ગુજરાતમાં ઘમાસાણ: રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવા મુદ્દે કોંગ્રેસ રસ્તા પર ઉતરી, જાણો ક્યાં કેવો છે વિરોધ

માનહાની કેસમાં રાહુલ ગાંધીને કોટે બે વર્ષની સજા સંભળાવ્યા બાદ કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યભરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઘરના નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

 ગુજરાતમાં ઘમાસાણ: રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવા મુદ્દે કોંગ્રેસ રસ્તા પર ઉતરી, જાણો ક્યાં કેવો છે વિરોધ

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં કોંગ્રેસના ધારણા શરૂ થયાની બે જ મિનિટમાં પોલીસ ત્રાટકી છે. પોલીસે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત અગ્રણી કાર્યકરો નેતાઓની ધરપકડ છે. જિલ્લા કોંગ્રેસ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધરણાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. ધરણાના કાર્યક્રમની શરૂઆત થતા બીજી મિનિટે પોલીસ ત્રાટકી કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી હતી. 

માનહાની કેસમાં રાહુલ ગાંધીને કોટે બે વર્ષની સજા સંભળાવ્યા બાદ કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યભરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઘરના નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ત્યારે સુરત ચોક બજાર ખાતે આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર કોંગ્રેસે ધરનાનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું પરંતુ કોંગ્રેસ ધરણાના કાર્યક્રમની શરૂઆત થતા બીજી જ મિનિટે પોલીસ ત્રાટકી કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી હતી. બીજી બાજુ કોંગ્રેસના કાર્યકરો નેતાઓ કરતા 10 ગણો પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. કોંગ્રેસ ધારણા કરી પોતાનો વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસી કાર્યકર્તા, મહિલાઓની અટકાયત કરી હતી. 

અમદાવાદમાં કોંગ્રેસ સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં અમદાવાદના સરદાર બાગ ખાતે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરવાના હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર, અમિત ચાવડા અને ઈમરાન ખેડાવાલા સહિત 200 જેટલા કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અટકાયત કરી શાહીબાગ હેડ ક્વાર્ટર લઈ જવાયા હતા. 

એટલું જ નહીં, કોંગ્રસે રાજકોટમાં વિરોધ નોંધાવ્યો હતો. મામલો ઉગ્ર બને તે પહેલા પોલીસે વિરોધ કરતા કોંગી કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરાઇ હતી. જ્યુબેલી બાગ ખાતે એ-ડિવિઝન પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાંનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. ધરણાં પર બેસે એ પૂર્વે જ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. 

સાબરકાંઠામાં પણ કોંગ્રેસ દ્વારા ધરણાંનુ આયોજન કરવામાં આવ્યું. કોંગ્રેસ આગેવાનો ધરણાં પર બેસે એ પહેલા જ 15થી વધુ કાર્યકરોની અટકાયત કરાઇ હતી. તો પાટણમાં પૂર્વ ધારાસભ્યની આગેવાનીમાં કોંગ્રેસના ધરણાંનું આયોજન કરાયું હતું. વિરોધ કરતા નેતાઓની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. પોલીસે 20 જેટલા કોંગ્રેસના નેતાઓની અટકાયત પણ કરી છે.

અરવલ્લીના મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે કોંગ્રેસના ધરણાં પ્રદર્શનું આયોજન કરાયું હતું. કોંગ્રેસ દ્વારા તપાસ એજન્સીઓ સામે સવાલો કરતા પ્લે કાર્ડ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. લોકશાહી બચાવોના નારા લગાવી કોંગ્રેસના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ દરમિયાન કોંગ્રેસના 10 કાર્યકરની પોલીસે અટકાયત કરવામાં આવી હતી.

કચ્છમાં ભુજના જ્યુબેલી સર્કલ નજીક કોંગ્રેસના કાર્યકરો ધરણાં કરવાના હતા. વલસાડ જિલ્લામાં પણ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ કાયકરો દ્વારા સુત્રોચ્ચાર કરતા પોલીસ ત્રાટકી હતી અને કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news