કોંગ્રેસનો ગઢ કહેવાતા દરિયાપુર વોર્ડમાં ભાજપે નવી નિશાળિયા વિભૂતિ પરમારને ટિકિટ આપી

કોંગ્રેસનો ગઢ કહેવાતા દરિયાપુર વોર્ડમાં ભાજપે નવી નિશાળિયા વિભૂતિ પરમારને ટિકિટ આપી
  • રમતના મેદાન બાદ હવે રાજકારણની પીચ પર વિભૂતિ રમશે. વિભૂતિ પરમાર હવે ભાજપમાંથી ચૂંટણી લડશે
  • ટેકવોન્ડો ગર્લથી લોકો મને ઓળખે છે. મને વિશ્વાસ છે કે હું રાજકારણમાં સારુ કરી શકીશ

ગૌરવ પટેલ/અમદાવાદ :ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક નવા ચહેરા અને યુવા નેતાઓને તક આપી છે. ત્યારે અમદાવાદમાં ભાજપે ઈન્ટરનેશનલ મહિલા ખેલાડીને ટિકિટ આપી છે. અમદાવાદના દરિયાપુર વોર્ડમાંથી ભાજપે ટેકવોન્ડો પ્લેયર  (taekwondo player) વિભૂતિ પરમારને ટિકિટ આપી છે. ટેકવોન્ડોમાં 6 નેશનલ અને 7 સ્ટેટ લેવલના એવોર્ડ જીતનાર વિભૂતિ પરમાન ચૂંટણી લડશે. વિભૂતિ પરમારે એશિયન ગેમ્સમાં ચોથુ સ્થાન મેળવ્યું છે. 

આ પણ વાંચો : કોણ છે આ સુરેન્દ્ર કાકા, જેમને મહિલાએ ફોન પર કહ્યું, ‘હું કંઈ પથારી ગરમ કરવાવાળી નથી...’

દરિયાપુર કોંગ્રેસનો ગઢ કહેવાય છે. ત્યારે ભાજપે આ વોર્ડમાં રાજકારણમાં પહેલીવાર ડગ માંડનાર વિભૂતિ પરમારને ટિકિટ આપી છે. વિભૂતિ પરમાર અમદાવાદની ટેકવોન્ડો ગર્લ તરીકે પ્રખ્યાત છે. તેઓ નેશનલ લેવલ 7 અને સ્ટેટ લેવલે 7 મેડલ જીતી ચૂક્યા છે. તો એશિયન ગેમ્સમાં ચોથુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. રમતના મેદાન બાદ હવે રાજકારણની પીચ પર વિભૂતિ રમશે. વિભૂતિ પરમાર હવે ભાજપમાંથી ચૂંટણી લડશે. સ્પોર્ટસ પર્સનાલિટીને ટિકિટ આપવા વિશે તેઓ કહે છે કે, રમતના મેદાન બાદ રાજનીતિના સમરાંગણમાં પણ સફળ થઈશ. હું ભાજપનો આભાર માનુ છું કે મને આ મોકો આપ્યો. રમતગમત પ્રત્યે મેં પ્રતિનિધિત્વ કર્યું છે. રાજનીતિ એટલે એક પ્રકારની સેવા છે. મને રાજકારણનો હજી અનુભવ નથી. આ ગેમમાં આવીશ તો શીખી જઈશ. ટેકવોન્ડો ગર્લ (taekwondo girl) થી લોકો મને ઓળખે છે. મને વિશ્વાસ છે કે હું રાજકારણમાં સારુ કરી શકીશ.

રાજનીતિમાં કેવી રીતે કામ કરશે તે વિશે તેમણે કહ્યું કે, આ વોર્ડમાં અઘરુ તો છે, પણ કરી લઈશ. સોશિયલ અને કોર્પોરેશન વર્લ્ડમાં અલગ રીતે પણ કામ કરી શકાય છે. સ્વચ્છતા અને એજ્યુકેશન પર કામ કરવાની ઈચ્છા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news