અમદાવાદીઓ આ સમાચાર વાંચ્યા વગર ઘરની બહાર નીકળ્યાં તો ભરાઈ જશો! ના કરતા ભૂલ

અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની સીધી અસર લાખો અમદાવાદીઓને થશે. તમે પણ ઘરથી બહાર નીકળતા પહેલાં આ સમાચાર વાંચી લેજો.

અમદાવાદીઓ આ સમાચાર વાંચ્યા વગર ઘરની બહાર નીકળ્યાં તો ભરાઈ જશો! ના કરતા ભૂલ

ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. જે રીતે શહેરનો વ્યાપ વધી રહ્યો છે એ જોતા ચાર ઘણી ગતિએ શહેરમાં ટ્રાફિક પણ વધી રહ્યો છે. એવામાં જ્યારે શહેરમાં કોઈ મોટી ઈવેન્ટનું આયોજન કરવામાં આવે ત્યારે રસ્તા પર ટ્રાફિક નિયમન કરવું ખુબ અઘરું બની જાય છે. એજ કારણોસર આજે અમદાવાદ શહેરનો એક મહત્ત્વનો રસ્તો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કારણકે, આજથી કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ થઈ રહ્યો છે. બીજી તરફ ફલાવર શોમાં પણ લાખોની મેદની ઉમટે છે. એવામાં મોટી સંખ્યામાં લોકોના ઘસારાને ધ્યાને લઈને તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. તેથી 70 લાખ અમદાવાદીઓ માટે આ સૌથી મહત્ત્વના સમાચાર છે, આજે ભૂલથી પણ આ રસ્તે ના નીકળતા., નહીં તો ભરાઈ જશો.

ઉલ્લેખનીય છેકે, શહેરમાં રિવરફ્રન્ટ પર ફ્લાવર શો ચાલી રહ્યો છે. અહીં મોટીસંખ્યામાં લોકો મુલાકાત લેતા હોવાથી ટ્રાફિક જામ સહિતની અનેક સમસ્યા વર્તાઇ રહી છે. હવે તા.7મીએ અહીં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પણ શરૂ થતો હોવાથી વધુ સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે આજે તા. 6 ઉપરાંત આવતીકાલ, તા. 7ની બપોરે 4થી રાત્રે 10 સુધી રિવરફ્રન્ટ પશ્ચિમ રોડના વલ્લભ સદન ત્રણ રસ્તાથી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસસ્ટેશન સુધીના રોડ પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

બપોરે 4થી રાત્રે 10 સુધી અમલ માટે પોલીસનું જાહેરનામું:
અમદાવાદ મ્યુનિ. દ્વારા રિવરફ્રન્ટ પર ફ્લાવર શો ચાલી રહ્યો છે. ફ્લાવર શોમાં રોજ લાખો મુલાકાતીઓ આવી રહ્યા હોવાથી ટ્રાફિકની સમસ્યા છે. હવે તા.7ને રવિવારથી અહીંઆતંરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ થઇ રહ્યો છે. આ બંને જગ્યાએ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેવાની હોવાથી ટ્રાફિક લોકોને અગવડતા ન પડે તે માટે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ બહાર પાડયુ છે. 

આ જાહેરનામાં મુજબ મુજબ તા. 7મીને રવિવારે પણ 4થી રાત્રે 10 સુધી રિવરફ્રન્ટ તરફના વલ્લભસદન રસ્તાથી રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસસ્ટેશન સુધીના રોડ પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ રહેશે. અહીંથી પસાર થનાર લોકોએ ડિલાઇટ ચાર રસ્તાથી ટાઉન હોલ થઈને પાલડી ચાર રસ્તા થઈને આશ્રમ રોડનો ઉપયોગ કરવાનો રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news