હવે ગામે ગામ ચાલશે ગૂગલની પાઠશાળા! ગૂગલ સાથે ગુજરાત સરકારે કર્યા મહત્વના MOU
ગામડાંઓની મહિલાઓ અને બાળકોને હવે ગૂગલ ભણાવશે! ડિજિટલ ઈન્ડ઼િયાના પીએમ મોદીના સ્વપ્નને સાકાર કરતું ગુજરાત સરકારનું મહત્ત્વનું પગલું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૂગલના અધિકારીઓ સાથે મળીને કર્યા ખુબ જ મહત્ત્વના કરાર...
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત દિનપ્રતિદિન નીત નવા આયામો પોતાના નામે કરતું જાય છે. આ યાદીમાં હવે એક મોટો ઉમેરો થયો છે. ગુજરાત સરકારે હવે ગૂગલ સાથે એમઓયૂૂ કર્યા છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ઈન્ડિયાનો આપેલો મંત્ર દેશ માં સાકાર થઈ રહ્યો છે. આ સંદર્ભ માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના દિશા દર્શનમાં ડિજિટલ ગુજરાત ચરિતાર્થ કરતા ગુજરાતમાં વધુ એક નવતર પહેલ કરવામાં આવી છે. ઈન્ટરનેટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત કંપની ગુગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. બુધવારે ગાંધીનગરમાં સંપન્ન કર્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં આ એમ.ઓ.યુ. પર સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા અને ગુગલના વાઈસ પ્રેસિડન્ટ તથી કન્ટ્રી હેડ સંજય ગુપ્તાએ હસ્તાક્ષર કરી પરસ્પર આપ-લે કરી હતી.
આ પણ ખાસ વાંચોઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે આઈસીસી વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ, ક્યાંથી મળશે ટિકિટ?
આ પણ ખાસ વાંચોઃ ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!
આ પણ ખાસ વાંચોઃ ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral
આ એમ.ઓ.યુ. અન્વયે ગુજરાતની ગ્રામીણ મહિલાઓ, શાળાએ જતાં બાળકો અને યુવા ઉદ્યોગસાહસિકોને ગુગલ અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે ઈન્ટરનેટ ઉપયોગ સહિત ઈન્ફર્મેશન ટેક્નોલોજીના ઉપયોગથી સામાજિક-આર્થિક પરિવર્તન માટે સજ્જ બનાવશે. દર વર્ષે અંદાજે પચાસ હજાર જેટલા લોકોને આવી તાલીમ પૂરી પાડવામાં આવશે. એટલું જ નહિ ગ્રામીણ મહિલાઓમાં ડિજિટલ લીટરસી વધારવા સાથે બાળકો-વિદ્યાર્થીઓ અને યુવાઓના ક્ષમતા નિર્માણ-સ્કીલિંગને વધુ વેગ મળે તે માટેના તાલીમ સત્રોનું આયોજન કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે સુદ્રઢ આઈ.સી.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવીને આઈ.ટી. અને આઈ.ટી.ઈ.એસ. પોલિસી 2022-27 ઘડી છે, તેમ જ આ પોલિસીએ આઈ.ટી. ઉદ્યોગના સમગ્ર લેન્ડસ્કેપમાં આકર્ષણ ઊભું કર્યું છે તેની વિસ્તૃત વિગતો આ પ્રસંગે આપી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વમાં જે શ્રેષ્ઠ હોય તે ગુજરાતની ધરતી પર પણ હોય એવા નિર્ધાર સાથે ગુજરાતના વૈશ્વિક વિકાસની નેમ રાખી છે તે રાજ્ય સરકારે વિવિધ નીતિગત પહેલ થી સાકાર કરી છે. તેમણે ગુજરાત સાથે ગુગલનું નામ જોડાય અને દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત વધુ વૈશ્વિક પ્રતિષ્ઠા મેળવે તે માટે ગુગલને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની તેમણે ખાતરી આપી હતી.
