વાળા પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો, શહીદ દીકરાના જન્મદિને જ બારમાની વિધિ કરવી પડી
Mahipalsinh Vala Martyr : 15 ઓગસ્ટે જ શહીદ મહિપાલસિંહનો બર્થ-ડે અને તેમનું 12મું એક જ દિવસે આવ્યું છે. જો તે જીવિત હોય તો આજે પરિવાર તેમના જન્મદિવસ ઉજવતો હોત, પરંતું તેને બદલે તેઓ શહીદનું બારમું કરી રહ્યાં છે
Trending Photos
Martyr Mahipalsinh Vala : મા ભોમની સેવા કરતા અને આતંકીઓને જડબાતોડ જવાબ આપતા ગુજરાતના વીર સપૂત મહિપાલસિંહ વાળા જમ્મુ કાશ્મીરમાં શહીદ થયા હતા. ભારે હૈયે તેમના સ્વજનોએ આ શહીદને વિદાય આપી હતી. ત્યારે વાળા પરિવારમાં અજબનો સંયોગ રચાઈ રહ્યો છે. શહીદ થયાના 6 દિવસ બાદ જ તેમના ઘરમાં દીકરીનો જન્મ થયો હતો. તો હવે આજે 15 ઓગસ્ટે જ શહીદ મહિપાલસિંહનો બર્થ-ડે અને તેમનું 12મું એક જ દિવસે આવ્યું છે. જો તે જીવિત હોય તો આજે પરિવાર તેમના જન્મદિવસ ઉજવતો હોત, પરંતું તેને બદલે તેઓ શહીદનું બારમું કરી રહ્યાં છે.
શહીદનો જન્મદિન અને બારમું એક જ દિવસે
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે બાથ ભીડતાં ભીડતાં શહીદ થયેલ મહિપાલસિંહ વાળા આજે 15 ઓગસ્ટે જન્મ દિવસ છે. જોકે અહીં એક બીજો સંયોગ એ પણ છે કે, શહીદ મહિપાલસિંહ વાળાનું આજે બેસણું પણ છે. જોકે કુદરતની કરુણતા એ છે કે, જ્યારે આજે 15મી ઓગસ્ટે સમગ્ર દેશ આઝાદીની ઉજવણી કરતો હશે ત્યારે શહીદ વીર જવાનનો પરિવાર તેના બારમાની ઉત્તરક્રિયા કરતો હશે.
27 વર્ષની નાની વયે થયા શહીદ
જમ્મુ કશ્મીરમાં આતંકી સાથે અથડામણ થતાં અમદાવાદના જવાન શહીદ થયા હતા, વીર સપૂત મહિપાલસિંહ વાળા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના છે. પરંતુ તેઓ અમદાવાદમાં રહે છે. અમદાવાદના ઠક્કરબાપાનગરના લીલાનગર સ્મશાનમાં તેમના અંતિમવિધિ કરવામાં આવી હતી. એક શહીદને છાજે તેવી વિદાય વીર જવાનને અપાઈ હતી.
શહીદના ઘરે લક્ષ્મીનો જન્મ
જમ્મુ-કાશ્મીરમાં વીરગતિ પામાલે જવાન મહિપાલસિંહ વાળાની પત્નીએ શુક્રવારે સાંજે બાળકીને જન્મ આપ્યો હતો. તેઓ શહીદ થયા ત્યારે તેમના પત્ની ગર્ભવતી હતા, અને દીકરીનું મોઢું જુએ તે પહેલા જ તેઓ શહીદ થયા હતા. ત્યારે આ શહીદના ઘરે એક નાનકડું ફુલ ખીલ્યું છે. શહીદ વીરના ઘરે દીકરીનો જન્મ થયો હતો. જમ્મુ-કાશ્મીરમાં વીરગતિ પામાલે જવાન મહિપાલસિંહ વાળાની પત્નીએ શુક્રવારે સાંજે બાળકીને જન્મ આપ્યો હતો. આ દીકરીને વીરલબા નામ આપવામાં આવ્યું છે. શહીદ પતિના કપડાને સ્પર્શ કરીને એક માતાએ દીકરીને હાથમાં લીધી હતી. ત્યારે પરિવાર માટે આ ક્ષણ ભારે ભાવુક બની રહી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે