"હું મોદી છું, મારા નામ સાથે 'જી' ન લગાવો"; જાણો અચાનક કેમ PM એ આવું કહ્યું સાંસદોને?
ત્રણ રાજ્યોમાં મળેલી જીત બાદ ભાજપ ગદગદ છે. ભાજપના નેતા આ જીતનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપી રહ્યા છે. આ જ કડીમાં આજે ભાજપ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીનું ભાજપના સાંસદોએ જોરદાર સ્વાગત કર્યું. જેવા પીએમ મોદી હોલમાં પહોંચ્યા કે સાંસદોએ નારા લગાવવા માંડ્યા કે મોદીજીનું સ્વાગત છે. ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પીએમ મોદીનું માળા પહેરાવી અને શાલ ઓઢાડીને સન્માન કર્યું
Trending Photos
ત્રણ રાજ્યોમાં મળેલી જીત બાદ ભાજપ ગદગદ છે. ભાજપના નેતા આ જીતનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપી રહ્યા છે. આ જ કડીમાં આજે ભાજપ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીનું ભાજપના સાંસદોએ જોરદાર સ્વાગત કર્યું. જેવા પીએમ મોદી હોલમાં પહોંચ્યા કે સાંસદોએ નારા લગાવવા માંડ્યા કે મોદીજીનું સ્વાગત છે. ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પીએમ મોદીનું માળા પહેરાવી અને શાલ ઓઢાડીને સન્માન કર્યું. ત્યારબાદ પીએમ મોદીએ સાંસદોને સંબોધન કરતા કહ્યું કે હું મોદી છું, મને મોદીજી કહીને જનતાથી દૂર ન કરો.
હું મોદીજી નથી, ફક્ત મોદી
પીએમ મોદીએ સ્પષ્ટ કરી દીધુ છે કે તેમને મોદીજી નહીં પરંતુ ફક્ત મોદી કહેવામાં આવે. જો સાંસદ તેમને મોદીજી કહીને બોલાવશે તો તેનાથી તેઓ સામાન્ય જનતાથી દૂર થતા જશે. મોદીની આગળ જી લગાવવાથી જનતા તેમને પોતાનાથી અલગ સમજી લેશે. અને એ પીએમ મોદી ઈચ્છતા નથી. પ્રધાનમંત્રી મોદી પોતાના સંબોધનમાં હંમેશા મિત્રો, ભાઈઓ-બહેનો, મારા સાથીઓ અને મારા પરિજનો જેવા શબ્દોથી જનતાને સંબોધે છે. પીએમ મોદી તેના દ્વારા જ સામાન્ય જનતા સાથે સારું કનેક્શન બનાવી શકે છે. મોદીની આગળ જી લગાવવાથી ક્યાંક અંતરનો અહેસાસ ન થાય. આથી પીએમ મોદીએ સાંસદોને શિખામણ આપી છે કે તેમના નામની આગળ જી લગાવવામાં ન આવે.
આ જીત મોદીની એકલાની નથી
ભાજપની સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 3 રાજ્યોમાં જીત એકલા મોદીની નથી, તે કાર્યકરોની સામૂહિક જીત છે. પીએમ મોદીએ ભાજપના સાંસદોને એમ પણ કહ્યું કે બધાએ મળીને કામ કર્યું છે. આગળના કામ માટે બધા લાગી જાય. વિક્સિત ભારત સંકલ્પ યાત્રામાં લાગી જાઓ.
On BJP's three-state win, PM Modi during BJP Parliamentary party meeting said that this was not anyone's personal victory, but a collective victory. The PM added, "Don't distance me from the public by making me 'Modi ji'. "I am Modi," he said.
— ANI (@ANI) December 7, 2023
સાંસદોને ગુરુ મંત્ર
ભાજપના સાંસદોને ગુરુ મંત્ર આપતા પીએમ મોદીએ કહ્યું કે 3 રાજ્યોમાં ટીમવર્કથી જીત મળી છે. આ જીત એકલા મોદીની જીત નથી. ભારત સંકલ્પ યાત્રામાં જોરશોરથી સામેલ થાઓ. ક્ષેત્રમાં જઈને લાભાર્થીઓ સાથે મુલાકાત કરો. વિશ્વકર્મા યોજનાને લોકો સુધી પહોંચાડો. સરકારની યોજનાઓનો પ્રચાર પ્રસાર કરો. પોત પોતાના વિસ્તારોમાં કાર્યકર્તાઓનો સંપર્ક કરો. ભાજપના રાજ્યોમાં સરકાર રિપિટ થવાનો 58 ટકાનો રેકોર્ડ છે. કોંગ્રેસનો ફક્ત 18 ટકાનો રેકોર્ડ છે. 2047 સુધીમાં વિક્સિત રાષ્ટ્ર બનાવવાનું છે.
પોતાને મેદાનમાં ઉતારે સાંસદો
પીએમ મોદીએ વિશ્વકર્મા યોજના પર ભાર મૂકતા સાંસદોને કહ્યું કે તમામ સાંસદો તેને લોકો સુધી પહોંચાડવા માટે કામ કરે. આ સાથે જ કહ્યું કે જે કેન્દ્રીય યોજનાઓ છે તેને લઈને સાંસદો લોકો સુધી પહોંચે. સંકલ્પ યાત્રા સફળ થાય, તેના માટે તમામ સાંસદો પોત પોતાના વિસ્તારમાં કાર્યકરો સાથે સંપર્ક કરે અને પોતે પણ મેદાનમાં ઉતરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે