સરકારી નોકરીનો ખજાનો ખુલ્યો! ઘર આંગણે ઉંચા પગારવાળી નોકરીઓ, જાણો કોને મળશે મોકો

Government Job: AMC ના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું છેકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાંબા સમય બાદ વિવિધ વિભાગોમાં મોટા પાયે ભરતી હાથ ધરવામાં આવશે. જેમાં ખાસ કરીને  Amcના વિવિધ વિભાગમાં 750 કરતા વધુ સ્થાન પર  ભરતી પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે.

સરકારી નોકરીનો ખજાનો ખુલ્યો! ઘર આંગણે ઉંચા પગારવાળી નોકરીઓ, જાણો કોને મળશે મોકો
  • નોકરી વાંછુક ઉમેદવારો માટે મહત્વના સમાચાર 
  • મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાઈ મોટી ભરતી પ્રક્રિયા 
  • Amc ના વિવિધ વિભાગમાં 750 કરતા વધુ સ્થાન પર  ભરતી પ્રક્રિયા 
  • ફાયરબ્રિગેડ , ઈજનેર , કલારિકલ,ગાર્ડન અને વહીવટી વિભાગમાં ભરતી પ્રક્રિયા 
  • કેટલાક વિભાગોમાં  જાહેરાત  બહાર પડી, કેટલાકમાં પ્રક્રિયા હાથ ધરાઈ 

Government Job: સરકારી નોકરીની રાહ જોઈને બેઠેલાં યુવાનો માટે આવી ગઈ છે સોનેરી તક. ઘર આંગણે સરકારી નોકરી અને ઉંચો પગાર. જીહાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થવા જઈ રહી છે કાયમી નોકરી માટે ભરતી. નોકરી વાંછુક ઉમેદવારો માટે આ સમાચારો હાલના તબક્કે સૌથી મહત્ત્વના છે. કારણકે, લાંબા સમય બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મોટી ભરતી કરવામાં આવી રહી છે. જેને પગલે મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાઈ મોટી ભરતી પ્રક્રિયા.

AMC ના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું છેકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાંબા સમય બાદ વિવિધ વિભાગોમાં મોટા પાયે ભરતી હાથ ધરવામાં આવશે. જેમાં ખાસ કરીને  Amcના વિવિધ વિભાગમાં 750 કરતા વધુ સ્થાન પર  ભરતી પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે. જેમાં ખાસ કરીને ફાયરબ્રિગેડ , ઈજનેર , કલારિકલ,ગાર્ડન અને વહીવટી વિભાગમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
કેટલાક વિભાગોમાં  જાહેરાત  બહાર પડી, કેટલાકમાં પ્રક્રિયા હાથ ધરાઈ છે. વધુમાં તેમણે જણાવ્યુંકે, આગામી નવરાત્રી સુધીમાં પૂર્ણ થશે તમામ પ્રક્રિયા.

કઈ પોસ્ટ પર કેટલી ભરતી કરવામાં આવશે?
3 ડેપ્યુટી કમિશનર, 1 ચીફ ફાયર ઓફિસર , 1 એડિશનલ ચીફ ફાયર ઓફિસર , 2 ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર , 3 સહાયક સ્ટેશન ઓફિસર, 10 સહાયક સબ ઓફિસર, 102 સહાયક ફાયરમેન, 1 પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ ગાર્ડન , 42 આસિસ્ટન્ટ મેનેજર, 612 સહાયક જુનિયર ક્લાર્ક, 119 સહાયક ટેક્નિકલ સુપરવાઈઝર માટેની ભરતી પ્રક્રિયા 

મોટો હોદ્દા માટે પડાપડીઃ
વર્ષો પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવી છે એક સાથે ત્રણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ભરતી માટે કવાયત હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉમેદવાર માટે 7 વર્ષ, બહારના ઉમેદવાર માટે 10 વર્ષનો અનુભવ જરૂરી છે. 100 માર્કની લેખિત પરિક્ષા લેવામાં આવશે. 30 માર્કના ઈન્ટરવ્યૂ અને મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે. DYMCની જગ્યા પૈકી એક જગ્યા ભરવા માટે જાહેરખબર આપીને અરજીઓ મંગાવવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, 2009માં આર્જવ શાહ સહિત બે અધિકારીઓની ડીવાયએમસી તરીકે નિમણૂક કરાયા બાદ કોઈની પસંદગી કરાઈ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news