Video Viral: ગુજરાતના આ ફાર્મહાઉસમાં બે બહેનોને નશાના ઈન્જેક્શનો આપી કરાયો બળાત્કાર

શરમ કરો, ગુજરાતમાં એક એવી ઘટના સામે આવી છે જે જોઈને દરેકનું મોઢું શરમથી નીચું થવું જોઈએ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામની આ ઘટના છે. જેમાં બે બહેનોને પહેલાં નશીલા પદાર્થનું ઈન્જેક્શન આપવામાં આવે છે. નરાધમ જ્યારે આ ઈન્જેક્શન લઈ રહ્યો છે તે સમયનો વીડિયો પણ લેવામાં આવ્યો છે. આ બાદ આ બંને બહેનો પર બળાત્કાર ગુજારાયો છે. બે માસૂમને નશાની લત લગાવી તેમની પર બળાત્કાર કરાયો છે. 

Video Viral: ગુજરાતના આ ફાર્મહાઉસમાં બે બહેનોને નશાના ઈન્જેક્શનો આપી કરાયો બળાત્કાર

ભરત ચુડાસમા, ભરૂચઃ ફરી એકવાર ગાંધીના ગુજરાતમાં એક શરમજનક ઘટના સામે આવી છે. જેમાં ફરી એકવાર મહિલા સલામતીના બણગા ફૂંકતી સરકારની ભૂમિકા સામે પણ સવાલ ઉભા થાય છે. કારણકે, ભરૂચમાં એક ફાર્મહાઉસમાં બે બહેનો પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જેણે હડકંપ મચાવી દીધો છે. 

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામની આ ઘટના છે. જેમાં બે બહેનોને પહેલાં નશીલા પદાર્થનું ઈન્જેક્શન આપવામાં આવે છે. નરાધમ જ્યારે આ ઈન્જેક્શન લઈ રહ્યો છે તે સમયનો વીડિયો પણ લેવામાં આવ્યો છે. દુષ્કર્મની ઘટના બાદ સોશિયલ મીડિયામાં હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેણે પોલીસ તંત્રને પણ દોડતું કર્યું છે. 

આ વીડિયોમાં એક નરાધમ બે યુવતીઓને પોતાના હાથે નશીલા પદાર્થનું ઈન્જેક્શન આપી રહ્યો છે. નશાકારક ઈન્જેકશન આપી બે બહેનો પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના બની છે. જંબુસરના એક ગામમાંથી બે બહેનોનું અપહરણ કરી ફાર્મહાઉસમાં દુષ્કર્મ આચરયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. નવાઈની વાત તો એ છેકે, આ નરાધમોએ ખુદ પીડિતાને ઈન્જેકશન આપતો વીડિયો વાઈરલ કર્યો છે.

જુઓ Video

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં બે બહેનોનું અપહરણ કરી દુષ્કર્મ આચરાયાનો બનાવ બનતા ચકચાર મચી છે. નરાધમોએ બે બહેનોનું અપહરણ કરી ફાર્મહાઉસમાં લઈ જઈ નશાકારક ઈન્જેકશન આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ઘટના પ્રકાશમાં આવતા હાલ પોલીસ તંત્ર પણ સફાળુ જાગ્યું છે. આ મામલે પીડિતા દ્વારા ફરિયાદ નોંધાવાતા જંબુસર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી. જ્યારે આ કેસના અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.

ભરૂચ દુષ્કર્મની ઘટના મામલે કોંગ્રેસના સરકાર પર પ્રહાર:
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું છેકે, ગૃહ વિભાગ આ મામલે તાત્કાલિક પગલાં ભરે. 'સરકારે સુરક્ષાની મોટી વાતો કરી અને ખોટા દાવા કર્યા' છે. વધુમાં મનીષ દોષીએ એવો પણ આક્ષેપ કર્યો છેકે, રાજ્યનો ગૃહ વિભાગ ભ્રષ્ટ્રાચારનુ એપી સેન્ટર બની ગયો છે. રાજ્યમાં બેફામ ડ્રગ્સ વેચાઇ રહ્યુ છે. 'ગુજરાતમાં બહેન દીકરીઓની સલામતી મોટો પડકાર' બની ગઈ છે. બહેન દીકરીઓ પર થતા અત્યાચાર સામે પોલીસ પગલા ભરે.

ભરૂચ દુષ્કર્મ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન:
ભરૂચ દુષ્કર્મ કેસમાં અત્યાર સુધીમાં પોલીસે બે આરોપીઓને પકડી પાડ્યા છે. હજુ બે આરોપીઓને પોલીસ શોધી રહી છે. આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news