Rajkot મનપા ચૂંટણી પરિણામ: રાજકોટ મનપામાં ભાજપનો સપાટો, કોંગ્રેસને માત્ર 4 બેઠકો મળી

Rajkot: ગુજરાત (Gujarat) ની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે. સવારે 9 વાગે અમદાવાદ (Ahmedabad) , વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં શરૂ થઈ.

Rajkot મનપા ચૂંટણી પરિણામ: રાજકોટ મનપામાં ભાજપનો સપાટો, કોંગ્રેસને માત્ર 4 બેઠકો મળી

ઝી મીડિયા બ્યૂરો, રાજકોટ: ગુજરાત (Gujarat) ની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે. સવારે 9 વાગે અમદાવાદ (Ahmedabad) , વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં શરૂ થઈ. રાજકોટના 18 વોર્ડની 72 બેઠકો માટે મતદાન થયું હતું. રાજકોટ મનપામાં બહુમત માટે 37 બેઠકોની જરૂર છે અને ટ્રેન્ડ પ્રમાણે ભાજપે આ આંકડો પાર કરી લીધો છે. 

Rajkot મનપા Live Updates: 

કોંગ્રેસને ફાળે 4 બેઠકો, ભાજપને 68
18 વોર્ડની કુલ 72 બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર 4 બેઠકો જ્યારે ભાજપને ફાળે 68 બેઠકો ગઈ છે. ભાજપે 17 વોર્ડ ફતેહ કર્યા છે. 

કુલ 72 બેઠકમાંથી 64માં જીત
રાજકોટની કુલ 72 બેઠકમાંથી 64 બેઠકમાં ભાજપે જીત મેળવીને સપાટો બોલાવ્યો છે. કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી. 

રાજકોટમાં વોર્ડ નંબર 10માં ભાજપની જીત
રાજકોટમાં વોર્ડ નંબર 10 માં ભાજપની જીત મળી છે. 

કોંગ્રેસ પ્રમુખ અને ઉમેદવાર અશોક ડાંગરે હાર સ્વીકારી
રાજકોટ શહેર પ્રમુખ અને ઉમેદવાર અશોક ડાંગરે હાર સ્વીકારી લીધી છે. બે રાઉન્ડમાં ભાજપની લીડ નીકળતા કોંગ્રેસે હાર સ્વીકારી. હજુ બે રાઉન્ડ ગણતરી બાકી છે. 

વોર્ડ નંબર 16માં ભાજપના ઉમેદવાર માત્ર 11 મતથી જીત્યા
મળતી માહિતી મુજબ વોર્ડ નંબર 16માં ભાજપના રૂચિતાબેનને 8600 મત મળ્યા જ્યારે કોંગ્રેસના રસીલાબેન ગેરીયાને 8589 મતો મળ્યા. 

વોર્ડ નંબર 1માં ભાજપ જીત્યું
રાજકોટના વોર્ડ નંબર1માં ભાજપની પેનલે જીત મેળવી  ડો. અલ્પેશ મોરજરીયા , દુર્ગાબા જાડેજા , ભાનુબેન બાબરીયા અને હિરેન ખીમાણીયાની જીત. 

વોર્ડ નંબર 8માં ભાજપની જીત
ભાજપે વોર્ડ નંબર 8માં ભવ્ય જીત મેળવી છે. વોર્ડ નં.8માં ભાજપના ઉમેદવાર અશ્વિન પાંભરને 16752, ડો.દર્શના પંડ્યાને 15742, પ્રીતિ દોશીને 14464 મત, બિપિન બેરાને 14338૮ મત વિરાણી હાઈસ્કૂલથી વિજય સરઘસ

વોર્ડ નંબર 7,13માં ભાજપની જીત
રાજકોટના વોર્ડ નંબર 7 અને 13માં ભાજપની પેનલની જીત થઈ છે. ધારાસભ્ય ગોવિંદ પટેલના 5 વોર્ડ પૈકી 2 વોર્ડમાં ભાજપે જીત મેળવી છે. જ્યારે 14, 17, 18ના પરિણામ  બાકી છે. 7,13,14,17,18 ની જવાબદારી ગોવિંદ પટેલની હતી. 

24 બેઠકો પર ભાજપની જીત
રાજકોટમાં 24 બેઠકો પર ભાજપના ઉમેદવારો જીત્યા છે. 8 બેઠક પર ભાજપ આગળ છે અને 2 બેઠક પર કોંગ્રેસ આગળ છે. 

આ વોર્ડમાં ભાજપની જીત
રાજકોટના વોર્ડ નંબર 4માં ભાજપની જીત થઈ છે. 

18 વોર્ડમાં 273 ઉમેદવારો
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે 18 વોર્ડની 72 બેઠકો માટે કુલ 273 ઉમેદવારો મેદાનમાં છે. 21 ફેબ્રુઆરીએ થયેલી ચૂંટણીમાં 50.75 ટકા મતદાન થયું હતું. અત્રે જણાવવાનું કે આ વખતની રાજકોટ મનપા ચૂંટણીમાં 2015ની ચૂંટણી કરતા એક ટકો મતદાન વધારે નોંધાયું હતું. ગત ચૂંટણીમાં રાજકોટ મનપા માટે 49.53 ટકા મતદાન નોંધાયું હતું. 

વર્ષ 2015માં ભગવો લહેરાયો હતો
રાજકોટ મહાનગરપાલિકાની વર્ષ 2015ની ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી. રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠક પર ભાજપે 40 બેઠક જીતી હતી. કોંગ્રેસે 32 બેઠકો જીતી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news