પોતાના વિસ્તારમાં લગાવીને પોતાની ઉગ્ર રજૂઆત કરી છે.

ક્યા વિસ્તારમાં ઉદભવ્યો છે પ્રશ્ન?
આ વાત છે પાટણ જિલ્લાના વોર્ડ નંબર-8ની. પાટણના વોર્ડ નંબર-8 વિસ્તારોમાં લઘુમતી સમાજના લોકોને મકાનો વેચવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. જેના પગલે સ્થાનિક લોકોને આ વિસ્તારમાં રહેવું મુશ્કેલ બની ગયું છે.  કેમ કે આ વિસ્તારમાં દરજી, પ્રજાપતિ સહિત અન્ય જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાવવા માટે સ્થાનિક લોકોએ વહીવટી તંત્ર અને સરકારના મંત્રીઓને લેખિત રજૂઆત કરી છે. પરંતુ તેમ છતાં તેનું કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. જેના પગલે વિસ્તારના લોકોએ ફરી એકવાર વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે. જેમાં તેમણે અશાંત ધારો નહીં તો વોટ નહીંના પોસ્ટરો લગાવીને આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

જાણો સ્થાનિકોને સતાવી રહ્યો છે કઈ વાતનો ડરઃ
પાટણ શહેરના વોર્ડ નંબર 8 વિસ્તારોમાં લઘુમતી સમાજ ના લોકો ને મકાનો વેચવામાં આવી રહ્યા છે જેને લઈ હિન્દૂ ધર્મના સ્થાનિક લોકો ને આ વિસ્તાર મા રહેવું મુશ્કેલ બનવા પામ્યું છૅ જેને લઇ અશાંત ધારો આ વિસ્તાર મા લગાવવા માટે સ્થાનિક લોકોએ વહીવટી તંત્ર તેમજ સરકાર ના મંત્રીઓ ને પણ લેખિત જાણ કરી હોવા છતા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઇ સ્થાનિક લોકોએ અશાંત ધારો નહિ તો વોટ નહિ ના પોસ્ટરો લગાવી અગામી ચૂંટણી નો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છેકે, આ વિસ્તારમાં અન્ય ધર્મના લોકો મકાન ખરીદવા લાગતા રહીશોની ચિંતામાં વધારો થયો છે ત્યારે આ અંગે ગૃહ વિભાગ,મુખ્યમંત્રી સહિત સ્થાનિક તંત્રને રજુઆત કરાઈ છે છતા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ અશાંત ધારા ની માંગણી છેલ્લા ત્રણ વર્ષ થી કરવામાં આવી રહી છૅ છતા કોઈ કાર્યવાહી નથી જેને લઇ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છૅ 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news