Gujarat Property Registration: ખોટો દસ્તાવેજ કર્યો તો 7 વર્ષની થશે જેલ, જાણી લો હવે નોંધણી માટે કયા છે નિયમો
Gujarat Land new Rules : બનાવટી દસ્તાવેજો અને બોગસ દસ્તાવેજો રદ કરાવવા માટે મિલ્કતના મૂળ માલિકોને ન્યાયિક પ્રકીયાના નિવારણ માટે ખુબજ નાણાં અને સમયનો વ્યય થાય છે. જેથી આવા બોગસ અને બનાવટી દસ્તાવેજોની નોંધણીના કિસ્સાઓ નિવારવા તેમજ નિર્દોષ વ્યકિતઓ આવા બોગસ વ્યવહારોના ભોગ ના બને તે સરકારે આજે નવો પરિપત્ર જાહેર કર્યો છે.
Trending Photos
Gujarat Land new Rules : તમારા માટે આ સૌથી મોટા સમાચાર છે. કેટલાક બોગસ દસ્તાવેજોના કેસો બહાર આવ્યા બાગ સરકાર સક્રિય થઈ છે. રાજ્યમાં સબરજીસ્ટ્રાર કચેરીઓમાં સ્થાવર મિલકતની તબદિલી સંબંધિત નોંધણી થતા દસ્તાવેજોમાં તાજેતરમાં મૂળ માલિકોને બદલે બેનામી માણસોને મિલ્કતનાં મૂળ માલિકો તરીકે રજુ કરી બોગસ દસ્તાવેજની નોંધણી થયાના પ્રસંગો બહાર આવ્યા છે. આવા બનાવટી દસ્તાવેજો અને બોગસ દસ્તાવેજો રદ કરાવવા માટે મિલ્કતના મૂળ માલિકોને ન્યાયિક પ્રકીયાના નિવારણ માટે ખુબજ નાણાં અને સમયનો વ્યય થાય છે. જેથી આવા બોગસ અને બનાવટી દસ્તાવેજોની નોંધણીના કિસ્સાઓ નિવારવા તેમજ નિર્દોષ વ્યકિતઓ આવા બોગસ વ્યવહારોના ભોગ ના બને તે સરકારે આજે નવો પરિપત્ર જાહેર કર્યો છે.
- રાજ્યમાં ખોટા દસ્તાવેજોના કિસ્સાઓ ને લઈ સરકારનો પરિપત્ર
- સબ રજીસ્ટ્રાર એ દસ્તાવેજ તૈયાર કરનારે બને પક્ષકાર ની ખરાઈ કરવાની રહશે
- દસ્તાવેજ તૈયાર કરનાર એજન્સી કે વકીલે પોતાની ફોર્મ જોડાવાનું રહશે
- દસ્તાવેજ માં મિલકતનું વર્ણન,દસ્તાવેજ નો પ્રકાર,ખરીદ કિંમત,દસ્તાવેજ તૈયાર કરનાર નું નામ સરનામું સહિત ખાતરી પૂર્વક ની બાહેધરી લખી આપવાની રહેશે
- મૂળ માલિકના બદલે બોગસ વ્યક્તિ થકી દસ્તાવેજ થયો હશે તો દસ્તાવેજ તૈયાર કરનાર વ્યક્તિ પણ જવાબદાર બનશે
ખોટા દસ્તાવેજના કિસ્સામાં 7 વર્ષ સુધીની સજાની કરાઈ જોગવાઈ
મહેસૂલ વિભાગના સંદર્ભ (૧) વાળા પરિપત્ર મુજબ નોંધણી અધિનિયમ-૧૯૦૮ માં દાખલ કરવામાં આવેલ નવી કલમ ૩૨-એ અનુસાર કોઇપણ દસ્તાવેજ રજૂ કરતી વ્યક્તિએ દસ્તાવેજ ઉપર પોતાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આંગળીની છાપ લેવાની તેમજ નોંધણી અર્થે રજૂ થતા સ્થાવર મિલકતની તબદીલીના લેખ સંબંધમાં દરેક લખી આપનાર અને લખાવી લેનારની અંગુઠાની છાપ તથા પાસપોર્ટ સાઈઝના ફોટા લગાડવાની જોગવાઈ કરવામાં આવેલ હતી. જેના અનુસંધાને અત્રેથી સંદર્ભ (૨) થી જરૂરી સુચનાઓ પ્રસિદ્ધ કરેલ હતી. આ સૂચનાઓમાં જરૂરી સુધારા કરવાના હેતુથી નવેસરથી સુચનાઓ આપવામાં આવે છે.
આ છે નવા નિયમો
સંદર્ભ (૨) વાળા પરિપત્રની સુચનાઓ મુજબ (૧) સ્થાવર મિલકતની તબદીલી સબંધી લેખોમાં લખી આપનાર અને લખાવી લેનાર એમ બન્ને પક્ષકારોના પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ તથા આંગળી/અંગુઠાની છાપ (ફિંગર પ્રિન્ટ) લગાવીને આ સાથેના નમૂના મુજબનું પરિશિષ્ટ તૈયાર કરીને પક્ષકારે લેખ/દસ્તાવેજ રજૂ કરવાના રહેશે.
સદર નમૂના મુજબનુ પરિશિષ્ટ ગરવી વેબ મારફત પક્ષકારે જનરેટ કરી તેમાં લાગુ પડતી બાબતોની પુર્તતા (ઉ.દા. તરીકે લાગુ પડતા પક્ષકારના ફોટા, અંગુઠા, સહી તથા અન્ય બાબતો) કરી દસ્તાવેજના ભાગ તરીકે રજૂ કરવાનુ રહેશે. આથી દરેક સબરજીસ્ટ્રારે દસ્તાવેજ નોંધણી કરતી વખતે ફક્ત નવી ઉમેરેલી નમુનાની વિગતો ની ખાસ ચકાસણી કરવાની રહેશે. અને તે મુજબ સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફી વપરાયેલ છે કે કેમ તે ચકાસણી કરવાની રહેશે. સ્થાવર મિલકતની તબદિલી સંબંધિત દસ્તાવેજો અંગે સદર સુચનાઓનો અમલ તા.૦૧/૦૪/૨૦૨૪ થી કરવાનો રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે