ગરબાની પ્રેક્ટિસ કરતા યુવકનું હાર્ટ અટેકથી મોત! જાણો હાર્ટ અટેકના કારણે અને બચવાના ઉપાય

Heart Attack News: બહારથી એકદમ સ્વસ્થ દેખાતો વ્યક્તિ છે જેને અચાનક જ ચક્કર આવે છે અથવા ગભરામણ થાય છે અને જોતજોતામાં તે ઢળી પડે છે અને હંમેશ માટે મૃત્યુ શૈયામાં પોઢી જાય છે. ગુજરાતમાં નાની ઉંમરે હૃદયરોગના હુમલાથી મૃત્યુના કિસ્સા વધતા જાય છે. જાણો કેમ આવે છે હાર્ટ અટેક? શું છે કારણો અને શું છે તેનાથી બચવાનો ઉપાયો....

  • ગરબાની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેક આવતા યુવકનું મોત

  • એકના એક દીકરાનાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ

    સુરતમાં વધુ એક યુવાનને હાર્ટ એટેક ભળખી ગયો

    મૃતક નવરાત્રી બાદ ઉચ્ચ અભ્યાસ માટે જવાનો હતો લંડન 

Trending Photos

ગરબાની પ્રેક્ટિસ કરતા યુવકનું હાર્ટ અટેકથી મોત! જાણો હાર્ટ અટેકના કારણે અને બચવાના ઉપાય

Heart Attack News/પ્રશાંત ધિરવે, સુરતઃ નવરાત્રિ નજીક આવતા ગરબા ગ્રૂપો દ્વારા પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી છે. કોરોનાકાળ બાદ એક તરફ નવરાત્રિને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે તો બીજી તરફ આ વખતની નવરાત્રિમાં મંડરાઈ રહ્યો છે હાર્ટ અટેકનો ખતરો. છેલ્લાં કેટલાંક સમયથી ગરબામાં હાર્ટ અટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. આવો જ એક કિસ્સો હાલ સુરતથી સામે આવ્યો છે. સુરતમાં ગરબાની પ્રેક્ટિસ કરતા 28 વર્ષના યુવાનને હાર્ટ અટેક આવવાની ઘટના બની છે...ગરબાની પ્રેક્ટિસ કરતા કરતા અચાનક આ યુવાન ઢળી પડ્યો હતો અને બેભાન થઈ ચુક્યો હતો. સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાતા ત્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ મોતનું પ્રાથમિક કારણ હાર્ટ અટેક માનવામાં આવી રહ્યું છે. જોકે, પોસ્ટ મોર્ટમ બાદ સાચી હકીકત જાણી શકાશે. જુવાનજોધ દીકરાના મોતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઉલ્લેખનીય છેકે નવરાત્રિ બાદ આ યુવક યુ.કે. ભણવા માટે જવાનો હતો. તેની સંપૂર્ણ તૈયારીઓ પણ કરી લેવામાં આવી હતી.

No description available.

બહારથી એકદમ સ્વસ્થ દેખાતો વ્યક્તિ છે જેને અચાનક જ ચક્કર આવે છે અથવા ગભરામણ થાય છે અને જોતજોતામાં તે ઢળી પડે છે અને હંમેશ માટે મૃત્યુ શૈયામાં પોઢી જાય છે. ગુજરાતમાં નાની ઉંમરે હૃદયરોગના હુમલાથી મૃત્યુના કિસ્સા વધતા જાય છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, ગરબા રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ગરબા રમતા રમતા વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. નવરાત્રી પહેલા ગરબાની પ્રેક્ટિસ દરમિયાન વધુ એક યુવકને હાર્ટ એટેક ભરખી ગયો છે. 

28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત-
મળતી માહિતી અનુસાર, સુરતનો 28 વર્ષીય રાજ ધર્મેશભાઈ મોદી નામનો યુવક એલપી સવાણી ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે ગરબા રમવા માટે ગયો હતો. જ્યાં ગરબા રમ્યા બાદ તે એકાએક ઢળી પડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.  સુરતમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવતા 28 વર્ષના રાજ મોદી નામના યુવકનું મૃત્યુ નિપજ્યું છે. એકના એક પુત્રના અકાળે અવસાથી પરિવારમાં માતમ છવાયો છે. મૃતકના મૃતદેહને PM અર્થે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ગયા અઠવાડિયે પણ જૂનાગઢ, જામનગર અને સુરતમાં ગરબા રમતાં-રમતાં યુવકના મોત થયાની ઘટના સામે આવી ચૂકી છે.

તણાવમુક્ત કેમ રાખવું?

  • ખાનપાનની આદત બદલવી
  • લીલા શાકભાજી, ફળ, ડ્રાયફ્રૂટ્સ વધારે ખાવા
  • જંકફૂડ, એસિડિક ફૂડ ઓછું ખાવુ
  • શારીરિક શ્રમ કરવો જેથી હૃદય અને મગજ બંનેને ફાયદો થાય
  • પ્રકૃતિ મુજબ બાયોલોજિકલ ક્લોક રહે તો આરોગ્ય સારુ રહે
  • મનને પણ શાંત બનાવવું
  • ધ્યાન ધરવું, વાંચન કરવું, મનને એકાગ્ર કરવું

નવરાત્રિમાં કઈ કઈ બાબતોનું રાખવું ખાસ ધ્યાન?

  • સતત 3-4 કલાક ગરબા રમવા છે તો પહેલા હેલ્થ ચેકઅપ કરાવો.
  • બ્લડપ્રેશર, સુગર, ડાયાબિટીસ મપાવી લેવું.
  • તેમજ ઘરનો સ્વચ્છ ખોરાક લેવો.
  • સતત જંકફૂટ-પેકેટેડ ફૂડ ન ખાવું અને નવરાત્રિના તહેવારમાં ઉજાગરા કરવાનું ટાળો.
  • પૂરતી ઉંઘ ન થાય તો પણ ધબકારા અને પ્રેશર વધે છે.
  • તમાકુ, સિગારેટ, આલ્કોહોલ જેવા માદક દ્રવ્યોથી દૂર રહો.
  • જે દિવસે માંદગી હોય તે દિવસે ગરબા રમવાનું ટાળો.
  • ગરબા રમવાના દોઢ કલાક પહેલા ભોજન લો.
  • ગરબા રમતા સમયે ચક્કર આવે તો તરત જ એકબાજુ બેસી જાઓ.
  • ચક્કર આવે કે ગભરામણ થાય તો તરત જ ઉંડા શ્વાસ લો.
  • આસપાસ જે વ્યક્તિ હોય તેને તમારી તકલીફ જણાવો.
  • ગરબા દરમિયાન ચક્કર આવે કે ગભરામણ થાય તો કાર્ડિયાક અરેસ્ટ હોય શકે છે.
  • ગરબા રમ્યા બાદ ફળ કે ડ્રાયફ્રૂટ લઈ શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news