યુવતી સાથે હોટલમાં ઝડપાયા ગુજરાતના ધારાસભ્ય, પતિએ રંગમાં ભંગ પાડ્યો અને થઈ જોવા જેવી!

ગુજરાતમાં એક રાજકીય પાર્ટીના ધારાસભ્ય એક હોટલના રૂમમાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જોકે, ત્યારબાદ જોવા જેવી થઈ હતી. વાત ચારેતરફ ખબર પડતા તેઓ પોતાના મોઢા પર રૂમાલ રાખીને ભાગ્યા હતા.

યુવતી સાથે હોટલમાં ઝડપાયા ગુજરાતના ધારાસભ્ય, પતિએ રંગમાં ભંગ પાડ્યો અને થઈ જોવા જેવી!

ઝી બ્યુરો/સુરત: જોવા જઈએ તો સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેમની સામે તેમના કરતા વધારે ગેરફાયદાઓ પણ છે જે આપણે ભૂલવું ન જોઈએ. ત્યારે હાલમાં જ એક વીડિયોને કારણે રાજકારણમાં ભારે ચકચાર અને ખળભળાટ મચી જવા પામી છે. 

CCTV : AAP ધારાસભ્યના રંગરેલિયા! હૉટેલમાં યુવતી સાથે રૂમ બૂક કરાવ્યો'ને પકડાઇ ગયા

 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 22, 2023

રાજ્યમાં અનેકવાર રાજકીય પાર્ટીના નેતાઓના યુવતી સાથે રંગરેલિયા મનાવતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે ગુજરાતમાં એક રાજકીય પાર્ટીના ધારાસભ્ય એક હોટલના રૂમમાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જોકે, ત્યારબાદ જોવા જેવી થઈ હતી. વાત ચારેતરફ ખબર પડતા તેઓ પોતાના મોઢા પર રૂમાલ રાખીને ભાગ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તેમનો ચહેરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂક્યો હતો.

મહિલાનો પતિ આવતાં ભાંડો ફૂટ્યો
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં એક જાણીતી પાર્ટીના ધારાસભ્યનો વીડિયો વાયરલ થયો છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ધારાસભ્ય એક યુવતી સાથે હોટલમાં ઝડપાયા છે. આ કેસમાં યુવતીના પતિએ રંગેહાથે ઝડપતાં ગુજરાતના ધારાસભ્ય મોઢે રૂમાલ ઢાંકીને ત્યાંથી ભાગ્યા હતા.

આ વીડિયોને લઈને અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. હાલ વાયરલ થયેલા વીડિયો એક સીસીટીવીનો છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે આ ધારાસભ્ય ઈજ્જત જવાના બીકે મોઢા ઉપર રૂમાલ રાખીને હોટલ છોડીને ભાગી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news