ગુજરાતના ચૂંટણી પરિણામો જોઈ ભલભલાના શ્વાસ અદ્ધર થયા, કોંગ્રેસ અહી ફાવી ગયું

Gujarat Lok Sabha Chunav Result Live:  ઉત્તર ગુજરાતની બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો ભાજપના ઉમેદવારોને હંફાવી રહ્યાં છે, લેટેસ્ટ ટ્રેન્ડના અપડેટ અનુસાર, 25 માંથી એક બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે

ગુજરાતના ચૂંટણી પરિણામો જોઈ ભલભલાના શ્વાસ અદ્ધર થયા, કોંગ્રેસ અહી ફાવી ગયું

Gujarat Lok Sabha Election Result 2024: જેની ઘણા સમયથી રાહ હતી તે દિવસ આખરે આજે આવી ગયો છે. લોકસભા ચૂંટણી 2024 પર આજે સ્પષ્ટ થઈ જશે જનાદેશ. આજે એ વાત સ્પષ્ટ થઈ જશે કે દેશમાં ફરી મોદી સરકાર આવશે કે પછી થશે પરિવર્તન. લોકસભા ચૂંટણીના પરિણામોમાં મોદી મેજિક ચાલશે કે પછી કોંગ્રેસ સર્જી શકશે કોઈ મોટો અપસેટ. એકલા મોદીને હટાવવા માટે બનેલું INDIA ગઠબંધન પોતાની તાકાતથી મોદી મેજિકને આપી શકશે ટક્કર. આ બધા જ પ્રશ્નોનો જવાબ અને લોકસભા ચૂંટણીમાં દેશની જનતાના મૂડ શું છે તેના પરથી પડદો ઊંચકાઈ જશે.  

લોકસભા ચૂંટણી 2024 ના પરિણામનું કાઉન્ટડાઉનની છેલ્લી ઘડી ગણાઈ રહી છે. ગુજરાત લોકસભાની 25 બેઠકોના પર કોણ સત્તા સંભાળશે, કોના શિરે તાજ જશે તે થોડી વારમાં સ્પષ્ટ થઈ જશે. મતગણતરી ચાલુ થઈને ત્રણ કલાક થઈ ગયા છે, અને આ ત્રણ કલાકના પરિણામોએ તમામ રાજકીય પક્ષોના શ્વાસ અદ્ધર કરી દીધા છે. પ્રથમ બે કલાકમાં ગુજરાતના પરિણામોમાં મોટી ઉથલપાથલ સર્જાઈ હતી. શરૂઆતના ટ્રેન્ડમાં ગુજરાતમાં 6 સીટ પર ભારે રસાકસી જોવા મળી હતી. ચોંકાવનારા ટ્રેન્ડથી ભલભલાના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. 6 સીટ પર કોંગ્રેસની લીડ વધતા પરિણામનો ટ્રેન્ડ બદલાયો હતો. પરંતું બે કલાક બાદ પિક્ચર બદલાયું હતું. બે કલાક બાદ કોંગ્રેસ માત્ર એક પાટણ બેઠક પર જ આગળ ચાલી રહ્યું છે. 

કઈ કઈ બેઠકો પર આગળ રહ્યું કોંગ્રેસ
બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, જૂનાગઢ, જામનગરમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યુ હતું. પરંતુ બે કલાક બાદ માત્ર પાટણ બેઠક પર કોંગ્રેસ આગળ છે. પાટણ બેઠક પર ચંદનજી ઠાકોર ભાજપના ઉમેદવારને હંફાવી રહ્યાં છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, પાટણ લોકસભા બેઠક પર 5 રાઉન્ડના અંતે કોંગ્રેસના ચંદનજી ઠાકોર 16963 મતોથી આગળ ચાલી રહ્યાં છે.  

  • ભરતસિંહ ડાભી - 131601
  • ચંદનજી ઠાકોર - 148564

મતગણતરીના લેટેસ્ટ આંકડા અનુસાર, ઉત્તર ગુજરાતની ત્રણ બેઠકો પર કોંગ્રેસનો દબદબો જોવા મળી રહ્યો છે. બપોર બાદ જો પિક્ચર બદલાય તો નવાઈ નહિ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news