જો આજે લોકસભા ચૂંટણી થાય તો તમે કોને મત આપશો, ગુજરાતીઓએ આપ્યો આ જવાબ

Lok Sabha chunav 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં કેવો છે માહોલ, કોને મળી રહી છે કેટલી સીટો

જો આજે લોકસભા ચૂંટણી થાય તો તમે કોને મત આપશો, ગુજરાતીઓએ આપ્યો આ જવાબ

Lok Sabha Election Survey: લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂર્વે Times Now  નવભારત etg survey 2024 એ  એક સર્વે કર્યો છે. જેમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે આગામી 2024ની ચૂંટણીમાં શું સ્થિતિ છે. ગુજરાત સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે જો આજે ચૂંટણી થાય તો તેઓ કોને મત આપશે?

દેશની બંને રાષ્ટ્રીય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકીય પક્ષોની તૈયારીઓ વચ્ચે ટાઈમ્સ નાઉ નવભારત અને ઈટીજીએ પહેલાં એક સર્વે કર્યો છે. જેમાં બેઠકો સાથે વોટ શેરનો પણ અંદાજ લગાવવામાં આવ્યો છે. ભાજપે 2014 અને 2019ની ચૂંટણીમાં ગુજરાતમાં ક્લીન સ્વીપ કરીને કોંગ્રેસને શૂન્ય કરી દીધી હતી. શું ભાજપ 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં ફરી ક્લીન સ્વીપ કરી શકશે? શું ભાજપ પીએમ મોદીના ગૃહ રાજ્યમાં ક્લીન સ્વીપની હેટ્રિક કરશે? 2024ની ચૂંટણીમાં પાર્ટીને કેટલા ટકા વોટ મળશે? આ પ્રશ્નોના જવાબ ટાઈમ્સ નાઉ નવભારત એટીજી સર્વે 2024માં જાહેર થયા છે.

કોંગ્રેસ પાસે 11 બેઠકો હતી

ગુજરાતમાં ભાજપ છેલ્લા 27 વર્ષથી  સત્તામાં છે અને પાર્ટીને ગયા વર્ષે ડિસેમ્બરમાં વધુ પાંચ વર્ષ માટે જનાદેશ મળ્યો હતો. આવી સ્થિતિમાં પાર્ટી 2027 સુધી રાજ્યમાં સત્તા જાળવી રાખશે. લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 2009માં ભાજપે 15 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને 11 બેઠકો મળી હતી, પરંતુ 2014માં કોંગ્રેસનો સફાયો થયો હતો. 2019 માં, ફરીથી ભાજપે કોંગ્રેસને એક પણ બેઠક જીતવા દીધી ન હતી અને 26 માંથી 26 બેઠકો પર કમળ ખિલ્યું હતું.

જુઓ કોને કેટલા ટકા મત મળ્યા?
ટાઈમ્સ નાઉ નવભારત એટીજી સર્વે 2024 ના સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું કે જો આજે ચૂંટણી થાય તો તેઓ કોને મત આપશે, તો 60.70 લોકોએ ભાજપને મત આપવાનું કહ્યું છે. કોંગ્રેસ (INC)ને 27.60 ટકા અને AAP (AAP)ને 7.80 ટકા વોટ મળવાનું અનુમાન છે. આ હિસાબે રાજ્યમાં માત્ર વોટ ટકાવારીમાં ભાજપ ટોપ પર નથી, પરંતુ સમગ્ર રાજ્યમાં કોઈ આસપાસ પણ દેખાતું નથી. આવી સ્થિતિમાં, સર્વેમાં સામે આવ્યું છે કે ગુજરાતમાં ભાજપ ક્લીન સ્વીપની હેટ્રિક કરી શકે છે અને કોંગ્રેસ અને AAPને શૂન્ય પર રહેવું પડી શકે છે.

પીએમ મોદી મુખ્ય ચહેરો 
2024ની ચૂંટણી માટે પાર્ટીએ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 400થી વધુ સીટો જીતવાની તૈયારી કરી લીધી છે. લોકસભાની વર્તમાન ટર્મ પ્રમાણે એપ્રિલમાં લોકસભાની ચૂંટણી શક્ય છે. આ લોકસભાનો કાર્યકાળ 16 મે સુધી છે. 2019માં લોકસભાની ચૂંટણી એપ્રિલ-મેમાં જ યોજાઈ હતી. જે બાદ પીએમ મોદીએ બીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news