Gujarat High Court: સુનિતા અગ્રવાલ બન્યા ગુજરાતના બીજા મહિલા ચીફ જસ્ટિસ

Gujarat High Court: સુપ્રીમ કોર્ટ કોલેજિયમે અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ સુનિતા અગ્રવાલને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભલામણ કરી છે.

Gujarat High Court: સુનિતા અગ્રવાલ બન્યા ગુજરાતના બીજા મહિલા ચીફ જસ્ટિસ

Gujarat High Court: ગુજરાતમાં ફરી એકવાર નારીશક્તિને સન્માન મળ્યું છે. ગુજરાતના બીજા મહિલા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની પસંદગી કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂંક માટેની કોલજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી છે. આમ, આ પ્રકારે ગુજરાત હાઈકોર્ટને આ બીજા મહિલા ચીફ જસ્ટિસ મળશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દેશભરની છ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અંગે ભલામણ કરી છે.

ઉલ્લેખનીય છેકે, સુનિતા અગ્રવાલ અલ્હાબાદ હાઇકોર્ટમાં જજ રહી ચૂક્યા છે. 21 નવેમ્બર, 2011માં તેઓ અલ્હાબાદ હાઇકોર્ટમાં જજ બન્યા હતા, તેઓ ત્યાંના સૌથી સિનિયર જજ હતા. હાઇકોર્ટમાં 11 વર્ષ કરતા વધુ જજ તરીકેનો તેમને અનુભવ છે. તેઓની નિમણૂક સાથે જ તેઓ ગુજરાત રાજ્યના બીજા મહિલા ચીફ જસ્ટિસ હશે. તો વર્તમાન ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ આશિષ દેસાઈને કેરાલા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા માટે ભલામણ કરવામાં આવી છે. તેઓ પહેલા સિટી સિવિલ અને સેશન્સ કોર્ટ અને પછી હાઈકોર્ટમાં વકીલ તરીકે હતા.

 

— Bar & Bench (@barandbench) July 5, 2023

 

ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે કોલજિયમની સલાહ પર સુનિતા અગ્રવાલની ભલામણ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ધનંજય ચંદ્રચુડ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં સોનિયા ગોકાણી બાદ સુનિતા અગ્રવાલ બીજા મહિલા ચીફ જજ બને તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસના પદ પરથી સોનિયા ગોકાણી રિટાયર્ડ થયા બાદ ગુજરાત હાઇકોર્ટમાં સિનિયર જજ આશિષ. જે. દેસાઈ એક્ટિંગ ચીફ જજ તરીકે કાર્યરત હતા. જેમને કેરાલા હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બનાવાયા છે. કેરાલા હાઇકોર્ટના ચીફ જજ એસ. વેંકટનારાયણ ભટ્ટીની સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી થવાથી કેરાલા હાઇકોર્ટમાં આશિષ દેસાઈને હવે ચીફ જજ બનાવાયા છે. ગુજરાત હાઇકોર્ટમાં તેઓ 21 નવેમ્બર, 2011માં જજ તરીકે નિમાયા હતા. તેઓ ગુજરાત હાઇકોર્ટના સૌથી સિનિયર જજ છે.

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેરળ, ઓરિસ્સા, મણિપુર, આંધ્રપ્રદેશ, બોમ્બે, તેલંગાણા અને ગુજરાતની સાત હાઈકોર્ટ માટે મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરવાની ભલામણ કરી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડની આગેવાની હેઠળની કોલેજિયમ અને ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને સંજીવ ખન્નાએ ઠરાવો પસાર કર્યા હતા, જે બુધવારે મોડી રાત્રે સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news