Cyclone Biparjoy: ગુજરાતીઓને હાશકારો થાય તેવા સમાચાર! વાવાઝોડું ગુજરાતથી 10 કિલોમીટર દૂર ફંટાયું
Cyclone Biparjoy: ખુદ ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલ પણ કહી ચુક્યા છે કે આ વાવાઝોડું અત્યાર સુધીના વાવાઝોડા કરતા વધારે ભારે છે. આ વાવાઝોડામાં પવનની ગતિ પણ વધારે હશે. લોકોએ પોતાનો જીવ બચાવવા માટે સતર્કતા રાખવી પડશે.
Trending Photos
Cyclone Biparjoy Live Updates: ગુજરાત પર વિશાનક બિપરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતના લોકોને હાશકારો થાય તેવા સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડું ગુજરાતથી 10 કિલોમીટર દૂર ફંટાયું છે. જી હા...વેરી સિવિયલ સાયક્લોન બિપરજોય દરિયાકાંઠાથી દૂર થયું છે. પોરબંદરથી વાવાઝોડું 320 કિલોમીટર દૂર છે. જ્યારે દેવભૂમિ દ્વારકાથી વાવાઝોડું 290 કિલોમીટર દૂર છે, જખૌ બંદરથી 320 કિલોમીટર દૂર છે અને નલિયાથી વાવાઝોડું 330 કિલોમીટર દૂર છે. ભારે પવન સાથે વાવાઝોડુ તેજ ગતિથી ગુજરાતની નજીક આવી રહ્યું છે. જેને પગલે સરકાર આખું સરકારી તંત્ર કામે લગાવી દીધું છે.
ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે. એનડીઆરએફ અને આર્મીની પણ મદદ લેવામાં આવશે. ખુદ ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલ પણ કહી ચુક્યા છે કે આ વાવાઝોડું અત્યાર સુધીના વાવાઝોડા કરતા વધારે ભારે છે. આ વાવાઝોડામાં પવનની ગતિ પણ વધારે હશે. લોકોએ પોતાનો જીવ બચાવવા માટે સતર્કતા રાખવી પડશે.
બિપરજોય વાવાઝોડું થોડું નબળું પડ્યું
બિપોરજોય વાવાઝોડાની જૂની ઝડપની તુલનામાં હાલ થોડું નબળું પડી ગયું છે. તેની ઝડપ 13 જૂને 150 થી 160 કિમી/કલાક અને 14 જૂને 135 થી 145 કિમી/કલાકની હતી. જ્યારે, 15 જૂને, ચક્રવાતની ઝડપ 125 થી 135 કિમી પ્રતિ કલાક સુધી જવાની ધારણા છે. ચક્રવાત ગુજરાતના જખૌ બંદર નજીક ત્રાટકે તેવી ધારણા છે. તે 15 જૂને સાંજના સુમારે ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે. આ પહેલા 135-145 કિમી પ્રતિ કલાકથી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડશે.
આજે રાત્રે વાવાઝોડું ફરી દિશા બદલે તેવી આગાહી
બિપરજોય 15 તારીખે જ વિકરાળ બનશે વાવાઝોડું, ત્રણ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આશંકા, બિપોરજોય વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું કે, વાવાઝોડાની 15 જૂને માંડવી અને કરાચી વચ્ચે લેન્ડફોલ થવાની શક્યતા છે.
IMD એ બિપરજોયને 'અત્યંત ગંભીર ચક્રવાત' ગણાવ્યું
Biparjoy' એક 'અત્યંત ગંભીર ચક્રવાત' માં ફેરવાઈ ગયું છે. ગુજરાતના 3 જિલ્લામાં તબાહી મચાવી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે તે 15 જૂનની સાંજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ દરમિયાન, મહત્તમ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે ઘણું નુકસાન કરી શકે છે. IMDએ જણાવ્યું કે ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લા આ વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે.
3 કલાકમાં 17 જિલ્લામાં વરસાદની આગાહી
બિપોરજોય વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે. ખાસ કરીને ભારે પવન ફૂંકાવવાની સાથે ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન વરસાદને લઇને આગાહી સામે આવી છે. 3 કલાકમાં 17 જિલ્લામાં વરસાદની આગાહી છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા,પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, દીવ, ગીર સોમનાથ, જૂનાગઢમાં આગાહી કરવામાં આવી છે.
21,000 લોકોને અને લગભગ 2 લાખ પશુઓને ખસેડાયા
'બિપરજોય' ચક્રવાતી વાવાઝોડાને પગલે કચ્છમાં અત્યાર સુધીમાં 21,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. વધુમાં, કચ્છમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના જણાવ્યા મુજબ, 1.5 થી 2 લાખ નાના-મોટા પ્રાણીઓને ઉચ્ચ સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
NDRFની ટીમો તૈનાત, લોકોના દરિયાકિનારા પર જવા પર પ્રતિબંધ
એનડીઆરએફ અને એસડીઆરએફની એક-એક ટીમ ચક્રવાતથી પ્રભાવિત થવાની સંભાવનાવાળા સ્થળોએ તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફની બીજી ટીમ ઓખા બંદર પર તૈનાત કરવામાં આવશે. લગભગ 250 લોકોને અસ્થાયી આશ્રય ગૃહોમાં ખસેડવામાં આવ્યા છે. સાવચેતીના પગલાં તરીકે, પ્રવાસીઓ અને સ્થાનિક વસ્તીને ગોમતી ઘાટ, શિવરાજપુર બીચ, બેટ દ્વારકા અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારોની મુલાકાત લેવા પર પ્રતિબંધ મૂકાયો છે.
હવામાન ખાતાની આગાહી
આગામી પાંચ દિવસને લઈને હવામાન ખાતાએ આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલે કચ્છ અને દ્વારકામાં અતિભારે વરસાદ. દ્વારકા પોરબંદર અને કચ્છમાં આજે અતિભારે વરસાદની આગાહી. સમગ્ર રાજ્યમાં વરસાદ રહેશે. આજથી સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા. 15 જૂને 125-130 km/h ગતી એ પવન ફૂંકાશે. હાલ વાવાઝોડું ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું 14 જૂનના બદલે 13 જૂને રાત્રે દિશા ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. 13 જુન બાદ વાવાઝોડું ઉત્તર થી ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. 15 જૂને વાવાઝોડું સાંજના સમયે ટકરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે