સરકારી ઘર પર અડિંગો જમાવીને બિલ ન ભરતા પૂર્વ ધારાસભ્યોને નહીં મળે પગાર!

સરકારી ઘરોમાં અડિંગો જમાવીને બેસી ગયેલાં નેતાજીઓ હવે સરકારની નજરમાં આવી ગયા છે. હવે આ પ્રકારની લાલિયાવાડી નહીં ચલાવી લેવામાં આવે. આ મુદ્દે સરકારે તાકિદે પગલા લેવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત જે પણ પૂર્વ ધારાસભ્ય જો નિયમ વિરુદ્ધ સરકારી ઘરનો ઉપયોગ કરતા હશે તો તેમની ઘર ખાલી કરવું પડશે.

સરકારી ઘર પર અડિંગો જમાવીને બિલ ન ભરતા પૂર્વ ધારાસભ્યોને નહીં મળે પગાર!

હિતલ પારેખ, ગાંધીનગરઃ એક તરફ ગુજરાતમાં યુવાનો ભણી ઘણીને નોકરી માટે દરબદરની ઠોકરો ખાઈ રહ્યાં છે. ત્યાં બીજી તરફ નેતા બની બેઠેલાં લોકો બેઠાં બેઠાં મલાઈ ખાઈ રહ્યાં છે. જેને કારણે સરકારની તિજોરી પર સતત ભારણ વધી રહ્યું છે. આ સ્થિતિ છે વિકસતા ગુજરાતની. ગુજરાત સરકાર દ્વારા ધારાસભ્યોને રહેવા માટે ઘર અને અન્ય સુવિધાઓ આપવામાં આવતી હોય છે. એક જનપ્રતિનિધિ તરીકે તેઓ પ્રજાના પ્રશ્નોનો અવાજ ઉઠાવી શકે અને તેમને આ કામગીરીમાં કોઈ અગવડ ન પડે તે આશયથી સરકાર દ્વારા તેમને ઘર અને માસિક વેતન સહિત અનેક પ્રકારના ભાડાં-ભથ્થાં આપવામાં આવે છે. જોકે, જ્યારે ધારાસભ્યની ટર્મ પુરી થાય ત્યારે તે ધારાસભ્યએ સરકાર તરફથી આપવામાં આવેલાં ઘરને ખાલી કરવાનું હોય છે. જોકે, ઘણાં કિસ્સાઓમાં એવું સામે આવ્યું છેકે, એકવાર સરકારી ઘરમાં રહેવાની આદત પડ્યા બાદ નેતાજી જલદી ઘર ખાલી કરતા નથી.

સરકારી ઘરોમાં અડિંગો જમાવીને બેસી ગયેલાં અને વિવિધ બિલ ન ભરતા નેતાજીઓ હવે સરકારની નજરમાં આવી ગયા છે. હવે આ પ્રકારની લાલિયાવાડી નહીં ચલાવી લેવામાં આવે. આ મુદ્દે સરકારે તાકિદે પગલા લેવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત જે પણ પૂર્વ ધારાસભ્ય જો નિયમ વિરુદ્ધ સરકારી ઘરનો ઉપયોગ કરતા હશે તો તેમની ઘર ખાલી કરવું પડશે. તેમજ પુર્વ ધારાસભ્યોના સદસ્ય નિવાસસ્થાનના બિલ બાકી હશે તો તેમને છેલ્લા મહિનાનો પગાર મળે આપવામાં આવે. ક્વાર્ટર ખાલી ન કરનારા અને નો ડ્યું સર્ટિફિકેટ જમા ના કરાવનારા ધારાસભ્યોનો પગાર અટકાવી દેવામાં આવ્યાં છે.

ઘણા પુર્વ સભ્યોના ક્વાર્ટરનું ગેસ અને ટેલિફોનનું બિલ ભરવાનું બાકી હોય એવી વાત પણ સામે આવી છે. આ બધી બાબતોને કારણે સરકારી તિજોરી પર સખત ભારણ વધી રહ્યું છે. અહીં વાત ભાજપ-કોંગ્રેસની નથી પણ વાત નિયમોની થઈ રહી છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારે એ સ્પષ્ટ કરી દીધું છેકે, ગુજરાત સરકારના નિયમો બધાના માટે સરખા જ છે. જેથી સદસ્ય નિવાસસ્થાનના બિલ બાકી હશે તો પૂર્વ ધારાસભ્યોને છેલ્લા મહિનાનો પગાર નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. ક્વાર્ટર ખાલી ન કરનારા અને નો ડ્યુ સર્ટિફિકેટ જમા ન કરાવનારા ધારાસભ્યો પર તવાઈ બોલાવવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news