Dahod Lok Sabha Chunav Result 2024: દાહોદમાં કોણ બતાવશે દમ, શું ભાજપ હેટ્રિક મારશે કે કોંગ્રેસ કચડી નાખશે?
Dahod Lok Sabha Chunav Result 2024: દાહોદ લોકસભા ચૂંટણીમાં 59.31 ટકા મતદાન થયું હતું. આ સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી. ભારતીય જનતા પાર્ટીએ સતત ત્રીજીવાર આ બેઠક જીતી છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ તરફથી જસવંત સિંહ ભાભોરે જીત મેળવી હતી.
Trending Photos
દાહોદઃ Dahod Lok Sabha Result Election 2024: દાહોદમાં આ વખતે લોકસભા ચૂંટણીમાં આ વખતે ભાજપ તરફથી વર્તમાન સાંસદ જસવંતસિંહ ભાભોર ચૂંટણી મેદાનમાં હતા. તો કોંગ્રેસે ડો. પ્રભાબેન તાવિયાડને ટિકિટ આપી હતી. દાહોદમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે કે પછી કોંગ્રેસ કચ્ચરઘાણ કાઢી નાખશે.
જસવંતસિંહ ભાભોરે સતત ત્રીજીવાર જીતી દાહોદ બેઠક
દાહોદ લોકસભા ચૂંટણીમાં 59.31 ટકા મતદાન થયું હતું. આ સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી. ભારતીય જનતા પાર્ટીએ સતત ત્રીજીવાર આ બેઠક જીતી છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ તરફથી જસવંત સિંહ ભાભોરે જીત મેળવી હતી.
ભાજપે પાંચમી વખત જીતી દાહોદ લોકસભા સીટ
દાહોદ લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીએ આ પહેલા ચાર વખત જીત મેળવી હતી. વર્ષ 1999ની લોકસભા ચૂંટણીમાં ભાજપ પહેલીવાર દાહોદ લોકસભા બેઠક પર જીત મેળવી શક્યો હતો. ભાજપના ઉમેદવાર બાબુભાઈ કટારાએ કોંગ્રેસના ઉમેદવાર સોમજીભાઈ ડામોરને હરાવ્યા હતા. એ પછી વર્ષ 2004, 2014 અને 2019માં દાહોદ લોકસભા બેઠક પર ભાજપની જીત થઈ હતી. વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઇ કટારાને હરાવ્યા હતા.
દાહોદ લોકસભામાં કઈ વિધાનસભાનો સમાવેશ?
સંતરામપુર
ફતેપુરા
ઝાલોદ
ગરબાડા
લીમખેડા
દાહોદ
દેવગઢબારિયા
દાહોદ લોકસભા ચૂંટણી અત્યાર સુધીના પરિણામ
વર્ષ | જીતેલા ઉમેદવાર | પક્ષ | હારેલા ઉમેદવાર | પક્ષ |
1962 | હીરાભાઇ બારીયા | SWA | નરસિંહભાઇ હાથીલા | INC |
1967 | બી.આર પરમાર | INC | એલ.બી પટેલ | SWA |
1971 | ભલજીભાઇ પરમાર | NCO | સોમજીભાઇ ડામોર | INC |
1977 | ડામોર સોમજીભાઇ | INC | ગોવિંદસિંહ નિનામા | BLD |
1980 | સોમજીભાઇ ડામોર | INC | ગોવિંદસિંહ નિનામા | JNP |
1984 | સોમજીભાઇ ડામોર | INC | નરસિંહભાઇ હાથીલા | JNP |
1989 | સોમજીભાઇ ડામોર | INC | સુમનભાઇ ભાંભોર | JD |
1991 | સોમજીભાઇ ડામોર | INC | સુમનભાઇ ભાંભોર | BJP |
1996 | સોમજીભાઇ ડામોર | INC | સુમનભાઇ ભાંભોર | BJP |
1998 | સોમજીભાઇ ડામોર | INC | તરસિંહભાઇ ડામોર | BJP |
1999 | બાબુભાઇ કટારા | BJP | સોમજીભાઇ ડામોર | INC |
2004 | બાબુભાઇ કટારા | BJP | પ્રભાબેન કિશોરસિંહ | INC |
2009 | પ્રભાબેન કિશોરસિંહ | INC | સોમજીભાઇ ડામોર | BJP |
2014 | જશવંતસિંહ ભાંભોર | BJP | પ્રભાબેન કિશોરસિંહ | INC |
2019 | જશવંતસિંહ ભાંભોર | BJP | પ્રભાબેન કિશોરસિંહ | INC |
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે