Corona Update: ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા, અમદાવાદમાં નવા કેસનો આંકડો સાંભળી વધી જશે ધબકારા
રાજ્યમાં આજે સાંજે ૫:૦૦ વાગ્યા સુધી કુલ-૬૪૭ વ્યકિતઓનું રસીકરણ ક૨વામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડ–૧૯ થી સાજા થવાનો દર ૯૯.૦૭ ટકા છે. રાજ્યમાં આજે કોવિડ-૧૯ ના ૧૧૮ કેસ નોંધાયા. આજે ૪૮ દર્દીઓ સાજા થયા અત્યાર સુધી-૧૨,૬૬,૯૭ દર્દીઓએ ડોરોનાને આપી મ્હાત.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યમાં કોરોનાના 810 એક્ટિવ કેસ છે, જેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે આ વાઈરસ અત્યાર સુધીમાં કુલ 11,047 નાગરિકોને ભરખી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ 83 કેસ અમદાવાદમાં નોંધાયા છે. ગુજરાતમાં ફરીવાર કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ફરીવાર લોકો કૂદકેને ભૂસકે સંક્રમિત થઈ રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 118 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 12,66,881 લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 99.08 ટકા પર પહોંચ્યો છે.
રાજ્યમાં કોરોનાના 810 એક્ટિવ કેસ છે, જેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે આ વાઈરસ અત્યાર સુધીમાં કુલ 11,047 નાગરિકોને ભરખી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ 83 કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં આજે 45 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 655 થઈ ગયો છે. હાલમાં રાજ્યમાં ચાર દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે.
રાજ્યમાં આજે સાંજે ૫:૦૦ વાગ્યા સુધી કુલ-૬૪૭ વ્યકિતઓનું રસીકરણ ક૨વામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડ–૧૯ થી સાજા થવાનો દર ૯૯.૦૭ ટકા છે. રાજ્યમાં આજે કોવિડ-૧૯ ના ૧૧૮ કેસ નોંધાયા. આજે ૪૮ દર્દીઓ સાજા થયા અત્યાર સુધી-૧૨,૬૬,૯૭ દર્દીઓએ ડોરોનાને આપી મ્હાત.
રાજ્યમાં આ વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા-
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કેસ પૈકી અમદાવાદમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં કુલ 52, રાજકોટમાં 12, સુરતમાં 12, વડોદરામાં 7, સાબરકાંઠા અને વડોદરામાં ગ્રામિણ વિસ્તારોમાં 5-5, મહેસાણા અને રાજકોટ જિલ્લામાં 3-3 કેસ નોંધાયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે