કોરોના અંગે તમામ સરકારી હોસ્પિટલોમાં થશે મોકડ્રિલ, વર્તમાન સ્થિતિ અંગે મળી અધિકારીઓની બેઠક

આહનાના પ્રેસિડેન્ટ ડો. ભરત ગઢવીએ કહ્યું કે, અમે બેઠકમાં હાલની સ્થિતિ અંગે ચર્ચા કરીને જરૂર જણાશે તો સરકારને જરૂરી અપીલ પણ કરીશું. ઉલેખનિય છે ચાઈના, અમેરિકા, જાપાન, કોરિયા સહિત વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાની ભયાવહ લહેર જોતા રાજ્ય અને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલને મોકડ્રિલ યોજવા આદેશ કર્યા છે.

કોરોના અંગે તમામ સરકારી હોસ્પિટલોમાં થશે મોકડ્રિલ, વર્તમાન સ્થિતિ અંગે મળી અધિકારીઓની બેઠક

અતુલ તિવારી, અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ પણ હાલ આ બાબતે ગંભીરતાથી પગલાં લઈ રહ્યું છે. ત્યારે આહનાના પ્રેસિડેન્ટ ડોક્ટર ભરત ગઢવીએ ઝી24કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, એવામાં દરેકે સતર્ક રહેવાની જરૂર છે. આપણી પ્રાથમિક તકેદારી આપણને આ વાયરલથી બચાવી શકે છે. તેથી દરેકે સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ.

ભરત ગઢવીએ વધુમાં જણાવ્યુંકે, કોરોનાંની સંભવિત લહેરની આશંકા અને સરકારની તૈયારીઓને જોતા અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન દ્વારા હોદેદારોની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં તમામ ખાનગી હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગા તેમજ કર્મચારીઓને માસ્ક પહેરવા માટે સૂચન કરવામાં આવ્યું છે. કોરીનાના સબ વેરિયન્ટ BF.7 તેમજ ખાનગી હોસ્પિટલની સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. આહના તરફથી હાલની સ્થિતિ અંગે ચર્ચા કરીને રાજ્ય સરકારને પત્ર લખી જરૂરી અપીલ કરવામાં આવશે. હોસ્પિટલમાં આવનાર દર્દીઓના સગા સહિત હોસ્પિટલના કર્મચારીઓ માસ્ક પહેરે તેવી સૂચના એસોસિયેશન સાથે સંકળાયેલા તમામને કરી ચૂક્યા છીએ દેશમાં BF.7 કોરોનાંના સબ વેરિયન્ટને કારણે કોઈ સમસ્યા નહીં થાય એવું લાગે છે પંરતુ જો કોરોનાનું કોઈ નવું મ્યુટેશન આવે તો તેના માટે આપણે સતર્ક રહેવું પડશે

ડોક્ટર ભરત ગઢવીએ કહ્યું કે, અમે બેઠકમાં હાલની સ્થિતિ અંગે ચર્ચા કરીને જરૂર જણાશે તો સરકારને જરૂરી અપીલ પણ કરીશું. ઉલેખનિય છે ચાઈના, અમેરિકા, જાપાન, કોરિયા સહિત વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાની ભયાવહ લહેર જોતા રાજ્ય અને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલને મોકડ્રિલ યોજવા આદેશ કર્યા છે. ભૂતકાળમાં કોરોનાંની ભયાવહ લહેર સમયે સરકારી હોસ્પિટલ સાથે ખાનગી હોસ્પિટલો દ્વારા કદમથી કદમ મિલાવીને દર્દીઓને સારવાર અપાઇ હતી. ભવિષ્યમાં વિશ્વના અન્ય દેશોની જેમ જો ફરી ગુજરાતમાં કોરોનાના કેસો વધે તો સરકારી સાથે ખાનગી હોસ્પિટલની દર્દીઓના સારવાર માટે જરૂરિયાત ઊભી થઈ શકે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news