આ પણ ખાસ વાંચોઃ મકાન ભાડે આપતા પહેલાં કોર્ટનો ચુકાદો જાણીલો, આટલા વર્ષો પછી ભાડુઆતનું બની જશે મકાન!
આ પણ ખાસ વાંચોઃ Hotel Room માં હલાળાં કરતા પહેલાં આટલું વાંચી લેજો, નહીં તો વાયરલ થશે ઉગાડા વીડિયો
આ પણ ખાસ વાંચોઃ Aadhar PAN Link: પાન-આધાર લિંકનું લઠ્ઠું કોણ લાવ્યું? લિંક નહીં હોય તો શું થશે જાણો
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી વિભાગે ગુગલ સાથે આ અગાઉ કરેલા એમ.ઓ.યુ. અન્વયે ત્રણ પહેલ બી ઈન્ટરનેટ અવેસમ(Be Internet Awesome), વીમેન વીલ(Women Will) અને સાયબર સિક્યોરિટીના ક્ષેત્રોમાં સાયન્સ સિટી ખાતે યોજાયેલા તાલીમ કાર્યક્રમોનો 10 હજારથી વધુ મહિલાઓ, શાળાના બાળકો, યુવા ડેવલપર્સે લાભ મેળવ્યો છે. આ એમ.ઓ.યુ.ને મળેલા વ્યાપક પ્રતિસાદને પગલે ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના ધ્યેય સાથે હવે આઈ.સી.ટી. સેક્ટરને વધુ સક્ષમ બનાવવાની દિશામાં આ સ્ટ્રેટેજિક એમ.ઓ.યુ. સંપન્ન કરવામાં આવ્યા છે.
આ પણ ખાસ વાંચોઃ તમારા ઘરમાં પડેલાં ચોખા હવે તમને દર મહિને કરાવશે 50 હજારની કમાણી, જાણો કેવી રીતે આ પણ ખાસ વાંચોઃ ચા બનાવ્યા પછી ભૂલથી પણ ન ફેંકશો ચાની પત્તી, જાણો જબરદસ્ત ફાયદા
આ પણ ખાસ વાંચોઃ વેપારીઓની ધાક-ધમકી વચ્ચે ધીરૂભાઈએ કઈ રીતે જમાવ્યો ધરખમ ધંધો? જાણો અજાણી વાત
આ પ્રસંગે ગુગલના કન્ટ્રી હેડ અને વાઈસ પ્રેસિડન્ટ સંજય ગુપ્તાએ ગુજરાતે આઈ.ટી. ક્ષેત્રે કરેલા સર્વગ્રાહી વિકાસ અને ખાસ કરીને સાયન્સ સિટીની ગતિવિધિઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાત યુવા ઉદ્યોગસાહસિકો માટે કેન્દ્રબિંદુ છે, ત્યારે ગુજરાત સાથેની આ સહભાગીતાથી ગુગલ વિશ્વ સર કરવા ઉત્સુક છે. સંજય ગુપ્તાએ બાળકો અને મહિલાઓને ઉજ્જવળ ભવિષ્યના પાયા ગણાવતાં એમ પણ કહ્યું કે, ગુજરાતમાં છેક ગ્રામીણ સ્તર સુધી વિસ્તરેલા આઈ.ટી. નેટવર્કનો બહોળો લાભ આ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપને નવી દિશા-નવું બળ આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી થયેલા આ સ્ટ્રેટેજિક એમ.ઓ.યુ. વેળાએ મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ ખાસ વાંચોઃ Top Tourist Spot: ગુજરાતના આ સ્થળો નથી જોયા તો શું જોયું, બુમો પાડીને થાકયો બચ્ચન!
આ પણ ખાસ વાંચોઃ આ છે અમદાવાદ નજીકની જન્નત જેવી જગ્યાઓ, સાથે પ્રિયમ હોય કે પરિવાર બધાને પડશે મોજ
આ પણ ખાસ વાંચોઃ 100-200 રૂપિયાનું પેટ્રોલ પુરાવવાની આદત હોય તો ચેતજો, આ રીતે થઈ રહી છે છેતરપિંડી...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે