આ વર્ષે સારું નહીં જાય ગુજરાતમાં ચોમાસું! વાવાઝોડાના કારણે દેશભરમાં વરસાદ પર કેવી થશે અસર?
Biporjoy Cyclone: ખાનગી હવામાન આગાહી સ્કાયમેટ જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં બિપોરજોય કે જેણે અગાઉ કેરળમાં ચોમાસાની શરૂઆત કરવામાં વિલંબ કર્યો હતો, તે હવે વરસાદી સિસ્ટમને અવરોધે છે.
Trending Photos
Biporjoy Cyclone: ભારતમાં આવનારા દિવસોમાં ચોમાસું કેવું રહેશે તથા કયાં રાજ્યોમાં કેવો વરસાદ થશે તે મામલે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પૂર્વાનુમાન જાહેર કર્યું છે. એજન્સીનું કહેવું કે ભારતમાં આ વર્ષે વરસાદ ઓછો થવાની સંભાવના દેખાઈ રહી છે. લાંબા ગાળાની સરેરાશ અનુસાર ભારતમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે.
ખાનગી હવામાન આગાહી સ્કાયમેટ જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં બિપોરજોય કે જેણે અગાઉ કેરળમાં ચોમાસાની શરૂઆત કરવામાં વિલંબ કર્યો હતો, તે હવે વરસાદી સિસ્ટમને અવરોધે છે. જ્યારે ચોમાસું વરસાદ સામાન્ય રીતે મહારાષ્ટ્ર, ઓડિશા અને અડધા તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારને 15 જૂન સુધીમાં આવરી લે છે. પરંતુ હજુ આ વિસ્તારોમાં વરસાદ પડ્યો નથી. દુર્ભાગ્યવશ, નજીકના ભવિષ્યમાં બંગાળની ખાડી પર હવામાન પ્રણાલીઓ ઉભી થવાના કોઈ ચિહ્નો દેખાતા નથી.
ભારતના આગામી ચોમાસા પર અલ નીનોની અસર વર્તાવાની શક્યતા છે તથા એ સિવાયનાં પરિબળો પણ ચોમાસા પર અસર કરે તેવી સંભાવના દેખાઈ રહી છે. પૂર્વાનુમાનમાં ગુજરાતમાં પણ આ વર્ષના ચોમાસામાં ઓછો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સ્કાયમેટે આ ચોમાસાની સિઝન (જૂનથી સપ્ટેમ્બર) સુધીમાં લાંબા ગાળાની સરેરાશ પ્રમાણે 94% વરસાદ થવાની સંભાવના છે. એટલે કે સામાન્ય સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે.
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરે ચોમાસાને લઈ આગાહી કરી છે. જેનાથી કૃષિ પર અસર થવાની ચિંતા વધી છે. એજન્સીના જણાવ્યા અનુસાર એક્સટેન્ડેડ રેન્જ પ્રિડિક્શન સિસ્ટમ (ERPS) આગામી ચાર અઠવાડિયા માટે 6 જુલાઈ સુધી નિરાશાજનક અંદાજ રજૂ કરી રહી છે. તેમના મતે આ સિઝનમાં કૃષિનો ગઢ સૂકો રહેવાની સંભાવના છે, વાવણી અથવા ઓછામાં ઓછું ખેતર તૈયાર કરવા માટે આ નિર્ણાયક સમય છે.
શું કહ્યું સ્કાયમેટ વેધરે ?
સ્કાયમેટ વેધરે જણાવ્યું હતું કે, ભારતના મધ્ય અને પશ્ચિમ ભાગો જે ચોમાસાના મુખ્ય ક્ષેત્રમાં છે, તેઓને સિઝનની શરૂઆતમાં અપૂરતા વરસાદને કારણે દુષ્કાળની અસરોનો સામનો કરવામાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. મહત્વનું છે કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 1 જૂનની સામાન્ય તારીખના એક અઠવાડિયા પછી 8 જૂને કેરળ પહોંચ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે