219 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટા, Jio Cinema ની સાથે કોલિંગ પણ ફ્રી

જિયો એલિઝિબલ યૂઝર્સને અનલિમિટેડ 5જી ડેટાવાળા સસ્તા પ્લાન ઓફર કરી રહ્યું છે. અહીં અમે તમને 300 રૂપિયાથી સસ્તા જિયો પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ. તેમાં તમને ડેટાની સાથે અન્ય બેનિફિટ્સ મળશે. 

219 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટા, Jio Cinema ની સાથે કોલિંગ પણ ફ્રી

નવી દિલ્હીઃ ઓછી કિંમતમાં હાઈ-સ્પીડ ડેટાની મજા લેવા ઈચ્છો છો તો રિલાયન્સ જિયોની પાસે તમારા માટે બેસ્ટ પ્લાન હાજર છે. ખુબ સસ્તા ભાવમાં આવનાર આ પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં કંપની અનલિમિટેડ કોલિંગ અને ઘણા એડિશનલ બેનિફિટ પણ ઓફર કરી રહ્યું છે. ખાસ વાત છે કે અનલિમિટેડ 5જી ડેટા ઓફર કરનાર સસ્તો પ્લાન માત્ર 219 રૂપિયા છે. આ પ્લાન જિયો સિનેમાનું પણ ફ્રી એક્સેસ મળે છે. તો આવો ડીટેલમાં જાણીએ અનલિમિટેડ 5જી ડેટા આપનાર જિયોના આ પ્લાન્સ વિશે....

જિયોનો 219 રૂપિયાનો પ્લાન
જિયોનો આ પ્લાન 14 દિવસની વેલિડિટી સાથે આવે છે. કંપની પ્લાનમાં દરરોજ 3જીબી ડેટા ઓફર કરી રહી છે. એલિઝિબલ યૂઝર્સને આ પ્લાનમાં અનલિમિટેડ 5જી ડેટા મળશે. આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ અને અનલિમિટેડ ફ્રી કોલિંગ આપવામાં આવે છે. 14 દિવસની વેલિડિટી સાથે આવતા આ પ્લાનમાં જિયો સિનેમા અને જિયો ટીવીનું પણ ફ્રી એક્સેસ મળશે.

જિયોનો 249 રૂપિયાવાળો પ્લાન
જિયોનો આ પ્લાન 23 દિવસ સુધી ચાલે છે. તેમાં ઈન્ટરનેટ યૂઝ કરવા માટે દરરોજ 2જીબી પ્રમાણે કુલ 46 જીબી ડેટા મળે છે. કંપનીના આ પ્લાનમાં યૂઝર્સને 5જી ડેટાનો પણ લાભ આપવામાં આવી રહ્યો છે. સાથે દેશભરમાં અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળશે. દરરોજ 100 ફ્રી એસએમએસ ઓફર કરનાર આ પ્લાન જિયો ટીવી અને જિયો સિનેમાની સાથે જિયો ક્લાઉન્ડ્સનું પણ ફ્રી સબ્સક્રિપ્શન આપે છે. 

જિયોનો 296 રૂપિયાનો પ્લાન
કંપનીનો આ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં કંપની કોઈ લિમિટ વગર એકવારમાં 25જીબી ડેટા ઓફર કરી રહી છે. એલિઝિબલ યૂઝર્સને આ પ્લાનમાં અનલિમિટેડ 5જી ડેટાનો ફાયદો આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળશે. આ પ્લાનમાં જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડ્સનું એક્સેસ આપવામાં આવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news