મોટો 'ખેલ' પાડવાની તૈયારીમાં BJP? પિતા ગુજરાતના નવસારીથી લોકસભા લડશે, પુત્રી આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
Lok Sabha Election 2024: સી આર પાટીલ મૂળ તો મહારાષ્ટ્રના જળગાંવના રહીશ છે. તેમને ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે. મોટી પુત્રી ભાવિની સાથે ધરતી દેવરે પણ મહારાષ્ટ્રના રાજકારણમાં સક્રિય છે. જાણો કઈ બેઠક પરથી તેઓ લડી શકે છે ચૂંટણી.
Trending Photos
Lok Sabha Election 2024:લોકસભા ચૂંટણી ઢૂંકડી છે. ત્યારે આ વખતે નારીશક્તિનો જલવો જોવા મળી શકે છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે મહારાષ્ટ્રમાં મિશન 45 ની કવાયતમાં ભાજપ સૌથી વધુ મહિલાઓને ટિકિટ આપી શકે છે. મહાગઠબંધનના ઘટક પક્ષો વચ્ચે સીટ શેરિંગની ચર્ચા વચ્ચે કેટલાક મહિલા ઉમેદવારોના નામ પણ ચર્ચામાં છે. જેમાં ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલના પુત્રી ધરતીનું નામ પણ સામેલ છે. અત્રે જણાવવાનું કે સી આર પાટીલ ગુજરાતના નવસારીથી ચૂંટણી લડશે જ્યારે તેમના પુત્રી ધરતી દેવરે મહારાષ્ટ્રની ધુલે લોકસભા બેઠકથી ચૂંટણી લડી શકે છે.
નવસારીથી સતત ત્રીજીવાર ચૂંટાયા
કોન્સ્ટેબલની નોકરી છોડીને રાજકારણમાં આવેલા સી આર પાટીલ 2019માં ગુજરાતની નવસારીની લોકસભા બેઠકથી સતત ત્રીજીવાર ચૂંટણી જીત્યા હતા. તેમણે 6.89 લાખ રેકોર્ડબ્રેક લીડથી જીત મેળવી હતી.
ધુલેથી ચૂંટણી લડી શકે
સી આર પાટીલ મૂળ તો મહારાષ્ટ્રના જળગાંવના રહીશ છે. તેમને ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે. મોટી પુત્રી ભાવિની સાથે ધરતી પણ મહારાષ્ટ્રના રાજકારણમાં સક્રિય છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ધરતી દેવરે લોકસભા ચૂંટણીમાં ધુલેથી ચૂંટણી લડી શકે છે. તેઓ ભાજપના ઉમેદવાર બની શકે છે. ધુલે લોકસભા બેઠક પર છેલ્લી ત્રણ ટર્મથી ભાજપનો કબજો છે. ડો. સુભા ભામરે અહીંથી સતત બે વાર જીતી ચૂક્યા છે. ધરતી દેવરે જિલ્લા પંચાયત સમિતિની ચૂંટણી જીતીને ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ધુલે જિલ્લા પરિષદના અધ્યક્ષ બન્યા હતા. જો આમ થયું તો 18મી લોકસભામાં પિતા સાથે પુત્રી ધરતી પણ સંસદમાં જોવા મળી શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્રમાં આ વખતે 35 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલી બીજેપી મહિલાઓને વધુ તક આપી શકે છે.
મહિલાઓને વધુ ચાન્સ
બીડ લોકસભા બેઠકથી એકવાર ફરીથી પ્રીતમ મુંડેનું નામ ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ તેમની બહેન પંકજા મુંડેને પણ ટિકિટ મળવાની આશા છે. આ વખતે અમરાવતી બેઠકથી અપક્ષ સાંસદ નવનીત રાણા ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. આ ઉપરાંત નંદુરબારથી હીના ગાવિતને તક મળી શકે છે. નાંદેડ લોકસભા સીટથી અશોક ચૌહાણના ભત્રીજી મીનલ ખટગાંવકર ચૂંટણી લડી શકે છે. જ્યારે જળગાંવ બેઠકથી સ્મિતા વાઘલને તક મળી શકે છે. ભાજપ તરફથી એકવાર ફરીથી પૂનમ મહાજનને પણ ટિકિટ મળવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે